SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય : | # સુમતિનાથ ભગવાન , 'શ્રી કાંતિલાલ હેમરાજ વાકાણી પરિવાર--ભાવનગર ફોટો સૌજન્ય સ્તુતિ આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યાં કુમતિ વશથી મેં બહુએ મુનીન્દ્ર; તોએ નાવ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિદાતા સુમતિજિન દેવ છે તું જ મારે. ચૈત્યવંદન, સુમતિનાથ સુહકરૂ, કોસલા જસ નયરી, મેધ રાય મંગલા તણો, નંદન જિતવયરી. ૧ કૌંચ લંછન જિન રાજિયો, ત્રણશે ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદપબ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ સ્તવન સુ.૧ સુમતિ ચરણકજ આતમઅરપણા, દરપણ જિમ અવિકાર; સુગ્યાની. અતિતર પણ બહુ સમ્મત જાણીયે, પરિસરપણસુવિચાર સુગ્યાની. ત્રિવિધ સકળ તનું ધરગત આતમા, બહિરાતમ ધુરી ભેદ; સુગ્યાની બીજો અંતરઆતમ તીસરો, પરમાતમ આવછેદ સુગ્યાની આતમબદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અધરૂપ; સુગ્યાની. કાયાદિકનો હો સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ. સુગ્યાની. જ્ઞાનાનંદેહો પૂરણ પાવનો, વરજિત સકળ ઉપાધ; સુગ્યાની. અતિંદ્રિયગુણગમમણિઆગરૂ, ઈમ પરમાતમ સાંધ સુગ્યાની. બહિરાતમ તજિ અંતર આતમા, રૂપ થઈ થિરાવ; સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમઅરપણ દાવ. સુગ્યાની. આતમારપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ; સુગ્યાની. પરમ પદારથ સંપતિ સંપજે, આનંદઘન રસપોષ સુગ્યાની. થોય, સુમતિ સુમતિ દઈ, મંગલા જાસ માઈ, મેરુને વળી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે એ સદાઈ. - ( 5 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy