________________
GSSS
=
=
=
=
III ભવ બીજો ||
વિપુલવાહન રાજાએ પ્રથમ ભાવમાં ભૂખથી પીડાતા જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ તેમજ પ્રજાજનો માટે એ પરિસ્થિતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાનાં અનાજના ભંડારો ખુલ્લા મુકી દીધા હતા. એ વખતે બાંધેલાં અને પછી તેને પોષેલાં પુણ્યકર્મના પરિણામે બીજા ભવમાં તેમનો જીવ આનત નામના નવમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
દેવલોકમાં પરંપરા મુજબ સુખ-વૈભવ જ ભોગવવાના હોય, એ રીતે વિપુલવાહનનો જીવ દેવ સ્વરૂપે દેવલોકના સુખ ભોગવવા લાગ્યો. અહીં પણ તેના રૂપ, લાવણ્ય અને મોહક દેહાકૃતિનાં પરિણામે દેવાંગનાઓનો અતિપ્રિય બની ગયો. સુખપૂર્વક દિવસો પસાર કરતા કરતા, ત્યાનું આયુષ્ય પૂર્ણ થતાં વિપુલવાહનના જીવનું ત્યાંથી ચ્યવન થયું.
પૂર્વના પુણ્યોદયે દેવલોકના સુખ પામ્યા પછી પણ પુણ્યરાશિમાં જો વધારો થયો હોય તો તે જીવનું ચ્યવન ફરીથી ઊંચ ગોત્રમાં થાય છે. અહીં વિપુલવાહને તેનો બીજો ભવ પૂર્ણ કર્યો.
[ભવ ત્રીજો
આનત નામના દેવલોકમાંથી વિપુલવાહનનો જીવ પૂર્વ ભરતાર્ધમાં આવેલી વસ્તી નગરીમાં જિતારી રાજાની સેનાદેવી રાણીની કુક્ષિને વિષે ફાગણ સુદ આઠમને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો, ત્યારે પુત્ર તરીકે ઉત્પન્ન થયો.
આ સમયે સેનાદેવી રાણીએ ચૌદ માસ્વપ્નો જોયાં. આ ચૌદ સ્વપ્નો એટલે તીર્થકરની માતા સ્વપ્નો જુએ છે એ જ સ્વપ્નો અનુક્રમે જોયા. આ સ્વપ્નો જોવાથી માતાના આનંદનો પાર ન રહ્યો. સવાર સુધી જાગતા રહીને આ સ્વપ્નોનું ફળ જાણવા જિતારી રાજાને વિનંતી કરી. રાજા પણ આ સ્વપ્નોની વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થયો. સુપન પાઠકને બોલાવવામાં આવ્યો. તેણે અગાઉ ચરિત્રોમાં વર્ણવ્યા પ્રમાણે ચૌદે ચોદ સ્વપ્નો અને તેનાં પરિણામો વિષે જણાવતા કહ્યું કે જે પુત્રનો જન્મ થશે તે તીર્થકર બનશે. આ સાંભળી જિતારી રાજા અને સેનાદેવી રાણીએ પોતાને ત્યાં ઉત્તમ વ્યક્તિના જન્મ થવા વિષેની વાત માટે સોનૈયાનું દાન કર્યું.
અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ થયા પછી માગશર સુદ ચૌદશને દિવસે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં હતો ત્યારે સેનાદેવીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તીર્થંકર પરમાત્માનું શરીર જન્મથી જ અશુચિરહિત હોય છે. એ રીતે અહીં પણ અશુચિરહિત શરીરવાળા, સુવર્ણવર્ણવાળા અને અશ્વના લાંછનવાળા પુત્રને પામી પિતા જિતારી અને માતા સેનાદેવી ખૂબ જ હર્ષ અનુભવવા લાગ્યા.
આ સમયે નારકીના જીવોએ થોડી ક્ષણો સુખનો અનુભવ કર્યો. ત્રણેય લોકમાં પુણ્ય પ્રકાશ ફેલાયો. તીર્થકર ભગવાનના જન્મ સમયે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય એટલે અવધિજ્ઞાન વડે તેમને ખબર પડે કે તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. અત્યારે પણ ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાના ઘેર તીર્થંકર પરમાત્મા પુત્રરૂપે જન્મ્યા છે. તરત જ દેવદુદુભિનો નાદ છે
Liા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org