SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારબાદ વૈમાનિક દેવોની સ્ત્રીઓ પૂર્વદ્વારેથી તીર્થ અને તીર્થંકરને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં પોતાના સ્થાને બિરાજી બાકીના ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કની સ્ત્રીઓએ પણ વિધિવત પ્રવેશ કરી પોતાના સ્થાને બિરાજી. પુરુષો અને સ્ત્રીઓ પણ એ ગઢમાં બેઠી. બીજા ગઢમાં તિર્યંચો આવીને બેઠા. આપસ-આપસમાં વેર-ભાવ ભૂલી જઈ, સૌ સમાન ધો૨ણે બેઠા હતા. ત્રીજા ગઢના મધ્યભાગમાં વાહનો વગેરે રખાયા. આ રીતે તમામ જીવો પોતાને મળેલાં સ્થાન ૫૨ ગોઠવાયા. પછી ઈન્દ્રે ભગવાનને સ્તુતિ કરી. આ બાજુ ઋ ષભ મહારાજાની દીક્ષા પછી મરુદેવા માતાની આંખનાં આંસુ સૂકાતા ન હતા. પરિણામે આંખોનું તેજ જાણે છિનવાઈ ગયું હતું. પુત્રવિયોગે ઝૂરતી માતા પાસે જઈ ભરત ચક્રવર્તિએ તેમને ઋ ષભદેવ પધાર્યાની વાત કરી. એ પહેલા માતા વિચારતા હતા, “મારા પુત્ર ઋ ષભને ટાઢ, તડકા સહન કરવા પડતા હશે, અનેક કષ્ટોને એ કોમળ શરીર કેવી રીતે સહન કરતું હશે ?’ દીકરો ગમે તેટલો મોટો હોય, માતાને માટે તો તે બાળક જ ગણાય. ભરત મહારાજાને યમક અને શમક નામના બે પુરુષોએ શકટાનન ઉદ્યાનમાં પ્રભુજી પધાર્યા છે અને તેમના કેવળજ્ઞાન વિષે તેમજ ભરત મહારાજાની પોતાની આયુધશાળામાં ઉત્પન્ન થયેલાં ચક્ર વિષે વાત કરી. ભરત મહારાજા વિનયી અને ડહાપણવાળાં હતા. ચક્ર કરતાય ધર્મચક્ર વધુ મૂલ્યવાન માનીને ૫૨માત્મા પાસે જવાનો નિર્ણય પહેલા કર્યો. સૌને તૈયા૨ી ક૨વાનો આદેશ આપી માતા મરુદેવાને ઋ ષભદેવના આગમનના અને તેમની પાસે જવાના સમાચાર કહેવરાવ્યા. અત્યાર સુધી પુત્ર વિરહમાં માતાની આંખો નિસ્તેજ થઈ ગઈ હતી. આ વાત સાંભળી તેમના આનંદનો પાર ન રહ્યો. ભરત મહારાજાએ માતાને હાથી ૫૨ બેસાડયા. આગળ ઈન્દ્ર ધજા અને હાથી, ઘોડા, ૨થ વગેરે મોટા ૨સાલા સાથે ભરત મહારાજાની સવારી શ્રી તીર્થંક૨ ૫૨માત્માના દર્શનાર્થે જઈ રહી હતી. પુત્રને જોવા આતુર આંખો દર્શન માટે વ્યાકુળ બની ગઈ હતી. ભરત મહારાજાએ સમગ્ર સમવસરણનું સુંદર વર્ણન માતા પાસે કર્યું. આવી મનોહ૨ શોભાનું વર્ણન સાંભળી અને ગીત-વાજિંત્રોના સૂર-તાલ સાંભળી માતાના આનંદથી તેમની આંખે વળેલ પડળો ધોવાઈ ગયાં. પુત્રને જોઈને હર્ષઘેલી બનેલા મરુદેવા માતા લયલીન બની ગયા. તત્કાળ મન કોઈ અગાધ ઊંડાણમાં ખોવાયું અને કર્મબંધ તૂટતા જેમ આગળ આગળ સોપાન ચડી શકાય એ રીતે પુત્રના મોહમાં વિહ્વળ બનેલું મન હવે શાંતિનો, પરમ સુખ અને સંતોષનો અનુભવ કરવા લાગ્યું. ત્યારે ક્ષપકણિ મંડાણી હોઈ માતા તેના એક એક પગથિયે ચડતાં ગયા. શાશ્વત સ્થાન એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય એ પહેલાની જે મનઃસ્થિતિ હોય એવી સ્થિતિમાં માતાની ચિત્તની પ્રસન્નતા સ્પષ્ટ જણાતી હતી. ધીમે ધીમે તેમને કેવળજ્ઞાન થયું અને તે જ વખતે આયુષ્યપૂર્ણ થતાં મોક્ષે ગયા. આખુંય વાતાવ૨ણ આનંદ અને શોકની મિશ્રિત લાગણીયુક્ત બની ગયું. આ રીતે આ અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ કેવળજ્ઞાની મરુદેવા માતા બન્યા. દેવોએ માતાના મૃત શરીરની યોગ્ય ક્રિયાવિધિ કરી. ભરત મહારાજાએ સમવસરણમાં પોતાના પરિવા૨સહિત સ્થાન ગ્રહણ કર્યુ. બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ભગવાને પાત્રીશ અતિશયવાળી અને યોજનગામિની વાણીમાં એટલે કે દરેક ગતિનો જીવ એક યોજન દૂરથી પણ ઉપદેશ કે વાણી સાંભળી અને સમજી શકે એ રીતે દેશના આપવાની શરૂ કરી. સંસારની આધિ, Jain Education International ==(૩૫) For Private & Personal Use Only ---- www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy