SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત મહારાજાના ચક્વર્તી મહોત્સવમાં તેમના ભાઈ બાહુબલિ પધાર્યા ન હતા. એ જ વખતે સમાચાર છે. મળ્યા કે જે પ્રદેશમાં બાહુબલિ હતા ત્યાં ચરત્ન પ્રવેશ પામતું ન હતું. એટલે બાહુબલિને જીતવો બાકી હતો. અંતે બન્ને ભાઈઓ વચ્ચે યુદ્ધ માટે તૈયારી શરૂ થઈ. બન્ને પક્ષે કોઈ નમતું મૂકે એવું ન હતું. સામાસામે લડવા માટે પ્રથમ દૃષ્ટિયુદ્ધ થયું કે જેમાં દૃષ્ટિ પડવાથી જ તેની અસર થાય, તેમાં ભારતની હાર થઈ. બીજા યુદ્ધમાં પણ ભરતરાજા હારી ગયા. છેવટે મુઠ્ઠીના પ્રહારથી યુદ્ધ શરૂ થયું. બાહુબલિની તાકાત સામે ભરત મહારાજા ટકી શકે તેમ ન હતા. અંતે ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર છોડ્યું. પણ એક જ ગોત્ર માટે ચક્ર કામ ન આપે, એટલે ચક્ર પાછું આવ્યું. અંતે ધના આવેશમાં બાહુબલિએ ભરત પર જોરથી પ્રહાર કરવા મુઠ્ઠી ઉગામી. કહેવાય છે કે કર્મબંધની સાંકળ તૂટે ત્યારે ઘણાં મોટાં પરિવર્તનો આવે છે. આ સમયે બાહુબલિ મનમાં વિચાર કરે છે કે આ હાથે નાનાભાઈને મારીને શક્તિનો પરિચય કરાવવાનું ખોટું છે. છેવટે તેમણે સંસારની અસારતા સમજાતા એ જ ઉગામેલા હાથથી પંચમુઠ્ઠી લોચ કર્યો. એ પછી બાહુબલીજી ત્યાં જ સ્થિર થઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. મનથી તેઓ વિચારતા હતા કે બીજા નાના ભાઈઓ જેઓ સાધુપણામાં છે તેઓ તેમના પિતા શ્રી ઋષભદેવ પરમાત્માની સાથે છે. તો તે પોતે પિતાને વંદન કરવા જાય તો એ પોતાનાંથી નાના સાધુઓને પણ વંદન કરવું પડે. આ રીતે વિચારી અભિમાનરૂપી હાથી પર મનને સવાર કરી એક જ ધ્યાને ઊભા રહ્યાં. બાર માસ સુધી તે આ રીતે કાઉસગ્ગ રહ્યાં, કર્મ ખપાવ્યા પરંતુ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત ન થયો. જ્યાં સુધી મન અભિમાનના અંધારે અટવાતું હોય ત્યાં સુધી નિર્મળ એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ ક્યાંથી પ્રગટ થાય? એક વખત ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને કહ્યું કે તમારા ભાઈ બાહુબલિને મોહનીય કર્મના ઉદયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી માટે તમે ઉપદેશ આપી તેનો કર્મબંધ તોડો. તરત જ બ્રાહ્મી તથા સુંદરી સાધ્વીઓ ત્યાં આવી અને કહ્યું : વીરા મોરા! ગજ થકી નીચે ઊતરો રે ગજ પર રહ્યું કેવળજ્ઞાન ન હોય.” આટલું બોલી બન્ને સાધ્વીજીઓ ચાલી ગઈ, ત્યારે બાહુબલીએ વિચાર્યું કે ગજ પર ચડવાનો ક્યો સંકેત હશે. પછી પોતાને ખ્યાલ આવ્યો અહંકારરૂપી હાથી પર બેસવાનો ઉલ્લેખ થયો હશે. આમ વિચારી અભિમાન છોડી ઋષભદેવ પરમાત્મા પાસે જવા પગ ઉપાડતાંની સાથે જ બાહુબલીજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઋષભદેવની પર્ષદામાં કેવળી તરીકે બેઠા. ભરત મહારાજાનો પુત્ર મરિચી પણ ભગવાનની સાથે જ સાધુપણામાં વિચરતા હતા. પરંતુ ઉનાળામાં તાપથી કંટાળી ત્રિદંડી વેષે, છત્ર વગેરે ધારણ કરી અલગ વિહાર કરવા લાગ્યા ત્યારે લોકોને આશ્વર્ય થયું અને વિચિત્ર વેશ જોઈને પૂછવા લાગ્યા. પરંતુ મરિચી તો પોતાની વાતને સાચી ઠેરવી અન્યને પણ પોતાની જેવો ધર્મ પાળવા માટે પ્રોત્સાહન આપતા. આ રીતે કર્મ બંધ થતાં અનેક કોટાકોટી સાગરોપમનો સંસાર વધાર્યો. અજ્ઞાનરૂપી જીવે પરિભ્રમણ ઘટાડવા માટે જ્ઞાની પુરુષોએ દર્શાવેલા માર્ગને અનુસરવું જોઈએ. આ દરમિયાન ઋષભદેવ પરમાત્મા ચોત્રીસ અતિશય ધારણ કરી શ્રી અષ્ટાપદ પર્વત પર આવ્યા. દેવોને અવધિજ્ઞાન વડે જાણ થઈ અને તેઓએ ત્યાં સમવસરણની રચના કરી. ભરત મહારાજાને આ વાતની જાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy