SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરીક્ષમાંથી દેવીઓ પણ પ્રભુની સન્મુખ નાયારંભ કરવા લાગી. અજિતકુમાર અલંકારો પહેરી સુપ્રભા નામની દેવરચિત શિબિકામાં આરૂઢ થયા. ત્યાંથી સહસ્ત્રાપ્રવણ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શિબિકામાંથી ઉતરી અજિતકુમારે અલંકારો ઉતાર્યા. એ જ સમયે ઈન્દ્રે આપેલું દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું. મહા સુદ બીજના દિવસે ચંદ્ર જ્યારે રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે સપ્તચ્છવૃક્ષની નીચે છઠ્ઠનો તપ કરીને સાયંકાળે અજિતકુમારે પોતાની જાતે જ પોતાના વાળનો પંચમુષ્ટિ લોચ કર્યો. ઈન્દ્રે તે કેશ પોતાના ખોળામાં લીધા અને તે લઈ ક્ષીર સમુદ્રમાં પધરાવી દીધા. પછી અજિતકુમારે વ્રત ઉચર્યું અને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ત્રણ જગતમાં પ્રકાશ ફેલાયો. નારકીના જીવોને ક્ષણિક સુખનો અનુભવ થયો. હવે અજિતકુમા૨ રાજામાંથી મુનિ મહારાજ બન્યા. એટલે કે અજિતકુમા૨માંથી અજિતનાથ પરમાત્મા - પ્રભુ બન્યા. તેથી ઈન્દ્રે અને સગરકુમારે આનંદથી પ્રભુની સ્તુતિ કરી. દેવોના સમૂહ સાથે ઈન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયો અને ત્યાં જે રીતે પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો હતો, એ રીતે દીક્ષામહોત્સવ પણ ઉજવ્યો. અંતે સૌ ઈન્દ્રોદેવો વગેરે પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ત્યાં દૂધની ખીર વહોરી પારણું કર્યું. એ વખતે ત્યાં જ દેવતાઓએ સોનૈયાની વૃષ્ટિ કરી. આ પછી અજિતનાથ પ્રભુ વિહાર કરી પૃથ્વીતલ ઉપર વિહ૨વા લાગ્યા. બાર વર્ષ પછી ફરી એ જ ઉદ્યાનમાં આવી સપ્તચ્છદ વૃક્ષની નીચે ઊભા રહી પ્રભુ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. સાતમા ગુણસ્થાનકને ભજવા લાગ્યા. અનુક્મે બારમાં ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે સર્વ ઘાતી કર્મો નાશ પામ્યા અને પોષ સુદ અગિયારસના દિવસે છઠ્ઠ તપની સાથે પ્રભુને ઉજ્જવળ અને ઉત્તમ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે પણ તીર્થંક૨ ૫રમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે અને અવધિજ્ઞાન વડે તેને પ્રભુના કલ્યાણક ઉજવવા માટે જાણકા૨ી મળે છે. અહીં શ્રી અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તરત જ તેમણે અવધિજ્ઞાન વડે જાણ્યું અને અન્ય ઈન્દ્રો અને દેવતાઓના પરિવાર સાથે એકઠા થઈ રત્નજડિત સ્તંભોવાળું, ચિંતામણિ રત્ન સમાન, હીરા, માણેક, મોતી વગેરેથી આચ્છાદિત આસન અને સુવર્ણકમળોની શોભાવાળું ત્રણ ગઢ અને ચા૨ દ૨વાજાવાળું સમવસરણ રચ્યું એટલે પ્રભુ ‘તીર્થાયનમઃ’ શબ્દો બોલી તીર્થને નમસ્કાર કરી, મધ્યનાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા, એટલે વ્યંતર દેવતાઓએ મળીને ત્રણેય દિશામાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપિત કર્યા. બાર પર્ષદામાં તમામ દેવો, સાધુ-સાધ્વીઓ, ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષીની દેવીઓ તેમજ મનુષ્ય અને તિર્યંચલોક સર્વે મળીને પ્રભુની દેશના સાંભળવા એકઠા થયા. પ્રભુએ જંબૂદ્દીપની રચના, મેરૂપર્વતનું સ્વરૂપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, આર્ય-અનાર્ય દેશોના લોકો વિષે, નંદીશ્વર દ્વીપ તેમજ ત્રણેય લોકનું વર્ણન કરતી દેશના સરળ અને સ્પષ્ટ વાણીમાં કહી સંભળાવી. આ સાંભળી તમામ જીવોને પોતપોતાનું સ્થાન અને કર્તવ્ય વિષે સમજ ઊભી થઈ. આ બાજુ સગર રાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જ્યારે સગ૨કુમા૨નો જન્મ થયો ત્યારે જ સુપનપાઠકોએ તે ચશ્ર્વર્તી રાજા થશે એવી આગાહી કરી હતી. ચક્વર્તી રાજા આ રીતે પ્રાપ્ત થયેલાં ચરત્ન વડે જુદી જુદી દિશાના તમામ સામ્રાજ્યો ઉપર વિજય મેળવી ચક્વર્તીવદ પ્રાપ્ત કરે એ રીતે સગરકુમારે પણ છ ખંડો પર વિજય મેળવી ચર્તીપદ ધારણ કર્યું. સગર ચક્વર્તીને અનુક્ર્મ સાઠ હજાર પુત્રો થયા ત્યારે મોટા પુત્ર જન્ટુકુમારે તેમને કહ્યું, “હે પિતાજી ! Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy