SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાગરદત્ત સાર્થવાહનો પુત્ર પૂર્ણભદ્ર, જે પૂર્ણિમાના ચાંદ જેવો તેજસ્વી હતો. ગુણાકર નામે ચોથો પુત્ર, ગુણોનો ભંડાર ગણાતો, એ જ સમયે તે નગરના શ્રેષ્ઠિવર્ય ઈશ્વરદત્તને ત્યાં શ્રીમતીનો જીવ ચ્યવીને કેશવ નામે પુત્ર થયો. આ છએ વ્યક્તિ - જીવાનંદ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર, ગુણાકર અને કેશવ પ્રતિભાસંપન્ન, ગુણવાન અને બુદ્ધિશાળી હતા તેથી તેઓ ગાઢ મિત્રો બની ગયા. જીવાનંદે પોતાના પિતાના વ્યવસાયને સારી રીતે અપનાવી લીધો. વૈદ્ય તરીકે તે પોતાના પિતા કરતા પણ વધુ ખ્યાતિ પામ્યો. પાંચેય મિત્રો તેને યથાયોગ્ય સાથ આપતા હતા. જીવાનંદની વૈદ્યવિદ્યાને ચંદ્રની માફક શીતળ ગુણવાળી ગણવામાં આવતી. એક વખત વૈદ્યશિરોમણિ જીવાનંદના ઘેર પાંચેય મિત્રો ચર્ચા કરતા બેઠા હતા. એ સમયે એક મુનિરાજ ભિક્ષા માટે પધાર્યા. તે મહાતપસ્વી હતા. તપથી તેનું શરીર સૂકાઈ ગયું હતું. તેના શરીરે કૃમિરોગ થયો હતો, છતાં તેના ચહેરા પર કોઈ ગ્લાનિ દેખાતી ન હતી. મુમુક્ષુ વ્યક્તિનું તેજ કાંઈક જુદુ જ લાગે છે.એમ આ મુનિરાજ પણ તેજસ્વી દેખાતા હતા. તેમની પીડાનો પાર ન હતો, પણ ચહેરા પર પ્રસન્નતા ખીલેલી હતી. જીવાનંદે મુનિરાજને જોયા પરંતુ તેના મનમાં મુનિરાજની ચાકરી કરવાનો વિચાર ન આવ્યો. મહિધર અને બીજા મિત્રો આ જોઈને વિચારવા લાગ્યા, તરત મહિધરે જીવાનંદને તેની ફરજ વિષે સમજાવ્યું અને કહ્યું કે આ મુનિવરની પીડા મટાડવી એ આપણી ફરજ છે. આ વાત સાંભળી જીવાનંદને પોતાની ફ૨જ સમજાણી અને મિત્રનો આભાર માની બધા મિત્રોને અલગ અલગ ઔષધિ લાવવાનું કહ્યું. ગૌશીર્ષ ચંદન, રત્નકંબલ જેવી મૂલ્યવાન ઔષધિઓ લેવા માટે જ્યારે મિત્રો ગયા અને શેઠે આની કિંમત સવા લાખ સૌનૈયા જણાવી અને ખરીદવાનું કારણ પૂછ્યું, ત્યારે મિત્રોએ મુનિરાજની ચાકરી વિષે વાત કરી. આ સાંભળતા જ દુકાનદાર શેઠે તેની કિંમત લેવાની ના પાડી. ખરેખર ! જેના દિલમાં દયા છે અને મુનિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવ છે એ વ્યક્તિ માટે ધનની કિંમત કરતા સેવાની કિંમત વધુ હોય છે. વર્ષા તુમાં પોતાના શીતળ જળ વડે જે રીતે મેઘરાજા ગ્રિષ્મથી તપ્ત થયેલી ધરતીને શાતાનો અનુભવ કરાવે છે, એ રીતે ગોશીર્ષ ચંદનના લેપથી અને લક્ષપાક તેલના પ્રભાવથી મુનિરાજને કૃમિરોગમાં શાંતિ - શાતાનો અનુભવ થયો. તેના શરીરમાંથી ખરતા કૃમિઓ રત્નકંબલ પર ખરી ગયા કારણ કે જીવાનંદે મુનિરાજનું આખું શરીર આ રત્નકંબલમાં લપેટી દીધું હતું. આ કૃમિઓની હિંસા ન થાય એ રીતે કૃમિઓને જીવાનંદે ગાયના મૃતક પર ખંખેરી નાખ્યા. દયાળુ વ્યક્તિ એક જીવને બચાવવા બીજા જીવોની હિંસા ન થાય એનો ખ્યાલ રાખે છે. જીવાનંદે મુનિરાજના શરીર પર ઉપર મુજબ બે-ત્રણ વખત લેપ કર્યો. ધીમે ધીમે મુનિ ભગવંત રોગમુક્ત થયા. પોતાની જાતને કૃતાર્થ કરી મુનિ ભગવંતની સેવા કરવાનો આનંદ બધા મિત્રો અનુભવવા લાગ્યા. ‘ધર્મલાભ’ આપી મુનિ મહારાજે વિહાર કર્યો. વધેલાં ગોશીર્ષચંદન અને રત્નકંબલને વેચવાથી જે ધન પ્રાપ્ત થયું તેમાંથી આ છએ મિત્રોએ સુવર્ણમય ધ્વજ-પતાકાના સમૂહ વડે શોભતું ત્રણેય લોકમાં અત્યંત દેદીપ્યમાન જિનપ્રતિમાને સ્થાપિત કરેલું જિનાલય બંધાવ્યું. આઠ કર્મોના નાશ માટે અને સંસારની ચાર ગતિનાં પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે જીવાનંદ અને તેના મિત્રો ભાવપૂર્વક પૂજા-આરાધના કરવા લાગ્યા. અંતે સંસારની અસારતા સમજાતા તેઓએ સાથે જ ચારિત્ર ગ્રહણ કર્યું. ગગનમંડપના તારાઓ વચ્ચે જે રીતે તેજસ્વી ગ્રહો પરિભ્રમણ કરે એ રીતે આ છ એ સાધુઓ Jain Education International (૧ ૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy