SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ગોજા ભરતક્ષેત્રની વિનીતા નગરીમાં ભગવાન શ્રી ઋષભદેવના ચક્રવર્તી પુત્ર ભરત મહારાજાનું શાસન ચાલતું હતું. તેમના પત્નિ વામાદેવીની કુક્ષીમાં દેવગતિમાં દેવતાનું આયુષ્ય પૂર્ણ કરી નયસારનો જીવ પુત્ર તરીકે અવતર્યો. તેના જન્મ સમયે આસપાસ કિરણો જેવું તેજ પથરાયું હતું તેથી તેનું નામ મિરિચ રાખવામાં આવ્યું. ભગવાન ઋષભદેવજી દીક્ષા બાદ એક હજાર વર્ષ સુધી છહ્મસ્થપણે વિહાર કરતા હતા. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ભરત મહારાજા પોતાના પરિવાર સહિત પ્રભુને વંદન કરવા પધાર્યા. આ સમયે સમવસરણની અદ્દભુત શોભા, ત્રિવિધના તાપને શાંત કરનાર પ્રભુના વચનામૃત અને શાસનની સુંદર પ્રભાવના જોઈ ત્યાં દર્શનાર્થે પધારનાર સૌ કોઈ ધન્યતા અનુભવતા હતા. ભરત મહારાજા પણ પ્રભુનાં વચનો સાંભળીને સંસારની ક્ષણભંગુર સ્થિતિ વિષે વિચારતા હતા. તેમની સાથે રિચ પણ હતા. આવી સુંદર ભકિતભાવના જોઈ મિરિચ પ્રભુની અમૃતમય વાણી સાંભળતા સમકિતની પ્રાપ્તિ થઈ. લક્ષ્મીની ચંચળતા, સંસારની ક્ષણભંગુરતા અને ભૌતિક સુખની અપૂર્ણતા વિષે વિચારતા મરિચિએ ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ ચારિત્રના પાલનથી મરિચિ દિવસો પસાર કરવા લાગ્યા. સાધુધર્મનું સુંદર પ્રકારે પાલન કરતા કરતા તેઓ ભગવાન સાથે વિચરવા લાગ્યા. જ્ઞાનનો અભ્યાસ અને ઉત્તમ વ્રતોનું પાલન એ એમના જીવનનું લક્ષ હતું. આ દરમિયાન ગ્રિષ્મઋતુ શરૂ થઈ. પ્રચંડ તાપથી તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તૃષાથી પીડિત થવા લાગ્યા. આ સમયે ચારિવરણીય કર્મનો ઉદય થયો. કર્મરાજાની માયાજાળ કોઈને છોડતી નથી. મરિચિનું હ્રદય સંયમ જીવનની કઠોરતા સહન ન કરી શકયું. તે વિચારવા લાગ્યા કે સાધુપણું પાળવા હું સમર્થ નથી પરંતુ લોકલજ્જાએ આ વેશ અને વ્રત છોડી શકાય પણ નહી. સંયમમાં કઠોર વ્રતપાલન હવે અશકય છે. એટલે હવે શું કરવું તે મિરચિમુનિ વિચારવા લાગ્યા. ''આ શ્રમણ ભગવંતો મનદંડ, વચનદંડ, અને કાયદંડથી વિરકત છે અને હું તો દંડનો ગુલામ છું ; તેઓ ભવથી પર રહેવા માગે છે, હું તો ભવની આકાંક્ષાવાળો છું; તેઓ કેશનો લોચ કરે છે, હું શિખાધારી થાઉં તો ?'' આવુ વિચારી તે ચિંતવવા લાગ્યા કે “ હું ત્રિદંડી સાધુ થાઉં, મારા મસ્તક પર છત્રનું સ્થાપન થાઓ; સાધુઓ ખુલ્લે પગે ચાલે છે પણ મારામાં તે શકિત નથી, માટે મારે પગમાં પાવડી હોય, આ સાધુઓ શીયળ વડે સુગંધી છે, માટે સ્નાન કરતા નથી, પરંતુ મારે સુગંધ માટે સ્નાન તેમજ ચંદનના તિલક થાઓ ; આ સાધુઓ કષાયરહિત છે,'શુકલ વસ્ત્રધારી છે પરંતુ મને ભગવુ વસ્ત્ર મળો.'' આ રીતે મરિચિએ ત્રિદંડી વેશ ધારણ કર્યો. સંયમમાં ભલે તે શિથિલ થયા પરંતુ તેઓની જૈન શાસનમાં શ્રદ્ધા અખુટ હતી. તેમનો આ નવો વેષ જોઈ બધા તેમને ધર્મ વિષે પૂછવા લાગ્યા. આ સમયે મરિચિમુનિ તેમને સાચોધર્મ બતાવતા તેથી લોકોને આશ્ચર્ય થતું જ તેઓ તેમને પુછતા, "તમે સાચો સાધુધર્મ છોડી આવું આચરણ શા માટે કરો છો ?'' આ સાંભળી મરિચિમુનિ કહેતા, 'એ સાધુધર્મ તો મેરૂપર્વતના જેવો ભારે છે, હું તે પાળવા સમર્થ નથી.'' આ રીતે તેઓ ધર્મોપદેશનું કાર્ય કરતા હતા. તેમનો ઉપદેશ સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. જેમને ચારિત્ર ગ્રહણ કરવું હોય તેમને તે શ્રી ઋષભદેવ પ્રભુ પાસે મોકલતા. આવા આચારવાળા ચિમુનિ પ્રભુની સાથે વિચરવા લાગ્યા. Jain Education International 161 ➖➖➖➖➖➖ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy