________________
Kરે
રોગથી પીડાતો હતો. એ જ સમયે થોડું સારું લાગવાથી તે બહાર નીકળ્યો. પ્રભુને જોતા જ તેને અપશુકન સમજી તે ખૂબ જ ગુસ્સે થયો. બાજુમાં પડેલા લોઢાના એક મોટા ઘણને લઇ તે પ્રભુને મારવા દોડ્યો. ઇન્દ્રને વિચાર થયો કે “પ્રભુ અત્યારે ક્યાં હશે? અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી તેણે જોયું અને આ ઘટનાની ખબર પડી. તરત જ પોતાની શક્તિથી તે ઘણ તે જ લુહારનાં માથા પર વાગે એવું કર્યું. આ પ્રહારથી લુહાર મૃત્યુ પામ્યો. ઇન્દ્ર પ્રભુને વંદન કરી સૌધર્મકલ્પમાં ગયા.
વિશાળાનગરીથી વિહાર કરી પ્રભુ બિભેલક ઉધાન કે જે ગ્રામક નામના ગામમાં આવેલ હતું, ત્યાં બિભેલક નામના યક્ષનાં મંદિરમાં આવ્યા. પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. યક્ષે ભકિતભાવ સાથે પ્રભુની પૂજા કરી.
આ ઉદ્યાનમાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષનામનાં ગામે પધાર્યા. ગામની બહાર ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં કટપૂતના નામે વાણવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળ્યું તેથી અંતે તે રોપવતી થઇને મૃત્યુ પામી હતી. અત્યારે તે વાણવ્યંતરીકટપૂતના બની હતી. પૂર્વના વેરભાવથી અને પ્રભુના તેજથી ઇર્ષા કરતી તે પ્રભુની પાસે તાપસીનું રૂપ લઇને આવી. માથે જટા ધારણ કરી, વલ્કલ પહેરીને તેણે અતિ શીતળ જળથી પ્રભુ પર ઘોર ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુ તો પોતાના કર્મની નિર્જરાકરતાઅવધિજ્ઞાન પામ્યા. રાત્રિ પૂરી થતાં કટપૂતના વાણવ્યંતરી શાંત થઇ ગઇ. અંતે પોતાની ભૂલ સમજાણી તેથી તે પ્રભુની પૂજા કરી પોતાના સ્થાને ચાલી ગઈ.
પ્રભુએ ભદ્રિકા નગરીએ છઠું ચોમાસું કર્યું. ગોશાળો છ માસ પછી પ્રભુને મળ્યો. ચારમાસી તપ કરીને નગર બહાર પારણું કરી પ્રભુ મગધ દેશમાં ઉપસર્ગ રહિત આઠ મહિના વિચર્યા, ત્યાંથી વિહાર કરી આલંભિકા નગરીએ પ્રભુએ સાતમું ચોમાસું કર્યું. ત્યાં ચારમાસી તપ કરીનગરી બહાર પારણું કર્યું. ત્યાંથી પ્રભુ કાંડક સન્નિવેશમાં વાસુદેવના મંદિરમાં કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ વખતે ગોશાળાની મનોવૃત્તિ ફરીથી જાગૃત થઇ. તે નગ્ન થઇ વાસુદેવની મૂર્તિ પાસે બેઠો. પૂજારી થોડીવારમાં જ ત્યાં આવ્યો. આ દશ્ય જોઈ તેણે ગામ લોકોને ત્યાં બોલાવ્યા. ગામલોકોએ તેને માર્યો પરંતુ તેને ગાંડો ગણીને છોડી મૂક્યો.
કર્મ સાથે સંઘર્ષ કરતા કરતા પ્રભુ ત્યાંથી વિહાર કરી મદન નામના પ્રદેશમાં આવ્યા. ત્યાં બળદેવનાં મંદિરમાં પ્રભુ કાયોત્સર્ગ રહ્યા. અહીં પણ ગોશાળાએ પહેલા જેવું વર્તન કર્યું પરિણામે અત્યારે પણ ગોશાળાએ આવું વર્તન કર્યું તેથી તેને અહીં પણ લોકોએ તેને માર માર્યો. ત્યાંથી પ્રભુ બહુશાળ નામના ગામમાં ગયા. ત્યાં શાળવન નામના ઉધાનમાં ધ્યાનસ્થ થયા ત્યારે શાલાર્ક નામની વ્યંતરીએ પ્રભુનાં કર્મ ખપાવવા પ્રભુ પર અકારણ ઉપસર્ગો કર્યા. કારણ હોય કે અકારણ, પ્રભુ તો ગમે તેવા ઉપસર્ગો જરા પણ ગુસ્સે થયા વગર, સમતા ભાવે સહન કરતા હતા. અહીં પણ આ જ રીતે પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, ત્યારે તે વ્યંતરી થાકીને પ્રભુને વંદન કરીને ચાલી ગઈ. ત્યાંથી પ્રભુ લોહાર્ગલનગરે આવ્યા. ત્યાં ગુપ્તચરોએ તેમને કોઇ જાસુસ માની પકડી લીધા. અને રાજા પાસે હાજર કરવામાં આવ્યા. આ વખતે ઉત્પલ નામના નિમિત્તકે પ્રભુની સાચી ઓળખ કરાવી તેથી રાજાએ પ્રભુને છોડી દીધા અને તેમનો સત્કાર કર્યો. આ પછી પ્રભુ પુનિતાલ નગરે પધાર્યા.
પુરિમતાલનગરમાં પૂર્વે વાગુર નામે ધનાઢ્ય શેઠ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. તેમને કોઇ સંતાન ન હતું. તેથી તેઓએ સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા. છેવટે તેઓ શકટમુખનામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓ પુષ્પ ચુંટતા ચુંટતા એક જીર્ણમંદિર પાસે આવ્યા. આ મંદિર શ્રી મલ્લિનાથ પ્રભુનું હતું. ત્યાં તેમણે પ્રાર્થના કરી “જો
List
|88 views
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org