SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર ચૌદ પૂર્વધારીઓ, સાડા સાત હજાર મનઃપર્યવજ્ઞાનીઓ, સાત હજારને પાંચસો કેવળજ્ઞાનીઓ, તેર હજાર વૈયિ લબ્ધિવાળા, છ હજાર વાદલબ્ધિવાળા, બે લાખને ઓગણત્રીશ હજાર શ્રાવકો અને ચાર લાખને બોતેર હજાર શ્રાવિકાઓ - આટલો પરિવાર થયો. ત્યારબાદ પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કરી એક માસ તે પ્રમાણે રહ્યા. કારતક વદ નોમને દિવસે જ્યારે ચંદ્ર મૂળ નક્ષત્રમાં હતો ત્યારે હજાર મુનિઓની સાથે પ્રભુ નિર્વાણપદને પામ્યા. ઈન્દ્રોએ વિધિયુક્ત સંસ્કાર કરી મોક્ષપદનો મહિમા પ્રગટ કર્યો. આ રીતે શ્રી સુવિધિનાથ પ્રભુએ અરધો લાખ પૂર્વ કુમાર વયમાં, અઠ્યાવીશ પૂર્વાંગે સહિત અર્ધલાખ પૂર્વે રાજ્ય ક૨વામાં અને અઠ્યાવીસ પૂર્વાંગે રહિત એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયમાં એમ મળી કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી સુવિધિનાથ પ્રભુના નિર્વાણ પછી કેટલોક કાળ જતાં હુંડાવસર્પિણીકાળ એટલે કે મહા કનિષ્ક અને ન્યૂન એવો અવસર્પિણીકાળમાં સાધુઓનો ઉચ્છેદ થઈ ગયો. જે રીતે માર્ગ ભૂલેલા મુસાફરો બીજા મુસાફરોને પ્રવાસનો માર્ગ પૂછે એ રીતે ધર્મ ન જાણનાર અજ્ઞાનીઓ સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. ત્યારે તેઓ પોતાની સમજણ અનુસાર ધર્મ સમજાવવા માંડ્યા. તેઓએ પૂજાવિધિ પ્રમાણે દ્રવ્યદાનનું મહત્વ સમજાવવા માંડયું. લોભી શ્રાવકોએ પોતાને આચાર્યો બતાવીને કૃત્રિમ શાસ્ત્રો રચી વિવિધ જાતના દાન બતાવ્યા. જેમાં કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપાદાન, ગૃહદાન, ગજદાન અને શય્યાદાન મુખ્ય ગણાવ્યાં. તે દાનનું મોટું ફળ પણ આલોક-પરલોક સંબંધી સમજાવ્યું. તેઓ એમ કહેવા લાગ્યા કે આ દાન લેવા માટે પોતે જ લાયક છે. આ રીતે લોભી આચાર્યો બની બેઠેલાં શ્રાવકો ગુરુ સમાન બનવા લાગ્યા. જેમ ‘ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન' એ રીતે અજ્ઞાની લોકોમાં આવા શઠ શ્રાવકો મહત્વના બનવા લાગ્યા. એવી રીતે શીતળનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરતક્ષેત્રમાં તીર્થોચ્છેદ થતો રહ્યો. તે સમયે બ્રાહ્મણોએ આ ભરતક્ષેત્ર ૫૨ પોતાનું એક છત્ર રાજ્ય ચલાવ્યું. આ રીતે બીજા છ જિનેશ્વરોના અંતરમાં એટલે કે શાંતિનાથના અંતર સુધી આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્ત્યે. ":"1" Jain Education International NOT ૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy