________________
વાડવામાં આવ્યું.
સૂતિકા કર્મ પછી ઈન્દ્ર મહારાજે પાંચ રૂપ ધારણ કર્યા. પ્રભુને ખોળામાં બેસાડી ઈન્દ્ર સૌની સાથે મેરૂપર્વત પર પ્રભુને સ્નાન કરાવવા લઈ ગયા. ત્યાં વૃષભના શૃંગમાંથી ઉછળતા ઉત્તમ જળ વડે સ્નાન કરાવી, પ્રભુના શરીરનું અર્ચન કરી, સ્તુતિ કરી ફરી પાછા માતા પાસે લાવ્યા. સૌ દિકકુમારિકાઓએ જન્મોત્સવ ઉજવ્યો અને પોતાને સ્થાને ગયા.
નાનકડું બીજ ધરતીમાં વાવ્યું હોય ત્યારે ખ્યાલ પણ ન આવે કે તે વૃદ્ધિ પામી વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. ચંદ્રપ્રભકુમાર શિશુવય પસાર કરતા દોઢસો ધનુષ્ય ઊંચી કાયા ધરાવતા થયા. અનુક્રમે યૌવનવય પામતા અનેક રાજ કન્યાઓ સાથે પિતાએ પ્રભુને પરણાવ્યા. અઢી લાખ પૂર્વ પસાર થતા પિતાએ તેમને રાજ્યનો કારભાર સોંપ્યો. ગાદી સંભાળ્યા પછી ઉત્તમ રાજનીતિ દ્વારા લોક ચાહના પ્રાપ્ત કરી. ચોવીસ પૂર્વ યુક્ત સાડા છ લાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. પ્રભુને સંસાર પ્રત્યે વિરક્તભાવ હતો પરંતુ પિતાની આજ્ઞા અને ભોગાવલિકર્મની નિર્જરા માટે તેમણે સંસાર સુખ ભોગવ્યું.
લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થ પ્રવર્તાવાની પ્રેરણા કરી ત્યારે પ્રભુએ સાવંત્સરિક દાન આપવાની શરૂઆત કરી. વાર્ષિક દાન આપ્યા પછી ઈન્દ્રનું આસન ચલિત થયું. અવધિજ્ઞાન વડે ઈન્દ્ર પ્રભુની દીક્ષાનો અવસર જાણ્યો એટલે સર્વ ઈન્દ્રો, દેવતાઓ તથા દેવીઓ વિમાનમાર્ગે આવી પહોંચ્યા. મનોરમા નામની મનોહર શિબિકા રચી. પ્રભુ તેમાં બિરાજમાન થયા અને સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચ્યા. સાપ જેમ પોતાની કાંચળી ઉતારે એ રીતે અલંકારોનો ત્યાગ કરી પ્રભુએ પંચમૃષ્ટિથી કેશનો લોચ કર્યો. દેવી-દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. વાજિંત્રોના નાદથી આકાશ ગુંજી ઊઠ્યું. પ્રભુના કેશનું ઈન્દ્ર યોગ્ય રીતે લેપન કર્યું. પ્રભુએ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. આ રીતે છઠ્ઠના તપ સાથે પ્રભુએ પોષ વદ તેરસને દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે દીક્ષા લીધી. સૌ ઈન્દ્રો, દેવી-દેવતાઓ તેમજ માનવ સમુદાય પોતપોતાના સ્થાને પાછા ફર્યા.
છઠ્ઠના તપસ્વી પ્રભુએ બીજે દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુના ચરણ જ્યાં અંકિત થયા હતા ત્યાં રત્નપીઠની સ્થાપના કરી.
ત્યાંથી પ્રભુ વિહાર કરતા ત્રણ માસ છબસ્થ અવસ્થામાં પસાર કરી ફરી સહસ્ત્રામ્રવનમાં પાછા આવ્યા અને પુનાગ નામના વૃક્ષ નીચે સ્થિર થયા. છઠ્ઠના તપસ્વી પ્રભુને શુકલ ધ્યાનના અંતે ફાગણ વદ સાતમના દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે ઉજ્જવળ એવું કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું આસન કિંપિત થયું. તરત જ સુર-અસુર આદિ દેવતાઓએ આવી ત્રણ ગઢવાળુ (રત્ન, સોનું, રૂપાના) સમવસરણ રચ્યું. વચ્ચે અઢારસો ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ અને પગથિયે સુવર્ણકમળો રચ્યા. પ્રભુએ તેના પર પ્રસ્થાન કર્યું. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” કહેતા આસન ગ્રહણ કર્યું. ઈન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ દેહની ક્ષણભંગુરતા અને અશુચિ અંગે દેશના આપી.
પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી ઘણાએ દીક્ષા ગ્રહણ કરી.દત્ત વગેરે ત્રાણું ગણધરો થયા. તેઓએ દ્વાદશાંગીની રચના કરી. પ્રભુની દેશનાના અંતે દત્ત ગણધરે દેશના આપી. અંતે સૌ સ્વસ્થાને ગયા. પ્રભુના સમયમાં હંસના વાહનવાળો, ચાર ભૂજાવાળો વિજય નામે યક્ષ શાસનદેવ થયો અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી અને ચાર ભૂજાવાળી ભ્રકુટી નામે દેવી શાસનદેવતા થઈ. બન્ને પ્રભુના સાંનિધ્યમાં રહેવા લાગ્યા. છે પૃથ્વી પર વિહાર કરતા પ્રભુને અઢી લાખ સાધુ, ત્રણ લાખ એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org