SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે શાસન પ્રત્યેનો દ્રોહ ગણાશે. તરત જ તેમણે તેના રસોઈયાને આજ્ઞા કરી કે મારા માટે જે કાંઈ અન રાંધેલું છે હોય એ મુનિ - મહારાજાઓને વોહરાવી દો અને બીજા અન્નથી શ્રાવકોને જમાડો. આ માટે રાજાએ તેના અનાજના કોઠારો ખુલ્લા મૂકી દીધા. રાજાની આજ્ઞા થતા રસોઈયાઓએ નવાં નવાં ભોજન બનાવી શ્રાવકોને જમાડયા. અને પોતાની માટે રાંધેલાં અનાજમાંથી સાધુઓને વોહરાવ્યું. જ્યાં સુધી દુકાળની પરિસ્થિતિ ચાલુ રહી ત્યાં સુધી રાજા વિપુલવાહને મુનિ ભગવંતોની અને શ્રાવક - શ્રાવિકાઓની આ પ્રમાણે ભક્તિ કરવાનું ચાલું રાખ્યું. ભૂખી પ્રજાએ રાજાને અનેક આશીર્વાદ આપ્યા અને સાધુ ભગવંતોએ તેમના આ કૃત્યને પુણ્યકર્મની રીતે નવાર્યું. આવી ભક્તિના પ્રતાપે વિપુલવાહન રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક વખત રાજા વિપુલવાહન પોતાના મહેલની અગાશીમાં બેઠા બેઠા પ્રકૃતિના રંગોના દર્શન કરી રહ્યો હતો. એ સમયે એક વાદળ આકાશમાં ચડી આવ્યું. થોડીવારમાં તો તે વાદળ વેરાઈ પણ ગયું. રાજાએ આ બન્ને પરિસ્થિતિને બરાબર ધ્યાનથી નિહાળી હતી. તેણે વિચાર્યું કે સાંજ પડતા પશ્ચિમાકાશમાં સંધ્યાના અવનવાં રંગોની લીલા રચાય છે. ક્ષણિક સુખ પછી ફરી આકાશ મૂળ સ્વરૂપ ધારણ કરે છે. પુનમની ચમકતી ચાંદની કાયમ નથી હોતી. ચઢી આવેલું વાદળ જે રીતે વેરાઈ ગયું, એ રીતે આ માનવજીવન પણ ક્ષણભંગુર છે. આજે જે સુખનાં સાધન લાગે છે તે ઘડીભરમાં હતાં ન હતાં થઈ જાય છે. જે સુખ આજે પ્રસન્નતા અપાવે, એ જ્યારે પૂરાં થઈ જાય છે ત્યારે ફરી નિરાશા અને અજંપો ફેલાવે છે. આ આત્માએ આજે આ સુંદર દેહ ધારણ કર્યો છે, તે આવતી કાલે કરમાઈ જવાનો છે. આ રીતે આ નાશવંત સંસાર પ્રત્યે મોહ રાખવો યોગ્ય નથી. આવા વિચાર સાથે રાજા વિપુલવાહનને સંસારના સર્વ પદાર્થો પર વૈરાગ ભાવ ઉત્પન્ન થયો. આ સંસારની અસારતા સમજાણી અને પોતે મોક્ષસુખના ઉપાય તરીકે સંયમજીવન અનિવાર્ય છે એમ માની દીક્ષા લેવાનું નક્કી કર્યું. જ્ઞાની પુરુષો જ ક્ષણિક સુખની અનુભૂતિને કાયમી માની સ્વીકારી લેતા નથી. સામાન્ય માનવ આકાશમાં ઘેરાતાં અને વિખેરાતાં વાદળોને જોઈને આવું કાંઈ વિચારી શકતો નથી. વિપુલવાહન રાજાએ તેના કુંવર વિમલકીર્તિ સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો. તેમણે કહ્યું, “હે વત્સ! હવે મને આ સંસાર પરથી મોહ ઊતરી ગયો છે. સાચું સુખ તો ચારિત્રગ્રહણ કરી પરંપરાએ મોક્ષપ્રાપ્તિ કરવામાં જ છે. માટે હવે આ રાજ્યનો કારભાર તું સંભાળે એમ હું ઈચ્છું છું.” આજ્ઞાપાલક પુત્ર પિતાજીના વચનોને ઝીલવા અને અમલમાં મૂકવા હંમેશા તૈયાર જ હોય છે. પછી તેનું પરિણામ શું આવશે તેની પરવા કરતો નથી. વિમલકીર્તિકુમારે પણ પિતા વિપુલવાહનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પિતાજીની ઈચ્છા અનુસાર તેમને ચારિત્રગ્રહણ કરવા માટેની બધી તૈયારી શરૂ કરી. વિપુલવાહને રાજ્ય કારભાર વિમલકીર્તિકુમારને સોંપી દીધો અને સ્વયંપ્રભ નામના આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સાધુજીવનની સાર્થકતા સંયમજીવન પર છે. જે સાધુ સંયમજીવનને ઉજ્જવળ બનાવે એટલે કે વિધિપૂર્વકની સંયમ સાધના કરે એ પોતાના પુણ્યકર્મને વધુ મજબૂત બનાવે છે. તેના પુણ્યકર્મમાં ઉમેરો થાય વિપુલવાહન રાજાએ સાધુતા સ્વીકાર્યા પછી ઉત્તમ ચારિત્રજીવન જીવવાનું શરૂ કર્યું. વીશ સ્થાનક તપની આરાધના કરી બાંધેલાં તીર્થંકર નામકર્મને વધુ પોષક બનાવ્યું. પરંપરાએ તેમનું આયુષ્ય પૂર્ણ થતાં વિપુલવાહન . મુનિભગવંત ત્યાં કાળધર્મ પામ્યા. Suu uuuuuuu(૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy