________________
IIIII) ભવ આઠમો
III)
પૂર્વભવમાં કરેલાં સત્કર્મો આત્માને નિશ્ચિત ઉત્તમકુળમાં સ્થાન અપાવે છે અને કુકર્મોનાં પરિણામ સ્વરૂપે એ આત્મા તિર્યંચ કે નરકગતિમાં અથવા નીચ ગોત્રમાં જન્મ પામી અનેક કષ્ટો સહન કરે છે. ઉત્તમ કર્મોનું પરિણામ ઉત્તમ મળે છે. આ સિદ્ધાંત અનુસાર ધન સાર્થવાહનો જીવ છઠ્ઠા ભવે વજંઘ રાજા, તેમજ સાતમાં ભવે યુગલિક તરીકે ઉત્પન્ન થયા પછી આઠમાં ભાવે પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એ જ રીતે વજંઘની રાણી શ્રીમતીનો જીવ પણ યુગલિકનો ભવ પૂર્ણ કરી એ જ દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ
કર્યો.
આ બન્ને દેવો એક એકથી ચડિયાતું એવું કામદેવ સમાન રૂપવાળા બન્યા. જે રીતે એક પુષ્યની પાંખડીઓમાં કઈ ઉત્તમ કે કઈ કનિષ્ક એ નક્કી કરવું મુશ્કેલ છે એ રીતે આ દેવોનાં રૂપકામણ એકબીજાથી ચડિયાતા હતા. પરિણામે સૌન્દર્ય અને લાવણ્યની મોહક – મનોહર સૃષ્ટિનું નિર્માણ દેવલોકમાં થયું હતું. રૂપરૂપના અંબાર સમી દેવાંગનાઓના કામણે તો દેવલોકમાં સુખ-વૈભવના મહાસાગરો છલકાવ્યા હતા. પૂર્વભવના સ્નેહના તાંતણે બંધાયેલા બન્ને દેવો વચ્ચે અત્યારે પણ સ્નેહની ગાંઠ બંધાણી હતી.
ભોગ-વિલાસ અને સુખ વૈભવથી છલકાતું દેવલોક જોઈ કોણ મોહ ન પામે ? આ બન્ને દેવો પણ સુખમાં વ્યસ્ત બની જીવન પસાર કરવા લાગ્યા. કાળક્રમે દેવલોકમાં દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ થતા ધન સાર્થવાહ આઠમાં ભવે દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું.
SS
III) ભવ નવમો
III)
મણિમય અને મૂલ્યવાન રત્નોથી આચ્છાદિત દીવાલોમાંથી પ્રગટતા પ્રકાશપુંજથી ઓપતા આવાસોથી સુશોભિત એવું નગર એટલે ક્ષિતિપ્રતિષ્ઠિત. આ ભવ્ય નગર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. આ નગરના નગરજનો રાત્રિના અંધકારને હટાવવા ક્યારેય દીપક પ્રગટાવતા નહીં કારણ કે તેમના આવાસોની તેજસ્વી દીવાલોમાંથી પ્રતિબિંબિત થતાં પ્રકાશપુંજથી સમગ્ર વાતાવરણ અજવાસવાળું બની જતું. આ અજવાસ પાસે દીપકોનો પ્રકાશ તો અસમર્થ બની નિસ્તેજ લાગતો હતો, આથી આ નગરજનો માત્ર જિનપૂજાના પ્રસંગોએ જ દીપક પ્રગટાવતા.
આવા ભવ્ય નગરમાં ઈશાનચંદ્ર રાજા પોતાના બળ-બુદ્ધિ અને ગુણથી પ્રજામાં પ્રિય બન્યો હતો. તેણે દશેય દિશામાં પોતાની કીર્તિ ફેલાવી હતી. તેણે સોમ, યમ, વરૂણ તેમજ કુબેર જેવા સમર્થ દિક્ષાલો પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. આ નગરમાં યમરાજ પણ મહાવ્યાધિ સિવાય સામાન્ય માંદગીમાં કોઈનો જીવ લઈ જવાની હિંમત કરી શકતો નહિ.
આ નગરમાં સુવિધિ નામના સમર્થ વૈદ્યરાજ રહેતા હતા. વજદંઘનો જીવ દેવલોકમાંથી અવીને આ વૈદ્યરાજને ઘેર પુત્ર તરીકે અવતર્યો. તેના જન્મથી સમગ્ર વાતાવરણમાં આનંદ - મંગલ છવાઈ ગયા તેથી તેનું નામ જીવાનંદ રાખવામાં આવ્યું. આ જ સમયે આ નગરમાં બીજા પાંચ પુત્રોનો જન્મ થયો. જેમાં ઈશાનચંદ્ર રાજાને ત્યાં મહીધર, જે મહા બુદ્ધિશાળી હતો. બીજો મંત્રીનો પુત્ર સુબુદ્ધિ, તે પણ બુદ્ધિશાળી હતો. ત્રીજો પુત્ર
(૧૧)
T
ITLTLTLTLTLTLT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org