________________
થઈ. સુવર્ણમુદ્રાનું દાન કરી, સિંહાસન પરથી ઊઠી, સાત પગલાં આગળ જઈ, પ્રભુને પ્રણામ કર્યા. ભાવપૂર્વક તે અને બહુમાન સાથે, ચતુરંગી સેનાના રસાલા સાથે પ્રભુના સમવસરણમાં દર્શનાર્થે ગયા. ત્યાં ઉપદેશ સાંભળી || અને તેમના ભાઈઓને ઉમદા ચારિત્રમાં સ્થિર થયેલા જોઈ સંસારની અસારતા અને પોતાના ખોટા મોહ સામે પ્રાયશ્વિત થયું.
આ પછી ઋષભદેવ પરમાત્માએ ભાવિ ત્રેવીસ તીર્થંકરો અને ભરત મહારાજા ઉપરાંત બીજા અગિયાર ચક્વર્તઓ, વાસુદેવ, બળદેવ વગેરે વિષે સંઘ સમક્ષ જણાવ્યું.
આ સાંભળી ભરતચીએ પૂછયું, “હે પ્રભુ ! આ સભામાં કોઈ તીર્થંકરનો જીવ છે ?”
ભગવાને કહ્યું, “તમારો પુત્ર મરિચી, જે આજે ત્રિદડી વેશમાં છે તે કાળક્રમે વાસુદેવ, ચક્વર્તી અને અંતે | ચોવીસમા તીર્થંકર થશે.”
આ વાત સાંભળી ભરત મહારાજાએ તેમને વંદન કર્યા, પરંતુ મરિચીને પોતાની જાત પ્રત્યે અભિમાન થયું એટલે તેમણે નીચ ગોત્ર બાંધ્યું.
આ બાજુ એક દિવસ ગણધરોએ શત્રુંજય પર્વત પર સમવસરણ રચ્યું, ત્યાં પ્રભુએ ઉપદેશ આપ્યો. અનેક પુંડરિકો કર્મ ખપાવી ત્યાં મોક્ષપદ પામ્યા. ભરત મહારાજાએ ત્યાં અત્યંત પાવનકારી ચૈત્ય બનાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ તેમજ પુંડરિકજીની પ્રતિમા સ્થાપિત કરાવી.
શ્રી ઋષભદેવ પરમાત્મા હવે જુદા જુદા સ્થળે વિચરતા રહ્યાં અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચૌદ પૂર્વી, અવધિજ્ઞાનીઓ, કેવળીઓ વગેરેનો ચતુર્વિધ સંઘ રચ્યો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી, તેઓ શ્રી અષ્ટાપદ પર્વત પર આવ્યા. ત્યાં દશ હજાર મુનિઓ સાથે છ ઉપવાસ કરી, અનશન શરૂ કર્યું..
ભરત મહારાજાને આ વાતની ખબર પડી અને દુઃખી હૃદય સાથે પ્રભુની પ્રદક્ષિણા કરી તેમની પાસે બેસી ગયા. ઈન્દ્રનું આસન ચલિત થયું, એ સમયે ત્રીજા આરાના નવાણું પક્ષ બાકી હતા ત્યારે મહા વદી તેરસના દિવસે પ્રભુનું નિર્વાણ થયું.
આ જોઈને ભરત મહારાજા સહિત સૌને દુઃખ લાગ્યું, પરંતુ તરત જ તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી.
ભગવાનનું નિર્વાણ થયું એ પછી પાંચ લાખ પૂર્વે વ્યતીત થયા પછી એક દિવસ ભરત મહારાજા અલંકારો પહેરી મહેલમાં જતા હતા, ત્યાં અચાનક આંગળીમાંથી વીંટી સરી પડી. વીંટી વગરની આંગળીઓ જોઈને શરીરની ક્ષણભંગુરતા અને સંસારની અસારતા સમજાણી એટલે શુકલ ધ્યાનથી કર્મના બંધ તૂટતા ગયા અને કેવળજ્ઞાન થયું. પરંતુ તેઓ સાધુવેષમાં ન હતા એટલે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું ત્યારે તેમણે આ મુજબ જણાવ્યું. ભરત મહારાજાએ તેમના પુત્રને ગાદી સોંપી રાજ્યાભિષેક કર્યો અને ભરત મહારાજે દીક્ષા ગ્રહણ કરી. ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા.
આ રીતે શ્રી ઋષભદેવ પરમાત્માએ પ્રથમ ધન સાર્થવાહના ભવમાં અને ત્યાર પછીના ભાવોમાં પુણ્ય ઉપાર્જન કરતા પરંપરાએ તેરમાં ઋષભદેવના ભવે પ્રથમ તીર્થંકર બન્યા. તેમના પરિવારને પણ મોક્ષમાર્ગ બતાવ્યો. સંસારના પામર જીવો પર ઉપકાર કરનાર શ્રી ઋષભદેવ પરમાત્માના ચરણમાં કોટિ કોટિ વંદના
આ દેવાધિદેવનું ચરિત્ર ગઠન કરતા અલ્પમતિને કારણે કોઈ બાબત શાસ્ત્ર વિરૂદ્ધ આલેખાઈ હોય, તો ક્ષમા પ્રાર્થના સાથે અહીં શ્રી ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર પૂર્ણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org