SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ પ્રભુનું ચરિત્ર હે વીણાવાદિની દેવી સરસ્વતી ! સંસારના તાપનું શમન કરાનારા, ત્રણે લોકના સ્વામી, સંસારને છેદનારા અને સમગ્ર પૃથ્વીને પવિત્ર કરી, પુણ્યની જ્યોતને પ્રજ્જવલિત કરનારા શ્રી સંભવનાથ પ્રભુના ચરિત્રને મતિ અનુસાર ગઠિત કરવાના આ પ્રયાસમાં શાસનદેવની કૃપાદૃષ્ટિ થાઓ ! Iી ભવ પહેલો || જે રીતે જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરોના આગમનથી સમગ્ર પૃથ્વીતલ પરમ પાવન બની રહ્યું હતું, એ રીતે ઘાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં આવેલી નગરી ક્ષેમપરા પણ પાવન ભૂમિ ગણાતી. આ ક્ષેત્રમાં ઉત્તમ પુરુષો અને ઉત્તમ આત્માઓએ જન્મ લીધો હતો. તેથી ક્ષેમપરા નગરી શ્રેષ્ઠીવર્યોના આવાસથી શોભી રહી હતી. ક્ષેમપરા નામની આ નગરીમાં વિપુલવાહન નામનો રાજા હતો. વનવગડાની વાટે, ધોમધખતા તાપમાં ચાલ્યા જતા મુસાફરો જ્યારે સૂરજ નારાયણના શ્રાપને સહન કરી લાચાર થઈ ગયા હોય ત્યારે, જો અચાનક એકાદ લીલુંછમ વૃક્ષ નજરે ચડે અને તેની શીતળ છાયામાં જતા જ જે સુખદ ક્ષણોનો અનુભવ થાય, એવો અનુભવ વિપુલવાહન રાજાના આશ્રયે આવનારને થતો. તેમની પાસે આવનાર વ્યક્તિ પોતાના દુઃખ કે થાકને ભૂલી જતી અને પરમ શાતાનો અનુભવ કરી પ્રસન્ન થઈ પાછી જતી. પ્રજાપાલક તરીકે ખૂબ જ નામના મેળવનાર વિપુલવાહન રાજા સેવા, સદ્ગણ અને ઉમદા આદર્શના નમૂનારૂપ હતો. પ્રજાના સુખ માટે હંમેશા તે પ્રયત્નો કરતો. તેની છત્રછાયામાં પ્રજાજનો સુખ અને સંતોષનો શ્વાસ લેતા. ઘણી વખતે વધુ પડતુ સુખ માણસ જીરવી ન શકે અથવા તો જાણે પ્રકૃતિને આ વાત મંજૂર ન હોય એવું બને. વિપુલવાહન રાજા અને પ્રજા સંતોષનો રોટલો ખાતા હતા. એક વખત તે નગર પર પ્રકૃતિનો પ્રકોપ ઊતર્યો. ચોમાસું બેસતા જ આકાશમાં અષાઢી વાદળો ઊતરી આવે અને પછી તો ચોમાસામાં વરસાદની હેલી ચડે. જીવ-જંતુની જેમ માનવહૈયાં પણ હિલ્લોળા લેવા લાગે, એની બદલે, મહા દુષ્કાળ પડ્યો. આકાશમાં કોઈ વાદળ ન રચાય, ધરતીની ગોદમાં જાણે કે ઊંડા ચીરા પડયા હોય, એ રીતે ચારે બાજુ ઉજ્જડ અને વેરાન વગડા દેખાતા હતા. નદી - તળાવના પાણી સૂકાઈ ગયા હતા. જીવ - જંતુઓ અને વનસ્પતિ પાણી વગર પીડાતા હતા. હજારો પશુ – પંખી અને માણસો ભૂખમરાનો ભોગ બની મરવા માંડયા હતા. એ સમયે ચારે બાજુએ ભૂખ્યા લોકોની ચીસો વિપુલવાહન રાજાના ધ્યાન પર આવી. આ સાંભળી તેને ખૂબ જ દુઃખ થયું. તેને થયું કે પોતાની હાજરી હોવા છતાં પોતાની પ્રજાને ભૂખમરો સહન કરવો પડે છે ? પ્રજાપાલક રાજા આવા સમયે જ સાચી દયા અને પ્રજા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. તેની હાજરીમાં પ્રજા ભૂખે મરે તો રાજાનો પ્રજા પ્રત્યેનો ધર્મ શું ? વિપુલવાહન રાજાને લાગ્યું કે સાધુ-સાધ્વી અને પ્રજા-ચતુર્વિધ સંઘ દુકાળના ઓળામાં સપડાઈ જશે તો (૪૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy