________________
E પૂર્વીઓ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યવજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈશ્ય
લબ્ધિવાળા, સાત હજાર છસો વાદી લબ્ધિવાળા, અઢી લાખ શ્રાવક અને ચાર લાખ એકાણું હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો.
પ્રભુ ચોવીસ પૂર્વાગ અને ત્રણ માસે ન્યૂન એક લાખ પૂર્વ વિહાર કરી સમેતશિખરે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કર્યું. એક માસના અંતે પ્રભુએ ઘાતી કર્મનું છેદન કર્યું. અને ભાદરવા વદ સાતમના દિવસે શ્રવણ નક્ષત્રે ચંદ્રનું આગમન થતા પ્રભુનું નિર્વાણ થયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું. દેવતાઓ સહિત સૌ પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવવા માટે આવ્યા અને વિધિ અનુસાર દેહનો સંસ્કાર કર્યો. સૌએ નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી સૌ પોતાના સ્થાને ગયા.
પ્રભુએ કુલ દશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું જેમાં અઢી લાખ પૂર્વાગ કુમાર વયમાં, ચોવીસ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્ય કરવામાં અને ચોવીસ પૂર્વાગ રહિત એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયમાં પસાર કર્યા. શ્રી સુપાર્શ્વ પ્રભુના નિર્વાણકાળ પછી નવશે કોટિ સાગરોપમ શ્રી ચંદ્રપ્રભુ મોક્ષપદને પામ્યા.
ઉજ્જવળ કાંતિ ધરાવનાર, સિદ્ધ પદને પામી, સાંસારિક જીવોને પ્રતિબોધનાર શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર ગઠન અહીં પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org