SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વકથન વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું મહત્ત્વ ધરાવે છે. જૈન સાહિત્યકારોએ જૈન ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વગેરે ઉપર અનેક ગ્રંથો રચીને વિશ્વને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષશાસ્ત્ર અને કાવ્યો જેવી જૈન સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃદ્ધ બન્યા છે. આ તમામ સાહિત્ય સ્વરૂપોમાં કથાસાહિત્ય પણ એક ઉત્તમ દરજ્જો ધરાવે છે કારણ કે તેમાં તત્કાલીન સમયની સામાજિક વ્યવસ્થા, રાજનૈતિક પરિસ્થિતિ,ધાર્મિક પરંપરાઓ તેમજ દાર્શનિક માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. જૈન કથા સાહિત્યમાં અન્ય મહાપુરુષોનાં જીવનવૃતાંતની સાથે વર્તમાન સમયના તીર્થકરોનું કથાસાહિત્ય એક ઉત્તમ સંસ્કારવારસો ગણી શકાય. કારણકે તેમાં તે સમયના દેશ,કાળ અને ભાવનાનાં વર્ણનો, ઉત્તમ પ્રણાલિકાઓ, પ્રભુદેશના અને પવિત્ર સંસ્કારોનું આલેખન જોવા મળે છે. આવી કથાઓનું વાચન, મનન અને ચિંતન જીવનને એક નવી દિશા પૂરી પાડે છે. માત્ર જૈન ધર્મ જ નહીં, જે જે ધર્મ, જાતિ કે પ્રજાએ ઉન્નતિ સાધી છે, તેમાં મહાપુરુષોના કથાસાહિત્યનો અમૂલ્ય ફાળો રહેલો છે. શ્રી તીર્થકર ભગવાનના જીવનચરિત્રને પૂર્વાચાર્યોએ પોતાની જ્ઞાનસમૃદ્ધિથી કાવ્યબદ્ધ કરીને ભાવિ પેઢી પર અત્યંત ઉપકાર કર્યો છે. માનવમનની એ ખાસિયત છે કે કોઈ પણ તાત્ત્વિક બાબતોમાં જો કથાતત્ત્વ વણાયેલું હોય તો તે રોચક લાગે. જૈન ધર્મનું દર્શનશાસ્ત્ર શ્રી તીર્થકરોના જીવન સાથે એવી રીતે વણાયેલું છે કે તેમાંથી બોધપામીને ભવ્યાત્માઓ આત્મિક આનંદની પ્રાપ્તિ કરી શકે છે. આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના અંતથી શરૂ કરીને ચોથા આરાના અંત સુધીમાં વર્તમાન ચોવીસ તીર્થકરો અને તેમના સમયના બાર ચક્રવર્તીઓ, નવાવાસુદેવો, નવબળદેવો અને નવ પ્રતિવાસુદેવો મળીને કુલ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. તેઓનું કથાસાહિત્ય “કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ભાષામાં રચેલુ છે. આ ઉત્તમ સાહિત્ય વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કઠિન ગણાય, પરંતુ તે સરળ બનાવવા માટે આ સાહિત્યનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું બહુમૂલ્ય કાર્ય અનુભવી આચાર્યો, મુનિઓ અને વિદ્વાન લેખકોએ કર્યું છે. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'માં વર્તમાન ચોવીસ તીર્થકરો,ચક્રવર્તીઓ, વાસુદેવો આદિ મહાન વિભૂતિઓનું વિગતથી આલેખન કરવામાં આવ્યું છે. “શ્રી તીર્થકર ચરિત્ર'(સચિત્ર) પણ પ્રકાશિત થયું છે, પરંતુ આ ચરિત્રો જો લોકભોગ્ય ભાષામાં આલેખાય, તો તેનો વાચકવર્ગવિશાળ બની શકે એવા હેતુથી દરેક તીર્થકર ભગવાનના બધા જ ભવોનું વિગતથી વર્ણન રજૂ થાય એવું પુસ્તક તૈયાર કરવાનું કાર્ય શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા મને સોંપવામાં આવ્યું. આ પુસ્તક તૈયાર કરવાની જવાબદારી સ્વીકારવાનો મને આનંદ પણ થયો કારણ કે આપણાં બહુમૂલ્ય સાહિત્ય ભંડારોમાં રહેલું રત્નચિંતામણી જેવું જ્ઞાન અને એખજાનામાંથી થોડું આચમન કરવાની તક મને મળવાની હતી.વિવિધ ગ્રંથોમાં સચવાયેલા વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું નિમિત્ત પ્રાપ્ત થયાની ખુશી પણ હું આ સમયે વ્યક્ત કરું છું. જેમ કોઈ ફુલોના બગીચામાં જતાં ફુલોની મહેક અને શોભા મનને આકર્ષે અને ચિત્ત અજબ પ્રસન્નતા અનુભવે, એ રીતે શ્રી તીર્થકર ભગવાનોનાં જીવનની ઘટનાઓ વાંચતા કોઈ આફ્લાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy