________________
આ બાજુ રાજા વસેને પણ પોતાના પુત્ર પુષ્કલપાલને રાજગાદી સોંપી ચારિત્ર ગ્રહણ કર્યું. એક વખત પુષ્કલપાલ પ૨ આજુબાજુના રાજાઓએ આક્રમણ કર્યું. તેથી તેણે વાંધની મદદ માગી. રાજા વર્જાઘ વિશાળ સેના સાથે આવી પહોંચતા દુશ્મનોની તાકાત ઘટી ગઈ.
એ દરમિયાન રસ્તામાં બે મુનિરાજો સાગરસેન અને મુનિસેનને વાંઘ અને શ્રીમતીએ જોયા. બન્ને મુનિરાજોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભાવપૂર્વક વંદના કરી વાંઘ રાજાએ શ્રીમતીને જણાવ્યું કે સંસારમાં સાચું સુખ ક્યારેય મળતું નથી. આ માટે દીક્ષા ગ્રહણ કરવાથી જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમતીએ પણ કહ્યું, ‘“હે સ્વામિન! હું પણ તમારી સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ.’' આ રીતે મનથી નક્કી કરી તેઓએ લોહાર્ગલ નગ૨માં પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો.
કહેવાય છેકે કર્મના પરિણામ ક્યારેક કેવા વિચિત્ર અને ખતરનાક હોય છે તે કહેવાય નહીં. કોણ ક્યારે કોનાથી છૂટા પડે કે કોણ કોને મળે એ વિષે કલ્પના પણ કરી શકાતી નથી.
એક બાજુ વજ્જધ૨ાજા પાછા વળતા રસ્તામાં ચારિત્રગ્રહણ કરવાનું નક્કી કરી આવ્યા છે અને બીજી બાજુ તેનો પોતાનો કુંવર પોતાને રાજગાદી નહીં મળે તો એની શંકામાં પ્રધાનમંત્રીને ફોડી, પિતાને મોતને ઘાટ ઊતારવાનું કાવતરું રચી રહ્યો હતો.
વેરની આગ કે લોભનો શેતાન જ્યારે મન ૫૨ સવા૨ થઈ જાય છે ત્યારે બુદ્ધિ અને લાગણીનો હ્રાસ થાય છે. વાંધ અને શ્રીમતીના શયનખંડમાં પુત્ર વિષનો ધુપ કર્યો અને ઝેરી ધુમાડો ચારે તરફ ફેલાઈ ગયો. શ્વાસમાં આ ધુમાડો જવાથી વધ અને શ્રીમતી બન્ને ગુંગળાઈને મૃત્યુ પામ્યા. આ રીતે વજંધ આયુષ્ય પૂર્ણ કર્યું અને સાથે શ્રીમતીએ પણ ત્યાં જ આયુષ્ય પૂર્ણ કર્યું.
ભવ સાતમો
એમ કહેવાય છે આયુષ્ય પૂર્ણ થતા સમયે જે સ્થિતિ હોય છે એવી સ્થિતિમાં આત્મા નવા જન્મે દેહ યારણ કરે છે. એક જ પ્રકા૨ની ચિંતા સાથે મ૨ના૨ની ગતિ હંમેશા એક સરખી થાય છે. અર્થાત્ આયુષ્યને અંતે એક સરખી પરિણતિવાળાં પ્રાણીઓની ગતિ ઘણું કરીને સરખી થાય છે.
વઘ રાજા અને શ્રીમતી રાણી બન્ને સરખી સ્થિતિમાં મૃત્યુ પામ્યા. તેથી આયુષ્યના અંતે બન્ને ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિકરૂપે અવતર્યા.
ના રીતે ધન સાર્થવાહનો જીવ વાંઘ રાજા રૂપે છઠ્ઠો ભવ પૂર્ણ કરી સાતમા ભવે યુગલિક તરીકે ઉત્પન્ન
થયો.
એ ક્ષેત્રમાં યુગલિકોની અને ક્ષેત્રની કેટલીક વિશિષ્ટતાઓ હતી. ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થતી. યુગલિકોના જન્મ, ઉછેર, લગ્ન અને મૃત્યુ સાથે જ થતું. આ રીતે તે યુગલિકો એટલે કે ભાઈ-બહેનના લગ્ન થતા અને આનંદ - ઉલ્લાસથી જીવન ગુજારતા.
આ સ્થિતિ અનુસા૨ યુગલિકો તરીકે ઉત્પન્ન થયેલ રાજા વછ્યુંધ અને તેની પત્ની શ્રીમતીના જીવે યુગલિક ધર્મ પ્રમાણે જીવન પસાર કરતા કાળક્મે આયુષ્ય પૂર્ણ કર્યું.
Jain Education International
૧ ૦
For Private & Personal Use Only
www.jainelibrary.org