________________
રીત પ્રમાણે વિજ્યાદેવી તીર્થંકરની માતા થશે જ્યારે યશોમતિનો પુત્ર ચક્વર્તી થશે.”
આ સાંભળી બન્ને રાણીઓ ખુશ થઈ અને પોતાની કુક્ષીએ જન્મ લેનાર એવા મહાન વ્યક્તિની પોતે માતા || થવાના છે એ વિચારે સ્વર્ગીય સુખનો અનુભવ કરવા લાગી.
આ બનાવ પછી ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી જુદા જુદા દેવલોકની દેવીઓ જુદી જુદી ક્લિાઓ કરવા માટે આવી પહોંચી. માતાના ગૃહમાંથી રજ, કચરો વગેરે દૂર કર્યા તો કોઈએ આંગણાની જમીનનું સિંચન કરી, સુગંધી પદાર્થોનો છંટકાવ કર્યો. આ રીતે કાર્યો કરી દેવતાઓએ ભગવાનના જન્મ અને ભાવિ અંગે રજૂઆત કરી.
સમય પસાર થતા નવ માસ અને સાડા આઠ દિવસ પૂરા થયા ત્યારે મહા સુદ આઠમને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે વિજ્યારાણીએ ગજ લંછનવાળા પુત્રને જન્મ આપ્યો. તીર્થંકરના જન્મ સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપે છે અને તરત જ તેમની સાથે અન્ય દેવતાઓ અને ઈન્દ્રો, દિકકુમારીઓ વગેરે જન્મોત્સવ કરવા આવે છે.
જુદી જુદી દિશાઓમાંથી દિકકુમારિકાઓ ચામર, દર્પણ, કળશ, પંખા વગેરે લઈને માતા પાસે આવી નમસ્કાર કરીને સૂતિકા કર્મ કર્યું. સૌધર્મ ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કરી મેરૂપર્વત પર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ગયા.
એ જ રાત્રીએ યશોમતિ રાણીએ પણ પુત્રને જન્મ આપ્યો. સવાર થતા આખા નગરમાં મંગળ ગીતો ગવાયાં. જ્યારે વિજ્યાદેવીના ગર્ભમાં પ્રભુ હતા ત્યારે રાજા સાથે પાસાંની રમત રમતી વખતે રાજાથી તે જિતાયાં નહીં. એ બાબત રાજા તથા રાણીને યાદ હતી. આથી પુત્રનું નામ અજિત રાખવાનું નક્ક કર્યું. એ જ સમયે યશોમતિ રાણીની કુક્ષીએ જન્મેલા પુત્રનું નામ સગર પાડવામાં આવ્યું.
અજિતકુમાર રૂપ-લાવણ્ય અને ગુણોમાં બીજા માટે ઈર્ષારૂપ હતા. બાળકરૂપે જ્યારે પરમાત્મા પોતે જ ઉછરતા હોય ત્યારે માતાનો આનંદ તેના મુખ પર છલકાવા લાગે. બાળકની બાળસહજ ક્રડાઓ પણ મનભાવન હોય છે અહીં અજિતકુમાર અને સગરકુમાર બન્ને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા એ જોઈને વિજ્યાદેવી અને યશોમતિરાણીની આંખો પ્રેમ વરસાવતી. બાળકને ચૂમી ભરતા જાણે કે પોતાના ભવના બંધનો કપાતા હોય એવો ખાસ આનંદ અનુભવવા લાગી.
યોગ્ય વય થતાં બન્ને કુમારોને પંડિતો પાસે ભણવા મોકલ્યા. પરમાત્માને ભણાવનાર પંડિતો ગમે તેટલા પારંગત હોય, તો પણ જ્ઞાન અલ્પ લાગે. બન્ને કુમારો ઘણી ઝડપથી સર્વ શાસ્ત્રોમાં પારંગત બનવા લાગ્યા. પુરુષો માટેની બોંતેર કળાના જાણકાર બની પોતાની વિદ્યાનો પરિચય આપ્યો.
સાડા ચારસો ધનુષ્ય ઊર્ચા અજિતકુમારની યુવાન વયે સેંકડો રાજકન્યાઓ સાથે લગ્ન થયા. અજિતકુમાર જાણતા હતા કે જ્યાં સુધી ભોગાવલિ કર્મનો ઉદય હોય ત્યાં સુધી તેણે તે ભોગવવા જ પડે છે એટલે આ લગ્ન માટે તેણે વિરોધ ન કર્યો.
એ દરમિયાન જિતશત્રુ રાજાએ પોતાનું અઢાર લાખ પૂર્વ વર્ષ આયુષ્ય પસાર થયેલું જાણી ચારિત્ર લેવાનો વિચાર કર્યો. તેમણે અજિતકુમારને આ વિચાર જણાવ્યો. અજિતકુમાર નમ્ર અને વિવેકી હતા. તેઓ જાણતા હતા કે કોઈ સત્કાર્ય કરતું હોય ત્યારે તેમાં સાથ ન આપવો તે પણ અંતરાય કર્મબંધ જ ગણાય. એટલે તેમણે જિતશત્રુ રાજાને કહ્યું, “હે પિતાજી! વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિઘ્નરૂપ થતા નથી, તો સમયસાધક એવા આપને હું શા માટે વિનરૂપ બનું? પરંતુ હું આપને વિનંતી કરું છું કે આપના પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org