SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પોની માળ ચડાવી, રત્નાલંકારો ચડાવ્યા. સુશોભિત ચક્ર સામે આઠ-આઠ પગલાં આગળ-પાછળ ફરી, આઠ દિશામાં સામ્રાજ્ય સ્થાપવાનો નિશ્ચય કર્યો અને એ મુજબ આઠ દિવસનો ઉત્સવ મનાવ્યો. ઈન્દ્ર જેમ ઐરાવત હાથી પર શોભે એ રીતે ભરત મહારાજા શોભવા લાગ્યા. આકાશમાં દેવદુદુભિ થઈ. દિવિજય માટે ભરત મહારાજાએ યાત્રા શરૂ ક૨વાની તૈયારી કરી. અશ્વો અને હાથીઓ શણગારાયા, તેમજ હજાર જેટલા અશ્વો દ્વારા ખેંચાતુ ચક્ર આકાશમાં રવિરાજની માફક પૂર્વદિશા ત૨ફ આગળ ચાલ્યું. સેનાપતિ, પુરોહિત તેમજ છત્રધારીઓ અને દંડધારકો સાથે શોભતાં ચક્ર અને ચવર્તી અનેરી આભા પ્રગટાવી રહ્યા હતા. એમ વિધાન છે કે જ્યારે ચત્ન ઉત્પન્ન થાય ત્યારે એ સાથે કુલ બાર બીજા ચન્ને ઉત્પન્ન થાય છે. ભરત મહારાજાને ત્યાં પણ હસ્તિરત્ન, અશ્વરત્ન, દંડરત્ન, પુરોહિતરત્ન, ગૃહપતિરત્ન, સૈન્યના નિવાસસ્થાન કરનારું વર્ધકી રત્ન, સૂર્ય અને ચંદ્ર જેવા દેખાતા કાકિણીરત્ન અને મણિરત્ન, નદીના અગાધ જળમાં તરનારું ચર્મરત્ન, મેઘની ધારાથી રક્ષણ કરનાર છત્રરત્ન, ચવર્તીના હાથમાં શોભતું ખડ્ગરત્ન વગેરેનો સમાવેશ થતો હતો. વિશાળ સૈન્ય સાથે ભરત મહારાજા ગંગાના કિનારે થઈ માગધ વિસ્તારમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે અઠ્ઠમ તપ અને પૌષધ કર્યા. આ પછી તેમણે માગધના સમુદ્રકિનારે ઊભા રહી ધનુષ્ય-બાણ લીધા. બરાબર પણછ ચડાવી તીર ચડાવ્યું. ટંકાર સાથે બાણ સીધું માગધપતિની રાજસભામાં પડયું. માગધપતિ કોપાયમાન થયા. એ જ ક્ષણે તેણે આ બાણ ફેંકનારને લડવા માટે કહેણ મોકલ્યું. પરંતુ ભરત ચક્વર્તીએ પણ આદેશ કર્યો કે ‘જો જીવન ઈચ્છતા હો તો સર્વસ્વ સોંપ દો.' આ સાંભળી માગધપતિના પ્રધાને બુદ્ધિપૂર્વક ભરત ચક્રવર્તીનું શરણું સ્વીકારી લેવા રાજાને સમજાવ્યું. માગધપતિએ અભિમાન છોડી દીધું અને ભેટલું તથા બાણ લઈ તે ભરત મહારાજા પાસે આવ્યા. ભરત મહારાજાએ પણ સામે સત્કાર કર્યો અને છેવટે અઠ્ઠમ તપનું પારણું કર્યું. આ જ રીતે ભરત મહારાજા એ સિંધુ નદીના કિનારે આવ્યા. સિંધુનદીના સિંધુદેવીનું આસન ચલાયમાન થયું અને અવધિજ્ઞાન વડે ભરત મહારાજાના ચક્રવર્તીપણાંને જોયું અને વિવિધ ભેટણાં દ્વારા તેનો સ્વીકાર કર્યો. હવે ચક્ર દક્ષિણ દિશાએ વ૨દામ તીર્થ તરફ ચાલ્યું અને ત્યાં પણ તેમના આધિપત્યનો સ્વીકાર થયો. ઈશાન ખૂણે આવેલા વૈતાઢ્ય પર્વત પાસે તીર આવી પહોંચ્યું. ત્યાંના રાજાએ પણ ચક્વર્તીનું શાસન સ્વીકારતી ભેટો ભરત રાજાને મોકલાવી. પરસ્પર ભેટ બાદ ત્યાં પણ ચર્તીનું શાસન સ્થપાયું. ધીમે ધીમે ચરત્ન સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યું અને દિવિજય કરી અયોધ્યા તરફ પાછું વળ્યું. ભરત મહારાજા વિશાળ રસાલા સાથે અયોધ્યા પહોંચ્યા અઠ્ઠમ કરી શુભમુહુતૅ નગરીમાં પ્રવેશ કર્યો. એક વખત સુરનરોએ ભરત મહારાજાને વિનંતી કરી કે આપ મહારાજા થયા છો માટે હવે આપ આજ્ઞા કરો તો ચર્તીપદ માટેનો મહારાજ્યાભિષેક કરીએ. આ પછી નગર બહાર મંડપ રચી, ઈન્દ્રોએ તેને શણગાર્યો પૂરા ઠાઠ-માઠ સાથે ભરત મહારાજાનો મહારાજ્યાભિષેક થયો. બાર વર્ષ સુધી ચાલેલા આ ઉત્સવ પછી રાજાએ સર્વ સાથીઓનું સ્મરણ કરતા બાહુબલિની સાથે જન્મેલી સુંદરી ૫૨ નજ૨ ગઈ. જ્યા૨થી ભરત મહારાજા દિગ્વજય માટે નીકળ્યા હતા ત્યારથી સુંદરીએ આયંબિલનું તપ કર્યું હતું. છેવટે સુંદરીની ઈચ્છાથી તેને ઋ ષભદેવ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. Jain Education International ---(૩૭)...... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy