SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમને દુર્ગતિમાં જતો જોઈને કરુણાનિધાન શ્રી વીર પ્રભુની આંખમાંથી બે આસુ ટપકી પડ્યા. કારણકે મહાવીરસ્વામી તરફની ધૃણા અને વેરભાવના એ સંગમના ગુસ્સાનું કારણ હતા. એ ગુસ્સો તેને દુર્ગતિ તરફ લઇ જનાર હતો. આથી ભગવાન મહાવીરે સંગમને સત્યનું દર્શન કરાવ્યું. આ બતાવે છે કે ખરેખર ! આ હતું મહાવીરનું મહાવીરત્વ. . આજે ચારે તરફઅહિંસા અને ભયનું વાતાવરણ ફેલાયેલું છે, ત્યારે શ્રી વીરપ્રભુ કહે છે કે ધર્મ અને પરમાત્માનું સાચું સૌન્દર્ય કે ઐશ્વર્ય પામી શકે એ જ પરમતત્વને પામી શકે. શ્રી વીર પ્રભુની આંખમાંથી ટપકેલાં કરુણાનાં બે અશ્રુબિંદુઓમાં રહેલી તાકાત ગમે તે પરિસ્થિતિમાંથી પણ પાર ઉતારે છે. એટલે જ કહ્યું છે કે જે તાકાત આ શબ્દોમાં છે એ તલવારની ધારમાં પણ નથી. પ્રભુએ બતાવેલ અહિંસાના સંદેશનું પાલન આજના પર્યાવરણીય પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આવશ્યક છે. મહાત્મા ગાંધીજીએ પણ હિંસાના માર્ગને નકામો ગણીને અહિંસક આંદોલનની હિમાયત કરી હતી. જૈન દર્શનમાં શ્રી મહાવીર સ્વામીના પાંચ મહાવ્રતોની આલોચના કરવામાં આવી છે. ભગવાન મહાવીરે કર્મોની સમર્થતા, કર્મોનો બંધ,કર્મોનો ઉદય, કર્મસત્તા અને કર્મોનું સંક્રમણ સુક્ષ્મતાપૂર્વક બતાવ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, માર્ગાનુસારીપણું, જીવદયા, શ્રાવકના વ્રતો, સાધુધર્મના આચારો, નવ તત્વો જેવી બાબતોનો સમન્વય કરીને આપેલો ઉપદેશ સંપૂર્ણ વૈજ્ઞાનિક ગણાય છે. * આજે પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષ બચાવો આંદોલન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. શ્રી વીર પ્રભુએ આજથી પચીસસો ઉપરાંત વર્ષો પહેલા વૃક્ષ તો શું એક નાનું પાંદડું પણ તોડવાની મનાઇ ફરમાવી હતી. અહિંસા એક ધાર્મિક ગુણ બનવાને બદલે માણસ અસ્તિત્વનો પાયો બની શકે તો સૃષ્ટિમાં જીવસૃષ્ટિનું સમતુલન જળવાઇ શકે. વાઘ-સિંહ અને હાથી જેવા જંગલી પશુઓના શિકાર પર પ્રતિબંધ આજે ધર્મ માટે નહીં, પણ પ્રાકૃતિક સમતુલન જળવાઇ રહે એ માટે મૂકવામાં આવ્યો છે. 1 શ્રી મહાવીર સ્વામીએ ભૌતિક કે સ્થૂળ સ્વરૂપની અહિંસા વિષે જ કહ્યું હતું એવું નથી. તેઓએ મન અને વાણીથી પણ અહિંસા પાલનનો આગ્રહ કર્યો હતો. આજે બીજા ઉપર વેર લેવાની વૃત્તિ અને વાણી પરનો સંયમ ન હોય ત્યારે માનસશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો માનસિક ચિંતાનો ગંભીર રોગનું નિદાન કરે છે. ચોરી, લૂંટફાટ અને લોભના કારણે હિંસા-પ્રતિહિંસાનું ચક્ર ચાલું રહે છે. માટે અહિંસા, અવૈર અને અપરિગ્રહને જીવનમાં યોગ્ય સ્થાન આપવું જોઇએ. જીવોનું પરસ્પરાવલંબન જ વિશ્વશાંતિનો આધાર છે. જૈનદર્શનના સાદ્વાદઅને અનેકાન્તવાદનો સ્વીકારઆઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે. સત્યને પૂર્ણતાથી સમજવા માટે ભગવાન મહાવીરે સાપેક્ષવાદ સમજાવ્યો હતો. શાકાહારને પ્રાધાન્ય આપતા આજના ઘણા દેશોએ માંસાહારને માનવમનની વિકૃતિ ગણાવી છે. ટૂંકમાં આજના ભયભીત વાતાવરણમાં શ્રી વીર પ્રભુનો સંદેશ ક્યારેક મધુર ધ્વનિ થઈને સંભળાય તો જીવમાત્ર તરફ પ્રેમ, મૈત્રી અને કરુણાનું વાતાવરણ સર્જાય. (215 vu Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy