SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છે પણ ઉઘાડા પગે ભગવાનને સત્કારવા દોડયા. પોતાને પૂર્વભવના સંસ્કારોના કારણે જાતિઃસ્મરણ જ્ઞાન થયું. તે તે મુજબ તેણે જાણ્યું કે વજનાભ ચવર્તિના ભવમાં જ્યારે પ્રભુ હતા ત્યારે તે તેમનો સારથી હતો. વજનાભ it સાથે દીક્ષા પણ લીધી હતી. આજે મારું જીવન ધન્ય બની ગયું. આ રીતે પોતાના સદ્ભાગ્ય વિષે વિચારતા હતા ત્યાં શેરડીના રસના ઘડા ભરેલાં કોઈએ ભેટ ધર્યા. આ રસમાંથી પ્રેમપૂર્વક પારણું તેમણે પ્રભુને કરાવ્યું. આ સમયે દેવદુદુભિ વાગી અને દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. શ્રેયાંસકુમારના ઘેર પારણું કર્યા પછી પ્રભુએ વિહાર શરૂ કીધો. વિહાર કરતા કરતા સાંજે તેઓ બાહુબલિનો પ્રદેશ હતો ત્યાં આવી પહોંચ્યા. વનપાળે બાહુબલિને ખબર આપ્યા. ઈન્દ્ર જેવા ઠાઠ-માઠથી તે ભગવાનને મળવા ચાલ્યો. તે વિચારવા લાગ્યા કે પોતે વચ્ચે આવતા હતા છતાં ભગવાન તેને વચ્ચેથી છોડીને પસાર થઈ ગયા. છેવટે ભગવાનનાં પગલાંની પૂજા કરી મહાસામ્રાજ્યના સ્વામી બની ધર્મચક્રની સ્થાપના કરી. આ બાજુ દીક્ષા ગ્રહણ કર્યા બાદ ભગવાન વિવિધ અભિગ્રહો સાથે વિચરતા હતા. એક વખત અયોધ્યા નગરીમાં શકટમુખ નામના ઉદ્યાનમાં તેઓ અઠ્ઠમ તપ કરી વડના ઝાડ નીચે કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હતા, ત્યારે સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા. અંતે આ રીતે એક હજાર વર્ષના અંતે તેઓને સુખાકારી એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે વખતે પણ ઈન્દ્રાસન કંપ્યું અને દેવલોકમાં ઘંટારવ થયો. અવધિજ્ઞાનથી જાણ્યું કે ભગવાનનો આ કેવળજ્ઞાનનો સમય છે એટલે મહોત્સવની તૈયારી સાથે ઈન્દ્ર ચિંતવન કર્યું. તેણે આઠ સુંઢ, આઠ દંતશૂળવાળા ઐરાવત હાથી તૈયાર કર્યો. સપરિવાર ઈન્દ્રો પ્રભુનો આ કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. અલગ અલગ દેવોએ જુદી જુદી વિદ્યાઓ દ્વારા ભુમિ સ્વચ્છ કરી, સુવર્ણ, રત્ન, મણિ તથા માણેક પાથરી ભૂમિતળ બનાવ્યું. તેના પર સુગંધી પુષ્પો પાથર્યા. સમવસરણ માટે પહેલો રત્નોનો ગઢ, બીજો સુવર્ણનો અને ત્રીજો રૂપાનો ગઢ તૈયાર કર્યા. બે વૈમાનિક દેવો દ્વારપાળ તરીકે રહ્યા. ચાર દેવીઓ પણ સિંહાસનની મધ્યમાં વ્યતરદેવોએ ત્રણ કોશ ઊંચું અને એટલી જ પ્રતિભાશાળી છાયા આપતું ચૈત્યવૃક્ષ-અશોકવૃક્ષ રચ્યું. વૃક્ષની નીચે વિવિધ રત્નોની જડેલી પીઠિકા તૈયાર થઈ. મધ્યમાં રત્નસિંહાસન અને ભગવાનના સ્વામીપણાંને પ્રગટ કરાવતા ત્રણ છત્રો, સિંહાસનની બન્ને બાજુ બે યક્ષો ઉજ્જવળ ચામર લઈને ઊભા હતા. સમવસરણના દરેક ગઢના કાંગરે કાંગરે રત્ન અને સુવર્ણના તોરણો તેની શોભામાં વધારો કરતા હતા. સ્તંભો પર ઉત્તમ રત્નોથી બનાવેલી પૂતળીઓ શોભી રહી હતી. સમવસરણના ચારેય દ્વાર ઉપર અદ્ભુત શોભાવાળું એકેક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રચ્યું હતું. આ રીતે મણિ-માણેક, રત્નો, સુવર્ણના કમળો, નીલમણિના તોરણો અને ખૂબ જ ઊંચુ અશોકવૃક્ષ સહિત સમવસરણે અસાધારણ સૌન્દર્ય ધારણ કર્યું હતું. પ્રાતઃકાળે સમવસરણમાં પ્રવેશ કરવાને સમયે દેવોએ સહસ્ત્ર પાંખડીઓવાળાં નવ સુવર્ણકમળો રચીને પ્રભુની આગળ મૂક્યા. તેમાંના બે-બે કમળો પર આગળ વધતા વધતા તેઓ અશોકવૃક્ષ પાસે પહોંચ્યા. પૂર્વદ્વારથી વૃક્ષની પ્રદક્ષિણા શરૂ કરી, તીર્થને નમસ્કાર કરી, સિંહાસન પર પ્રભુ સ્થાપિત થયા એટલે વ્યંતર દેવોએ બીજી ત્રણેય દિશામાં રત્ન સિંહાસન ઉપર એકેક પ્રતિબિંબ સ્થાપિત કર્યું. તેમની નજીક એક રત્નમય |ધ્વજ શોભતો હતો. IIIIIII ( ૩ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy