SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આવા શુભ આશયથી ધન સાર્થવાહે એ પછી વસંતપુર નામે નગરમાં વેપાર અર્થે જવાનો નિર્ણય કર્યો. ધન છે. સાર્થવાહ તો બુદ્ધિમાં કુશાગ્ર અને ધન-સંપત્તિમાં કુબેરની બરાબરી કરનાર હતો, છતાં તેની ઈચ્છા હતી કે જે કોઈ લોકો તેમની સાથે જવાની ઈચ્છા રાખતા હશે તેઓને રસ્તામાં કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. તેઓ ખુશીથી તેમાં જોડાઈ શકશે. આ વાત લોકો સુધી પહોંચાડવા તેમણે ઢંઢેરો પીટાવ્યો. પ્રાતઃકાળના મંગલમય કિરણો મૃદુ આભા રેલાવતા ધીમે ધીમે અંધકારની ચાદર દૂર કરી રહ્યાં હતા. એ સમયે મંગલ મુહૂર્ત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની દિશાઓમાં ધન સાર્થવાહના નામનો જયજયકાર સંભળાવા લાગ્યો. કુળવધૂઓ પણ શુભ મુહૂર્ત સાચવી લઈ મંગળ ગીતો ગાવા લાગી, રાત્રિના ગાઢ અંધકારમાં તારકમંડળની સાથે જેમ ચંદ્ર શોભે એ રીતે અન્ય વેપારીઓ વચ્ચે ધન સાર્થવાહ શોભી રહ્યો હતો. ધીમે ધીમે વધતા વેપારીઓ આનંદથી પ્રયાણ કરતા હતા. આ સમયે પરમ પાવનરસનું પાન કરાવનાર અને મોક્ષપદ જેવા અનંતસુખની પ્રાપ્તિ કરાવનાર, શાંત સુધારસ સમાન શ્રી ધર્મઘોષસૂરી તેમના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા. “ધર્મલાભ' ની મૃદુ વાણી સાંભળી સૌ કૃતાર્થ થયા. ધન સાર્થવાહે પણ પોતાની જાતને ધન્ય માની, બે હાથની અંજલિ ધરીને પ્રણામ સાથે ગુરુ મહારાજને આસન ગ્રહણ કરવાનું કહ્યું. શ્રી ધર્મઘોષસૂરી મહારાજે આસન ગ્રહણ કર્યું. ધન સાર્થવાહે કહ્યું, “હે પૂજ્યવર્ય! કોઈ પુણ્યના ઉદયે જ આપના જેવા ગુરુ ભગવંતોનો મને મેળાપ થયો. હવે આપ કૃપા કરી આપની વાણીનું પાન કરાવો.” આ સાંભળી શ્રી ધર્મઘોષસૂરીએ મનુષ્ય જીવનમાં સદાચારી આચરણનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું: “હે સાર્થવાહ ! તારા જેવા સદાચારીની ભાવભક્તિ જોઈને જ અમે તારી સાથે વિચરવાનું નક્કી કર્યું છે.” આ વચનો સાંભળતા ધન સાર્થવાહ પોતાની જાતને કૃતાર્થ માની ગુરુદેવને નમસ્કાર કરી વસંતપુર જવાના માર્ગે પોતાના વિશાળ સમુદાય સાથે પ્રયાણ કર્યું. ગ્રિષ્મઋતુનો સમય શરૂ થયો. અગ્નિની જ્વાળા સમાન ભયંકર તાપ વરસાવતી ગ્રિષ્મઋતુએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. સૌ વૃક્ષની છાયામાં આશ્રય લેવા લાગ્યા. ધીમે ધીમે અસહ્ય તાપની સ્થિતિ બદલાવા લાગી ધરતીના પટ પર જીવજંતુઓએ ત્રાસમાંથી મુક્તિ મેળવી. મેઘરાજાએ મહેરની દૃષ્ટિ કરી હોય એમ વરસાદની હેલી શરૂ થઈ. ચારે તરફ કાદવ કીચડ જામવા લાગ્યા હતા. ધન સાર્થવાહની સાથે અનેક વેપારીઓ હતા. તે મુંઝાયો. તેણે વનમાં અનેક ઝૂંપડાઓ બનાવી પડાવ નાખ્યો. શ્રી ધર્મઘોષસૂરીએ પણ પોતાના શિષ્ય સમુદાય સાથે ઝૂંપડામાં જ આશ્રય લીધો. ધન સાર્થવાહે પોતાની સાથે લીધેલ સામગ્રી ધીમે ધીમે ખૂટવા લાગી. લોકો ભૂખ-તરસથી પીડાવા લાગ્યા. એ દરમિયાન જંગલના કંદ - મૂળ -- ફળ આદિ ખાદ્યસામગ્રીનો પણ લોકો ઉપયોગ કરવા લાગ્યા. અચાનક કોઈના માર્મિક વચનો ધન સાર્થવાહે સાંભળ્યા તેથી તેણે વિચાર્યું કે સાથે આવેલ મુનિ ભગવંતો તો જંગલના ફળફળાદિ, કંદ-મૂળ વગેરેનો સ્પર્શ પણ ન કરે, તો તેઓ પોતાનો નિર્વાહ કેવી રીતે કરતા હશે ! પોતાની સાથે લાવેલા મહાત્માઓનો પોતે ખ્યાલ ન રાખી શક્યો એમ વિચારી તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તરત જ તે ગુરુ મહારાજ પાસે જઈ વંદન કરીને તેમના ચરણમાં પડી પોતાના આ અપરાધની ક્ષમા માગવા લાગ્યો. ગુરુ મહારાજ પણ ક્ષમાના ભંડાર હતા. સાધુનો એ જ આચાર હોય કે શ્રાવકની થયેલી ભૂલોને ક્ષમાના પવિત્ર જળથી વિશુદ્ધ કરી દે. શ્રી ધર્મઘોષસૂરિ મહારાજે પણ આ રીતે “ધર્મલાભ” નો પ્રત્યુત્તર વાળી એટલું કહ્યું, “હે સાર્થવાહ! તારી સાથે આવેલા માણસો અમને યોગ્ય આહાર પૂરો પાડે છે, માટે તું ચિંતા ના | કર. વિવેકપૂર્ણ લોકો અમને અમારા નિમિત્તે બનાવેલ ભોજન વહોરાવતા નથી.” છતાં ધન સાર્થવાહને TITI TITI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy