SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ SA વ્યાધિ અને ઉપાધિ વિષેની વાતો અસ્મલિત વાણી પ્રવાહમાં વહેતી હતી. આ સંસારમાં શાશ્વત અને નાશવંત છે સુખ ક્યાં ક્યાં છે એની તરફ નિર્દેશ કરતા પ્રભુએ સાંસારિક સુખ, સમક્તિ, ચારિત્ર, ધર્મ, આચારો, સત્યઅસત્ય, જીવ-અજીવ આદિ તત્વો પર વિશિષ્ટ શૈલીમાં સમજાવ્યું. આ દેશનાનું સ્વરૂપ એવું તો સરળ હતું કે સામાન્ય માનવી પણ તે સમજી શકે. અંતે પ્રભુએ જણાવ્યું, “મનુષ્ય જન્મ દુર્લભ છે. આયુષ્ય, ધન અને યૌવન નાશવંત છે માટે હે ભવિજનો ! દૂધ વડે જો સર્પ પોષણ મેળવે તો તે ઝેર બને છે, માટે તમે સંસારમાં વેર વધારનાર પ્રવૃત્તિઓ વડે મનુષ્ય જન્મને દુષિત કરવાથી જન્મ-મરણના ફેરા ટળતા નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન જ મોક્ષપ્રાપ્તિનું સાધન છે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી ભરતના પુત્ર ઋષભસેને વિનંતી સાથે પ્રભુને કહ્યું, “હે કૃપાનિધિ ! આપ અમારું રક્ષણ કરો. આ સંસારના ભ્રમણમાં મારે પડવું નથી. મારે આપના જ આશ્રયે રહેવું છે, માટે મને દીક્ષા આપો. જે રીતે સૂર્યના કિરણો કલ્યાણરૂપી કમળોને વિકસિત કરી શકે છે, એ રીતે આપ અમારા અજ્ઞાનના અંધારા દૂર કરી, જ્ઞાનના કમળો ખીલવવા પ્રકાશપુંજ ધરાવો છો અને આધિ, વ્યાધિ, ઉપાધિ, ચાર ગતિરૂપ, દાવાનળ જેવા સંસારથી મુક્ત કરી શકો છો.” આવી વિનંતી સાંભળી પરમાત્માએ યોગ્યતા જાણીને ઋષભસેન (પુંડરિક)ને દીક્ષા આપી. એ સાથે ભારતના બીજા પુત્ર મરિચિ અને પુત્રી બ્રાહ્મીએ પણ દીક્ષા ગ્રહણ કરી. કચ્છ અને મહાકચ્છ સિવાયના અન્ય તાપસોએ ફરીથી દીક્ષા સ્વીકારી. આ સિવાયના ભરત, સુંદરી વગેરે દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રાવકધર્મને જાણવા માટે સમગ્ર શ્રુતના સારરૂપે ત્રિપદી (ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય)નો ઉપદેશ આપ્યો. તે અનુસાર પુંડરિક સ્વામી આદિ ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. દિવ્ય ચૂર્ણથી ભરેલો થાળ લઈ સૌધર્મેન્દ્ર પ્રભુ પાસે પધાર્યા. દેવદુભિ થઈ. સર્વ પર દિવ્યચૂર્ણની વૃષ્ટિ થઈ. તેના પ્રભાવથી કમળો વધુ વિકસિત બન્યા. ભ્રમરો આકર્ષાઈ ગુંજન કરવા લાગ્યા. દેવ, દાનવ અને માનવથી સમવસરણની ભૂમિ ઉભરાવા લાગી. ભગવાને ફરીથી ગણધરોને ઉદ્દેશીને દેશના આપી. આ પછી દેવતાઓએ સફેદ અક્ષતમાંથી બનાવેલો બલિ મોટા થાળમાં લીધો. આ બલિ એટલે એક જાતનો ચોખામાંથી બનાવેલો દિવ્ય-સુગંધી પદાર્થ. આ બલિ રોગનિવારક અને કષ્ટ કાપનાર ગણાય છે. બલિના પીંડની પ્રદક્ષિણા કરી દેવતાઓએ આકાશમાંથી જ બલિ ઉછાળ્યો. અર્ધાભાગનો બલિ દેવતાઓએ જ અંતરિક્ષમાં જ ગ્રહણ કરી લીધો અને બાકીનો અર્ધા ભાગ નીચે પડ્યો, તેમાંથી અર્ધી ભરત મહારાજાએ લીધો અને બાકીનો બધાને વહેંચી આપ્યો. ભગવાને દેશના આપવાનું પૂરું કર્યું એટલે ઋષભસેને – પુંડરિક ગણધરે દેશના આપવાનો ગણધરધર્મ અપનાવ્યો. તેમની દેશના પૂરી થતાં સૌ પોતપોતાના સ્થાને ગયા. આ રીતે તીર્થની સ્થાપના કર્યા પછી ગોમુખ નામે યક્ષ અને ચકેશ્વરી નામે શાસનદેવી ઉત્પન્ન થયા અને પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ચોત્રીસ અતિશયવાળા (જન્મથી ચાર, કર્મક્ષયથી અગિયાર અને દેવતાઓ દ્વારા કરાયેલા ઓગણીસ મળી કુલ ચોત્રીસ અતિશયો) એટલે કે ચોત્રીસ વિશિષ્ટ ગુણ - લક્ષણો વાળા, પાંત્રીશ ગુણવાળા અને આઠ મહાપ્રતિહાર્યો (છત્ર, ચામર...આદિ) સહિત પરમાત્મા પૃથ્વી તલ પર વિચરવા લાગ્યા. ભરતરાજાએ સમવસરણભૂમિમાંથી નીકળી પોતાની આયુધશાળા તરફ પ્રયાણ કર્યું. અગાઉ તેમને સમાચાર મળ્યા હતા કે તેમની આયુધશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું છે, પરંતુ તેઓ શ્રી ઋષભદેવ પરમાત્માના કેવળજ્ઞાન મહોત્સવમાં પહેલા પધાર્યા હતા. હવે આવ્યા પછી ચક્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. શ્રેષ્ઠ અને સુગંધી S un૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy