________________
5 ઉપાર્જન કર્યું હતું તેથી યુગલિકના ભવમાં પરમ સુખ ભોગવવા લાગ્યો. સમય જતા યુગલિક તરીકેનું આયુષ્ય છે પૂર્ણ કર્યું.
mil ભવ ત્રીજો પIIII
=
=
=
=
=
=
=
=
ધન સાર્થવાહના જીવે પ્રથમ ભવમાંથી બીજા ભવમાં યુગલિક તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. આગળ જણાવ્યા મુજબ યુગલિકો આયુષ્ય પૂર્ણ કરે પછી દેવલોકમાં દેવ તરીકે જન્મે છે. એ રીતે યુગલિકનો જીવ પણ સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
ધન સાર્થવાહના ભવમાં સુપાત્રદાન કરીને ઉપાર્જિત કરેલા પુણ્યકર્મના પરિણામે ધર્મની વૃદ્ધિ થતાં દેવપણામાં પણ પરમ સુખની પ્રાપ્તિ કરી. દેવાંગનાઓ સાથે સુખપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.
|
ભવ ચોથો વIII)
TV
• પશ્ર્વિમ મહાવિદેહમાં ગંધીલાવતી નામના વિજયમાં વૈતાઢ્ય નામનો પર્વત છે. તેનાં શિખરના અગ્રભાગે તેજપુંજ શોભી રહ્યો છે. જે રીતે માતા-પિતાના વાત્સલ્યભરેલાં ખોળે જેમ પુત્ર સુખની અનુભૂતિ કરતો હોય, એ રીતે વૈતાઢ્ય પર્વત પર આવેલા ગાંધાર નામના દેશમાં પ્રજા સુખ, સમૃદ્ધિ અને શાંતિનો અમલ કરતી હતી. તે દેશમાં ગંધસમૃદ્ધ નામનું નગર હતું. આ નગરની વિશિષ્ટતા એ હતી કે તેના યુવાનો કામદેવ જેવા સ્વરૂપવાન હતા. તેમજ સ્ત્રીઓ દેવાંગનાઓ સમાન લાવણ્ય ધરાવતી હતી. સૌ નગરજનો સાર-અસારના જાણકાર હતા. એટલે પોતે કરેલ કાર્ય વિષે અને તેનાં પરિણામ વિષે સતત જાગૃત રહેતા.
આ નગરમાં વિદ્યાધર શિરોમણી શતબળ નામના રાજા હતા. ધર્મપ્રેમી રાજાના કારણે પ્રજા સુખી હતી. રાજાના ઉદાર દિલના કારણે જેમ થાકેલા મુસાફરને વડલાની શીળી છાયામાં પરમ શાંતિનો અનુભવ થાય એ રીતે પ્રજા શાંતિ - શાતાનો અનુભવ કરતી હતી. રાજા શતબળની રાણી ચંદ્રકાન્તા સર્વાગ સુંદર તેમજ ગુણવાન હતી, તેથી તે રાજાને ખૂબ જ પ્રિય હતી. તેમની વચ્ચે રચાયેલો સ્નેહ-સેતુ તેમના પરસ્પર પ્રેમની નિશાનીરૂપ હતો.
રાણી ચંદ્રકાન્તાની કુક્ષીમાં એક મહાન આત્માનું ચ્યવન થયું એ અન્ય કોઈ નહિ પણ સૌધર્મ દેવલોકમાંથી અવીને ધનસાર્થવાહનો જીવ ચોથે ભવે ચંદ્રકાન્તાની કક્ષામાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ મહાબલકુમાર રાખવામાં આવ્યું.
કહેવાય છે કે જ્યારે રૂપ અને ગુણનો સરવાળો થાય છે ત્યારે તે વ્યક્તિ પૂજવા લાયક બને છે. મહાબલકુમાર માટે આ વાત તદન ખરી હતી. યૌવનવયના પગથિયે પહોંચેલા મહાબલકુમારનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવિત હતું. કેસરી સિંહ સમાન કમર, બળવાન ભૂજાઓ, પોયણા જેવા પોપચા ધરાવતી સુંદર અને દીર્ઘદૃષ્ટા આંખો અને વીરતાની મૂર્તિ જેવો મહાબલ ચરિત્ર અને ગુણની બાબતમાં ઉત્તમ પુરુષ હતો. પરંતુ મહાબલકુમાર પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનાર વિનયી પુત્ર હતા. તેથી તેણે પોતે પોતાને પ્રિય સ્ત્રીને પત્ની બનાવવા ન વિચાર્યું. પિતાની આજ્ઞા પ્રમાણે તેણે વિનયવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા.
પ્રાચીન સમયમાં રાજા એ વાતને ધર્મ માનતા કે અમુક ઉમર થતા રાજકારભાર પોતાના યોગ્ય પુત્રને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org