________________
ફોટો સૌજન્ય
Jain Education International
શ્રી સંભવનાથ ભગવાન
શ્રી રૂપાણી (કમળાબેન) જૈન ઉપાશ્રયના બહેનો
ભાવનગર
સ્તુતિ
જે શાન્તિનાં સુખ-સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિકજનનાં ચિત્તમાં નિત્ય ગાજે; દેવેન્દ્રોની પ્રણયભરીની ભક્તિ જેને જ છાજે, વન્યું તે સંભવજિનતણા પાદપો હું આજે.
ચૈત્યવંદન
સાવત્થી નય૨ી ઘણી, શ્રી સંભવનાથ, જિતારિ નૃપ નંદનો, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજો નવ અંગે; ચારશે ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ, સાઠ લાખ પુરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરંગ લંછન પદપદ્મને, નમતાં શિવ સુખ થાય.
થોય
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખશાતા, માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન શાતા, દુઃખ દોહગ વાતા, જાસ નામે પલતા.
3 ......
...
૧
સ્તવન
સંભવદેવ તે ધુર સેવો સવેરે, લહી પ્રભુસેવન ભેદ; સેવનકારણ પહિલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હો જે પરણામનીરે, દ્વેષ અરોચક ભાવ;
ખેદપ્રવૃતિ હો કરતાં થાકીયેરે. દોષ અબોધિ લખાવ. સં. ૨ ચર્માવત્તન હો ચરમ કરણ તથારે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળ દૃષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચનવાક. સં. ૩ પરિચય પાતક હો ઘાતક સાધુશ્રે, અકુસળ અપચયચેત; ગ્રંથઅધ્યાતમ શ્રવણ મનન કરીરે, પરિસીલન નયહેતા સં. ૪ કારણ જોગે હો કારજ નીપજેરે, એહમાં કોઈ ન વાદ; પિણ કારણ વિણ કારજ સાધીયેરે, તેજિનમત ઉનમાદ. સં. પ મુગ્ધ સુગમ કરિ સેવન આદરેરે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચનારે, આનંદઘન રસરુપ.
સં.
For Private & Personal Use Only
ર
૩
ફોટો સૌજન્ય
www.jainelibrary.org