SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જાણતા હતા, તેથી તે પ્રભાવતી સાથે સમય પસાર કરવા લાગ્યા. એક વખત પાર્શ્વકુમાર પોતાના મહેલના ઝરુખે બેઠા બેઠા વારાણસી નગરીના દર્શન કરતા હતા. એ સમયે કેટલાક લોકો પૂજાની સામગ્રી લઈ જતા હતા. તપાસ કરતા ખબર પડી કે ગામની બહાર કઠ નામનો એક તાપસ પંચાગ્નિ તપ કરતા હતા માટે નગરજનો તેની પૂજા માટે જતા હતા. આ કઠ એટલે નવમાં ભવે નરકમાં જન્મેલો કમઠનો જીવ આ ભવે ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં ઉત્પન્ન થયો હતો. થોડા સમયમાં માતા-પિતા વગેરે મૃત્યુ પામતા દુઃખી સ્થિતિ ભોગવતો હતો. પુરતું ભોજન પણ તેને મળતું ન હતું. એક વખત ધનાઢય પુરુષોને જોઈ તેને થયું કે આ પરિણામ પૂર્વભવના તપનું હોવું જોઈએ. આમ વિચારી તે તાપસ થયો અને વિવિધ પ્રકારના તપ કરવા લાગ્યો. પાર્શ્વકુમાર પણ નગરજનોને જોઈ તે પંચાગ્નિ તપને જોવા માટે પરિવારસહિત ગયા. અગ્નિકુંડમાં વચ્ચે મૂકેલા કાષ્ટને જોઈ પાર્શ્વકુમારને અવધિજ્ઞાનથી જાણવામાં આવ્યું કે તેમાં સર્પ બળી રહ્યો છે. તરત જ તેમણે તે તાપસને આ વાતની જાણ કરી. તાપસ ગુસ્સે થતા બોલ્યો, ''તમે તો હાથી-ઘોડા પર બેસનાર અને યુદ્ધો કરનાર. તમને આવા મુનિઓના ધર્મમાં શી ખબર પડે ?' પાર્શ્વકુમારે સેવકને આજ્ઞા કરી અને તે કાષ્ટને બહાર કઢાવ્યું. તેના ઉભાં ટૂકડા કરવાની આજ્ઞા કરી. ટૂકડા થતાં જ તેમાંથી મોટો સર્પ નીકળ્યો. જરા બળેલો એ સાપ જોઈ તાપસ પણ ક્ષોભ પામ્યો. પાર્શ્વકુમારે તે સર્પને નવકાર સંભળાવવાની આજ્ઞા અને પચ્ચખાણ કરાવ્યા. સર્પનું આયુષ્ય પૂર્ણ થયું. તે મૃત્યુ પામી નાગકુમાર નિકાયમાં ધરણેન્દ્ર નામે નાગરાજ થયો. કઠ તાપસ આ બનાવથી વધુ ઉગ્ર થયો અને વધુ કષ્ટકારી તપ કરવા લાગ્યો છેવટે તે ત્યાંથી મૃત્યુ પામી મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામે દેવતા થયો. આ બાજુ પાર્શ્વકુમાર પરિવાર સહિત રાજમહેલમાં પાછા પધાર્યા. સંસારમાં વિરકત ભાવે રહેનારને કોઈ નિમિત્ત મળી જાય તો તે સંસાર છોડી દે છે. પાર્શ્વકુમાર પણ હવે પોતાના ભોગકર્મ પૂરા થયાનું જાણી દીક્ષા લેવા વિચારતા હતા. આ સમયે લોકાંકિત દેવોએ આવીને પાર્શ્વકુમારને વિનંતી કરતા કહ્યું, 'હે નાથ ! તીર્થને પ્રવર્તાવો.' આ સાંભળી કુબેરની આજ્ઞાથી દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે પ્રભુએ વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. આ દાનના પ્રભાવે ગરીબ લોકોનું દારિદ્ર દૂર થયું. પ્રભુની દીક્ષાનો અવસર નજીક આવતા ઈન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાન વડે જાણ્યું ત્યારે શક્રાદિક ઈન્દ્રોએ પ્રભુના દીક્ષા મહોત્સવ ઉજવવા માટે અભિષેક કર્યો. દેવો તથા માનવો વહન કરી શકે એવી વિશાલા નામની શિબિકા રચી. પ્રભુ આ શિબિકામાં બેસી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા. પૃથ્વી પટ પર અને આકાશમાં દેવવિમાનોથી વાતાવરણ ઉલ્લાસમય બની ગયું. ઉદ્યાનમાં વૃક્ષો નવપલ્લવિત થયા. ચોતરફ સુગંધની લહેરો ઉડવા લાગી. ત્રીસ વરસની યુવાન વયે રૂપ લાવણ્ય અને વસ્ત્રાલંકારોથી મનોહર શોભા ધરાવતા પાર્શ્વકુમારને જોવા પકૃત્તિ પણ ઉત્સુક બની હતી. પળવારમાં આ અલંકારોનો ત્યાગ થવાનો હતો. તેથી પરિવારમાં ગ્લાનિનો ભાવ પણ હતો. પાર્શ્વકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. વસ્ત્ર અને અલંકારો તજી દીધા. ઈન્દ્ર દ્વારા અર્પતિ દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુએ ધારણ કર્યું. પોષ વદ અગિયારસના ચંદ્રનું સ્થાન અનુરાધા નક્ષત્રમાં હતું, ત્યારે આ રીતે પાર્શ્વકુમારે ત્રણસો રાજા સાથે અઠ્ઠમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તરત જ પ્રભુને ચોથુ જ્ઞાન - મનઃ પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે કોપટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થના ઘેર પ્રભુએ ખીર પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પંચ 154 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy