________________
સંતોષ ન થયો. તેણે આજુબાજુ બધે તપાસ કરી, પરંતુ ક્યાંય ઉચિત ગોચરી-આહાર જણાયો નહિ. અચાનક તો તેણે એક પાત્રમાં ઠરી ગયેલું ઘી જોયું. તેના મનના આનંદનો પાર રહ્યો નહિ. ગુરુ મહારાજના પાત્રમાં તેણે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઘી વહોરાવી દીધું. પોતાની જાતને પરમ ભાગ્યશાળી માનીને ધન સાર્થવાહનું મન ધન્યતા અનુભવવા લાગ્યું, તે બોલી ઊઠ્યો, “આજે મારો જન્મ, જીવન અને લક્ષ્મી, તમામ સાર્થક થઇ ગયું. મારો પુણ્યોદય જાગૃત થઈ ગયો.” આ પ્રમાણે કહેતા કહેતા પૂર્વ ભવનાં પાપકર્મોની બેડીઓ તૂટવા લાગી અને ભાવપૂર્વક દાન દેવાના કારણે અંતઃકરણમાં સુપાત્રદાનની ભક્તિનો પ્રવાહ રેલાવા લાગ્યો. અંતરમન પુલકિત બની પ્રકાશી રહ્યું. અને તે જ સમયે સમકિતરૂપ બીજની પ્રાપ્તિ થઈ.
મુનિ મહારાજે ધર્મલાભ આપી આ પ્રમાણે ઉપદેશ આપ્યો.
“આ સમગ્ર સંસાર દુઃખમય છે. માત્ર ધર્મ જ શાશ્વત છે અને દુઃખને હરનાર તેમજ વાંછિતની પ્રાપ્તિ કરાવનાર છે. ધર્મથી જ ચાર ગતિનું ભ્રમણ દૂર થાય છે. ઈંદ્ર,વસુદેવ, ચક્વર્તિ, બળદેવ આદિ પદવીઓ મળે છે. ધર્મ ચાર પ્રકારનો છે –દાન, શિયળ, તપ અને ભાવ. દાનના પાંચ પ્રકાર છે. જ્ઞાનદાન, અનુકંપાદાન, અભયદાન, કીર્તિદાન અને સુપાત્રદાન. જીવના બે પ્રકાર છે - સ્થાવર અને ત્રસ. તપના બાર પ્રકાર છે – છ બાહ્ય અને છ અત્યંતર. શ્રાવકો માટે દેશવિરતિ અને સાધુજન માટે સર્વવિરતિ ધર્મ છે.”
ગુરુ મહારાજે મધુરવાણીમાં શ્રાવકના બાર વ્રતો અને પંદર કર્માદાનનું સ્વરૂપ સમજાવ્યું. આ પ્રકારનો ઉપદેશ સાંભળી ધન સાર્થવાહને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ તેથી પોતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યો. ગુરુ મહારાજને નમન કરી પોતાના તંબુમાં પાછો ગયો. ત્યારે તેનું મન ભાવવિભોર બની ગયું. ચિત્તમાં ચોમેર સમક્તિભાવની રોશની ઝળહળી ઊઠી. શુદ્ધ અને સાચું જ્ઞાન પ્રાપ્ત થયાનો આનંદ થવાથી જ્ઞાનનો દીપક પ્રગટી ઊઠ્યો. આખી રાત ધર્મચિંતનમાં પસાર કરી સૂર્યોદય થતાં જ ધન સાર્થવાહે અન્ય માણસો સાથે તંબુ તરફ પ્રયાણ કર્યું. ધર્મઘોષસૂરિએ પણ ધન સાર્થવાહને ધન્યવાદ આપી વિહાર કર્યો.
મુનિ મહારાજ સાથેની ધર્મચર્ચા અને ધર્મદેશનાને યાદ કરતો ધન સાર્થવાહ થોડા દિવસો બાદ વસંતપુર નગરે પહોંચી ગયો. ત્યાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી, મહામૂલ્યવાન વસ્તુઓનો સંગ્રહ કરીને વસંતપુર નગરમાંથી પ્રયાણ કરી ફરી પોતાના નગર ક્ષિતિપ્રતિષ્ઠિત તરફ પાછો આવ્યો. મળેલી લક્ષ્મીને સુપાત્રદાનમાં વાપરી લક્ષ્મીને પણ સાર્થક કરી. આ રીતે ધન સાર્થવાહે બાકીનું જીવન ધર્મકાર્યમાં જ વ્યતિત કર્યું.
[III
ભવ બીજો |િ|||
SS
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધર્મક્રિયામાં જીવન પસાર કરી આયુષ્ય પૂર્ણ કરી ધન સાર્થવાહનો જીવ ઉત્તર કુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષની પૂર્વદિશામાં સીતા નદીના કિનારે યુગલિયારૂપે ઉત્પન્ન થયો.
એ સમયે યુગલિકોમાં વિશિષ્ટતા હતી કે તેઓ દર ત્રીજે દિવસે ભોજન લેતા. તેઓનું શરીર ત્રણ ગાઉના પ્રમાણવાળું હતું.
આ યુગલિયાના જન્મ પછી તેમના માતા-પિતા ૪૯ દિવસ પછી મૃત્યુ પામે છે; તેઓ પછી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તેઓને પોતાની તમામ ઈચ્છા મુજબની વસ્તુ પ્રાપ્ત થાય છે.
ધન સાર્થવાહનો જીવ આવા વાતાવરણમાં વિષયસુખ ભોગવવા લાગ્યો.પૂર્વભવમાં સુપાત્રદાનનું પુણ્ય
..(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org