SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ શ્રી મહાવીરનો જીવનસંદેશ અનંતાઅરિહંતોમાં અનન્ય, પરમ ઉપકારક, મહામાનવશ્રીમહાવીર પરમાત્માના જીવનપ્રસંગો અને તેમના ઉપદેશને વૈજ્ઞાનિક દષ્ટિએ તપાસીએ તો આજના યુગમાં તેની યથાર્થતા જાણી શકાય. મહાવીરસ્વામીનો જન્મ બ્રાહ્મણકુળનાં સંસ્કાર જેવા કે બુદ્ધિ અને નીતિ અને ક્ષત્રિયકુળના સંસ્કાર જેવા કે બુદ્ધિ અને નીતિ અને ક્ષત્રિયકુળના સંસ્કાર જેવા કે જગતને ઘાટ આપવાની રાજ્યકર્તા તરીકેની ક્રિયાશક્તિનો સુમેળદર્શાવેછે.દેવાનંદાનીકુક્ષિમાંરહીબ્રાહ્મણત્વ પામ્યા પછી ક્ષત્રિયાણીત્રિશલામાતાના સંસ્કારથી આત અને બાહ્ય શત્રુઓ પર વિજય મેળવી શક્યા. ભગવાન મહાવીરને દીક્ષા સમયે મળેલું દેવદૃષ્યવસ્ર સૂચવે છે કે જ્યારે આ વસ્ત્રમાંથી બ્રાહ્મણયાચકે અર્ધું વસ્ત્ર દાનમાં માગ્યું ત્યારે ભગવાને તેને આપીદીધું. ભગવાન માટે તો એરત્નજડિત વસ્ર બોજારૂપ જ હતું. ઉપરાંત અડધું આપવા પાછળ એવું પણ અર્થઘટન કરી શકાય કે બ્રાહ્મણે અડધું પામ્યા પછીબાકીની પૂર્ણતા પ્રાપ્ત કરવા સ્વપ્રયત્ન કરવો જોઇએ. ચંડકોષિકનો પ્રસંગ પણ અર્થસૂચક છે. ભગવાન મહાવીરે ચંડકૌષિકનું અભિમાન દૂર કર્યું. નાગતમોગુણીનું પ્રતિક હતો. તે હઠયોગીની જેમ જડત્વને વળગેલો હતો. મહાવીરસ્વામીએ પોતાની સાત્વિકશક્તિ દ્વારા તમોગુણી સર્પને પુનર્જન્મના નવા સંસ્કારનો, નવા જીવનમૂલ્યોનો પરિચય કરાવ્યો. તેના શરીર ઉપરરહેલાં મિથ્યાભિમાનનાં ભીંગડા ઉખડી ગયા ત્યારે ઉપશમરસમાં તે મગ્ન બન્યો. આપણાં જીવનમાં પણ ચંડકૌષિક નાગનો જન્મ થાય ત્યારે પ્રભુ જેવો મૈત્રી અને ક્ષમાભાવકેળવી, તેનું શામ-દામ-દંડથી નહીં, પણ આધ્યાત્મિક સમતાભાવે શમન કરવાનું આ પ્રસંગ શીખવે છે. સંગમદેવનો પ્રસંગદર્શાવે છે કે ઉપસર્ગો આપનાર બાહ્યયુદ્ધસામે શ્રીવીરપ્રભુના આંતર્યુદ્ધનો વિજય થયો. આ રીતે ભગવાન મહાવીરનાં જીવનના પ્રસંગોનું માપ કોઇ માપપટ્ટીથી કાઢવાનું કામ મહાસાગરમાંથી ખોબો ભરીને પાણી ઉલેચવા જેવું છે. શુભ અને અશુભનો વિગ્રહ અનાદિકાળથી ચાલ્યો આવે છે. અશુભ તત્વ માથું ઉંચકે ત્યારે શુભ શક્તિની કસોટી થાય છે. ત્યારે નિઃસ્પૃહદશામાંથી વીતરાગદશામાં આ મહામાનવજેવા જ પહોંચી શકે, આ માટે તેમણે ઉત્કર્ષ ચારિત્ર, તપ અને કાયોત્સર્ગ દ્વારા કર્મનો ક્ષય કર્યો, શ્રી ભગવાન મહાવીરની વિશ્વવંદ્ય તરીકેની ગણના આ કારણે જ થઇ છે એવું કહી શકાય. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના ચરિત્ર અને ઉપદેશના આધારે ઉપસતું શ્રી વીરપ્રભુનું વ્યક્તિત્વ અમન સર્વોપરિતા દર્શાવે છે. શ્રી વીરપ્રભુના આત્માના અણુએ અણુમાં અહિંસા અને કરૂણાના સૂર પ્રગટતા હતા. તેઓ માનતા હતા કે ક્ષમાની મૂડી સામે અહંકાર મીણની જેમ ઓગળી જાય છે. ચંડકૌષિકનું દૃષ્ટાંત આ માન્યતાને સાચી ઠેરવે છે. તેણે દૂરથી ભગવાનનું મુખ જોયું અને પોતાની આગજવાળાઓકરતા તો પ્રભુની શાંત અને શીતળ મુખમુદ્રાના દર્શનમાં વધુ તાકાતનો અનુભવ કર્યો. અશુભ દષ્ટિને શુભ દષ્ટિ મળી. ગુનેગાર શિષ્ય પર ઉદાર ગુરુની છત્રછાયા પથરાણી. Jain Education International 214 W For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy