SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સોંપી સંસારની ફરજોમાંથી મુક્ત બનીને જંગલમાં રહી ધર્મ-ધ્યાન અને તપ-ત્યાગમાં જીવન પસાર કરતા. 9 આ રીતે મહાબલકુમારના પિતા શતબળ રાજાએ સંસારની ફરજોને બરાબર નિભાવ્યા પછી, માનવભવને સાર્થક કરવા માટે મહાબલકુમારને સમજાવી રાજગાદી પર સ્થાપિત કર્યો. સંસારથી અલિપ્ત થવા માટે, સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે અને પરંપરાએ મોક્ષપદની પ્રાપ્તિ માટે ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ અને ઉગ્ર તપશ્વર્યા કરી આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયા. આ બાજુ પિતા પાસેથી મેળવેલું રાજ્ય પ્રાપ્ત કર્યા પછી મહાબલ રાજાએ સમસ્ત દુશ્મનોને પરાસ્ત કર્યા. દેવાંગનાઓ સાથે જેમ દેવલોકના દેવો સુખચેનમાં જીવન પસાર કરે છે એ રીતે મહાબલ રાજા પણ પોતાની સુંદર નવયૌવના રાણીઓ સાથે સુખના દિવસો પસાર કરવા લાગ્યા. પૂર્વના પુણ્યકર્મના ઉદયે આવું સ્વર્ગીય સુખ તેમને પ્રાપ્ત થયું હતું. ધન સાર્થવાહના ભવમાં કરેલા પુણ્યકર્મોથી આજે અપાર સુખવૈભવને ભોગવનાર મહાબલ રાજાને ધર્મ પ્રત્યે ઉદાસી હતી. પરંતુ તેમની રાજસભામાં ચતુર અને બુદ્ધિશાળી મંત્રીઓ અને દરબારીઓ હતા. છતાં કેટલાક દરબારીઓ માત્ર ભૌતિક સુખને જ શ્રેષ્ઠ માનતા હતા. આ રાજસભામાં ચારિત્રવાન, ગુણવાન અને ધાર્મિક વૃત્તિવાળા એક મંત્રીવર્ય હતા. તેમનું નામ સ્વયંબુદ્ધ હતું. તેમણે એક વખત રાજા મહાબલને કહ્યું. હે રાજન ! પૂર્વજન્મનું પુણ્ય પહોંચતું હોય ત્યાં સુધીમાં વિવેકી પુરુષોએ નવું પુણ્ય ઉપાર્જન કરી લેવું જોઈએ. માટે આપ ધર્મનું સેવન કરો અને ઉત્તમ પદની પ્રાપ્તિ માટે આપ આપની લક્ષ્મીનો સદ્દઉપયોગ કરો.” આ વાત સાંભળી રાજા ઘડીભર વિચારમાં પડી ગયા. પરંતુ જેમ પાંચ-સાત શુદ્ધ હીરામાં કોઈ કાચના ટૂકડા ભળી ગયા હોય તો એનાં લક્ષણોથી જુદા તરી આવે છે, એ રીતે આ દરબારમાં સંભિન્ન નામનો બીજો એક મંત્રી હતો. તે નાસ્તિક હતો. આ લોકનું જ સુખ મેળવવા તે ઉત્સુક હતો. તેથી તેણે મહાબલ રાજાને સ્વયંબુદ્ધની વાત ન સાંભળવા કહ્યું. પરંતુ સ્વયંબુદ્ધે કહ્યું કે જેમ કાષ્ટ્રથી અગ્નિ અને નદીઓથી સમુદ્ર ક્યારેય સંતોષ પામતા નથી એ રીતે ઉત્તમ પુરુષો મોહમાયામાં ફસાવાને બદલે ધર્મનો આધાર લે છે. આ રીતે મંત્રીએ રાજાને સંસારના મોહમાયામાંથી મુક્ત થઈ ધર્મનું જ અવલંબન લેવાની સલાહ આપી અને ઉત્તમ એવા ચારિત્રધર્મની સમજ આપી. ક્ષમાશીલ રાજા મહાબલે સૌ પ્રજાજનોને ક્ષમાપના પાઠવી ચારિત્ર ગ્રહણ કર્યું. અગ્નિમાં તપાવી શુદ્ધ કરેલું સોનું જેવું નિર્મળ અને તેજસ્વી લાગે છે એ રીતે વિશુદ્ધ ચારિત્રના પાલનથી તેમનું સાધુજીવન પ્રકાશી રહ્યું. પંચ પરમેષ્ઠિના સ્મરણથી આત્મા ઉપર લાગેલાં કર્મોના કચરાને દૂર કરવા લાગ્યા. ઉગ્ર તપશ્વર્યા દ્વારા પાપકર્મોનો નાશ કરીને મહાબલ રાજાએ સાધુધર્મને અને પોતાના જીવનને સાર્થક કર્યું. IIIII) ભવ પાંચમો વી|||| પૂર્વભવનો સુકૃત અને પુણ્યકર્મનો પ્રભાવ પછીના ભવના પરિણામોને નક્કી કરે છે અને એ રીતે આત્મા સંસારના પરિભ્રમણને વધારે કે ઘટાડે છે. મહાબલ રાજાએ ઉત્કૃષ્ઠ સાધુજીવન દ્વારા ઉપાર્જિત કરેલું પુણ્યકર્મ ઉદયમાં આવ્યું અને તેમનો જીવ ઈશાન 6. દેવલોકમાં અલંકાર સમાન શ્રીપ્રભ નામના વિમાનમાં લલિતાંગ નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy