SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બીજા દિવસે અયોધ્યા નગરીના ઈન્દ્રદત રાજાના ઘેર પ્રભુએ છઠ્ઠ તપનું પારણું શીર (ખીર)થી કર્યું. એ જ i જ સમયે દેવતાઓએ ત્યાં દ્રવ્ય, પુષ્પો, સુગંધી જળ વગેરેની વૃષ્ટિ કરી. દેવદુદુભિના નાદથી પ્રભુનો | દીક્ષા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. વિહાર કરતા પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠનો તપ કર્યો અને કાર્યોત્સર્ગમુદ્રામાં શુકલ ધ્યાનમાં સ્થિર થયા. ઘાતિકર્મનો ક્ષય થતા પોષ સુદ ચૌદસના દિવસે અભિચિ નક્ષત્રમાં ચંદ્ર આવતા પ્રભુને નિર્મળ એવું કેવળજ્ઞાન થયું. પરિણામે નારકીના જીવોએ ક્ષણિક પીડા દૂર થયાનો અનુભવ કર્યો. અવધિજ્ઞાન વડે ખબર પડતા ઈન્દ્રો વગેરેએ આવીને એક યોજન પ્રમાણ ઊંચું સમવસરણ રચ્યું. દેવતાઓએ સુવર્ણકમળમાં પ્રભુ માટે આસન રચ્યું. તેમાં બસો ધનુષ્ય જેટલું ઊંચું ચૈત્યવૃક્ષ રચીને સમવસરણને પૂર્ણ બનાવ્યું. શ્રી અભિનંદન પ્રભુએ “તીર્થયનમઃ” કહીને તેમાં પ્રવેશ કર્યો. ઈન્ને બાકીની ક્રિયાઓ પૂર્ણ કરી, બાર પર્ષદા સહિત ત્રણ ગઢ અને ચાર ચાર દરવાજાનું નિર્માણ કરી સમવસરણને મણિ-માણેક, રત્નો અને સુવર્ણસ્તંભોથી શોભાયમાન કર્યું. પ્રભુએ સમવસરણમાં બેસી આત્મા, કર્મ અને ધર્મનું સ્વરૂપ સમજાવતી દેશના આપી. ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. શ્રી અભિનંદન પ્રભુના સમયમાં શાસન દેવતા તરીકે શ્યામ વર્ણવાળો, હાથીના વાહન પર બેસનાર, બે હાથમાં બીજોરું, અક્ષસૂત્ર તેમજ અન્ય ચીજો સહિત યક્ષેશ્વર નામે યક્ષ અને શ્યામ વર્ણવાળી, કમળ પર બેસનારી, ચાર ભૂજાવાળી કાલિકા નામની શાસનદેવી થયા. ચોત્રીસ અતિશયોથી યુક્ત પ્રભુ હવે દેશના આપવા ગામેગામ વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા તેમને ત્રણ લાખ સાધુ, છ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, નવ હજાર આઠસો અવધિજ્ઞાની, એક હજાર પાંચસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસો પચાસ મનઃ પર્યવજ્ઞાની, ચૌદ હજાર વાદીઓ, બે લાખ અઠ્ઠાવીસ હજાર શ્રાવકો અને પાંચ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ જેટલો પરિવાર થયો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમેતશિખર પધાર્યા. એક માસના અનશન પછી એક હજાર મુનિઓ સાથે વૈશાખ સુદ આઠમના દિવસે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા. પ્રભુના દેહનો અંગ સંસ્કાર સુર-અસુરોએ મળી કર્યો. તેમની દાઢો અને અસ્થિઓના પૂજન માટે તેઓ લઈ ગયા. નંદીશ્વર દ્વીપમાં જઈ અષ્ટાબ્દિકા મહોત્સવ કર્યો અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. આ રીતે શ્રી અભિનંદન સ્વામીએ સાડા બાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ્યમાં, આઠ પૂર્વાગ ઉણા એક લાખ પૂર્વ સાધુ અવસ્થામાં – આમ મળી કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી સંભવનાથ ભગવાન પછી દસ લાખ કરોડ સાગરોપમના આંતરે શ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા. આ રીતે સમગ્ર જગતને આનંદ પમાડનાર અને ભવ્યજનોને મોહનિદ્રામાંથી મુક્તિના પ્રકાશમાં લઇ જનાર શ્રી અભિનંદન સ્વામીના જીવનને ટૂંકમાં યથાશક્તિ ગઠિત કરવાના પ્રયત્નમાં અલ્પમતિથી શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ક્ષમાપ્રાર્થના સાથે આ ચરિત્ર અહીં પૂર્ણ કરૂં છું. In Can Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy