SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યના અધિકારી તરીકે કાકાને સ્થાપો.’’ ન આ સાંભળી સુમિત્રવિજયે પણ કહ્યું કે તે પણ તેમના મોટાભાઈ સાથે ચારિત્ર લેવા માટે આતુર છે ત્યારે અજિતકુમારે જણાવ્યું કે જો આપ રાજ્ય ગ્રહણ ક૨વા તૈયાર ન હો તો આપ અમારા ખાતર પણ આ સંસારમાં મનથી એટલે કે ભાવયતિ તરીકે રહો. સુમિત્રવિજયે અજિતકુમા૨ના વચનને માન્ય ગણ્યું અને જિતશત્રુ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. સમગ્ર આયુષ્ય દરમિયાન વ્રત-નિયમોનું પાલન કરી આઠ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. અજિતકુમાર રાજ્યમાં પોતાની ફ૨જો પૂર્ણ જવાબદારી સાથે પાળતા હતા. આ રીતે ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક પસાર થયાં. એક વખત તેમણે એકાંતમાં બેસી વિચાર કર્યો કે હવે મારા ઘણા કર્મો ભોગવાઈ ગયાં છે માટે મારે મારા આત્માના કલ્યાણનો માર્ગ લઈ લેવો જોઈએ. આ સમયે લોકાંતિકે દેવતાઓ ત્યાં આવીને કહેવા લાગ્યા ‘હે પ્રભુ ! આપ તો પોતે જ સાચાખોટાના જાણકાર છો, પરંતુ અમે આપને યાદ કરાવીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.” આવો સંકેત કરી દેવો તો પોતાના સ્થાને ગયા પરંતુ અજિતકુમાર વિચારમાં પડ્યા. એમણે નિર્ણય કરી લીધો અને સગરકુમારને બોલાવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી. સગરકુમારે પણ રાજ્ય લેવાની ના પાડી. આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું, ‘‘હે સ્વામી! હું તો આપના ચરણકમળમાં જ રહેવાનું પસંદ કરીશ. તમારાથી દૂર જઈશ તો હું આપના વિયોગને શી રીતે સહન કરીશ ? જો તમે દીક્ષા લેશો તો હું તમા૨ો શિષ્ય થઈને રહીશ.” આ સાંભળી અજિતકુમારે કહ્યું કે જ્યાં સુધી ભોગ ફળ કર્મ બાકી હોય ત્યાં સુધી તો સંસારમાં રહીને તે ભોગાવલિ કર્મ ભોગવવા જ પડે છે માટે તમે પણ આ કર્મો ભોગવ્યા પછી દીક્ષા લઈ શકો છો. સત્પુરુષોનું એ લક્ષણ છે કે તેઓ ક્યારેય વડીલોની આજ્ઞાને અવગણતા નથી. ધીરગંભીર સમુદ્રની માફક તેઓ વડીલોની આજ્ઞાને ગંભીરતાપૂર્વક વિચાર કરે છે. સગરકુમારે અજિતકુમા૨ની આજ્ઞા સ્વીકારી અને તેમનો રાજનીતિશાસ્ત્રના નિયમો અનુસાર ભવ્ય રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખતે આજુબાજુના રાજાઓ ભેટ સામગ્રી સાથે આ ઉત્સવમાં હાજરી આપવા આવી પહોંચ્યા. વાજિંત્રોના નાદથી આખુંય આકાશ ગુંજી ઊઠયું. ભાટ અને ચારણ જેવા લોકોએ રાજાની પ્રશસ્તિ માટે મીઠાસૂરમાં દુહા-છંદ લલકાર્યા. ઉત્તમ ભેટ અને કિંમતી નજરાણાં સાથે મંત્રોચ્ચારપૂર્વક સગરકુમારનો રાજ્યાભિષેક થયો. હવે દયાના સાગર સમાન અજિતકુમારે સંવત્સરી દાન આપવાનું શરૂ કર્યું. જેમ વર્ષાઋ તુ શરૂ થાય અને આકાશમાંથી મેઘરાજા વરસાદની હેલી વરસાવે એ રીતે અજિતકુમા૨ે વાર્ષિક-દાન શરૂ કર્યું. એ વખતે ઈન્દ્ર મહારાજાએ આશા કરેલા, કુબેરે પ્રેરેલા, અધિકારી વગરના, પર્વતની ગુફાઓમાં, જમીનમાં દટાયેલાં, સ્મશાનમાં દટાયેલાં, આવા અનેક પ્રકારનાં ધનના ઢગલાં દેવો કરવા લાગ્યા. અજિતકુમા૨ે જાહે૨ાત ક૨ાવી કે જે જે લોકોને આમાંથી જેટલું ધન જોઈએ એટલું મંગાવી લેવું. આ રીતે આખા નગરના લોકો પોતાની જરૂરિયાત મુજબ ધન-સંપતિ લેવા લાગ્યા. અજિતકુમારે રોજનું એક કરોડ અને આઠ લાખ સોનૈયા જેટલું દાન કરી, એક વર્ષમાં કુલ ત્રણસો અઠ્ઠાસી કરોડ અને એંસી લાખ સોનૈયા જેટલું દાન કર્યું. વાર્ષિક દાન પૂરું થયું ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. તેમણે અવધિજ્ઞાન વડે જોયું અને અજિતકુમારનો દીક્ષા મહોત્સવનો અવસ૨ જાણી અન્ય દેવતાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. ઋ ષભદેવ ભગવાનનો દીક્ષા મહોત્સવ જે રીતે ઉજવાયો એ રીતે જુદા જુદા દેવો, ઈન્દ્રો વગેરેએ મળી અજિતકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ઘેર ઘેર મંગલ ગીતો ગવાયા. દેવદુભિના અને વાજિંત્રોના અવાજથી આખુંયે વાતાવરણ ગુંજી ઊઠયું. Jain Education International n(૪૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy