________________
આવી ઘટના સાંભળતા અશ્વસેન રાજાએ કહ્યું, "હું છું છતાં પ્રસેનજિત રાજાને શેનો ભય છે? મારી ફરજ છે છે તેમનું રક્ષણ કરવાની, માટે હું જ યવન પર આક્રમણ કરીશ." આ વાત થતી હતી ત્યાં જ રાજા અશ્વસેન | રણભેરીનો નાદ કરાવ્યો. આ સાંભળી પાર્શ્વકુમાર દોડી આવ્યા. પિતાને પ્રણામ કરીને બેઠાં, ત્યારે તેમને આખી | વાતની ખબર પડી. પરાક્રમી અને આજ્ઞાંકિત પુત્ર હોય ત્યારે પિતાને ડર શેનો હોય? તેમણે અશ્વસેન રાજાને આગ્રહ કર્યો કે તેમની બદલે તે પોતે જ યવન પર આક્રમણ કરશે અને પ્રસેનજિત રાજાને મદદ કરશે. પોતાના પુત્રના બાહુબળમાં વિશ્વાસ હતો. તેણે આ વાતનો સ્વીકાર કર્યો.
સૂર્ય જેવા તેજથી શોભતા પાર્શ્વકુમાર વિવિધ આયુધોથી સજજ થઈ પ્રસેનજિત રાજાની મદદે જવા કુશસ્થળ નજીક પહોંચ્યા યુદ્ધની નીતિ અનુસાર તેમણે પ્રથમ એક દૂતને યવનરાજા પાસે મોકલ્યો દૂતે પાર્શ્વકુમારનો સંદેશો આપીને કહ્યું,
હે યવન રાજ! તમે કરેલ અપરાધ બદલ પાર્શ્વકુમાર તમને માફ કરશે, જો તમે તત્કાલ પ્રસેનજિત રાજાનો વિરોધ કરવાનું છોડી દેશો તો." આ વાત સાંભળી યવનરાજ અતિશય ગુસ્સે થયો. પરંતુ તેમના સુભટો અને મંત્રીએ તેને પાર્શ્વકુમારના પરાક્રમની વાત કરી અને તેમના શરણે જવામાં જ પોતાનું ભલું છે એમ સમજાવ્યું. યવનરાજને પોતાની ભૂલ સમજાણી અંતે તે પોતે જ પાર્શ્વકુમારનું શરણ સ્વીકારવા ગયો. પાર્શ્વકુમારની ચતુરંગી સેના અને તેની શોભા જોતા યવનરાજ અચંબામાં પડી ગયો. છેવટે તેણે પાર્શ્વકુમાર પાસે માફી માગી. આ જોઈ પાર્શ્વકુમારે મહાવિજયથી હર્ષ પામી, ઉલ્લાસ સાથે યવનરાજાને માફી આપી.
પ્રસેનજિત રાજા પાર્શ્વકુમારની પોતાના તરફની લાગણીથી ભાવવિભોર બની ગયા. જયારે દૂતે તેમને આ વિજયના સમાચાર આપ્યા ત્યારે તે પ્રભાવતીને લઈ ત્યાં આવ્યા અને વિનંતી સાથે કહેવા | "હે નાથ, જે રીતે તમે મારા પર ઉપકાર કર્યો છે, એ રીતે તમે મારી દીકરી પ્રભાવતી પર પણ ઉપકાર કરો. તેનો તમે સ્વીકાર કરી મારું જીવન ધન્ય બનાવો." પ્રભાવતીએ જયારે આ શબ્દો સાંભળ્યા ત્યારે પોતાના પ્રિયજનને મેળવવા માટે તે ઉત્સુક થઈ પાર્શ્વકુમાર સામે જોઈ રહી.
પાર્શ્વકુમાર તો પિતાના આજ્ઞાપાલક હતા. પ્રભાવતી વિષેની વાત પિતાને જાણ કર્યા વગર કઈ રીતે સ્વીકારી શકે ? આથી તેમણે એ સમયે આ વાતનો અસ્વીકાર કર્યો. આ ઉપરાંત, પાર્શ્વકુમાર તો સંસારમાં વિકરત ભાવથી જ પોતાના કર્તવ્યો કરતા હતા. તેથી લગ્ન કરવાનો વિચાર પણ તેમણે કર્યો ન હતો. છેવટે પાર્શ્વકુમાર ત્યાંથી વિદાય થયા.
પ્રભાવતી તો પાર્શ્વકુમાર સાથે જ લગ્ન કરવા માગતી હતી. આથી પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજા પાસે જઈ આ માગણી કરવા વિચાર્યું. તે પ્રભાવતીને લઈ ત્યાં આવી પહોંચ્યા. અશ્વસેન રાજાએ પૂરા આદરભાવ સહિત તેમનું સ્વાગત કર્યું. પ્રસેનજિત રાજાએ પોતાના મનની વાત કરતા કહ્યું,
" હે મહારાજા! તમે અમારા રક્ષક છો. પણ તમારા પ્રત્યે મારી એક નમ્ર પ્રાથર્ના છે કે મારી પ્રભાવતી નામની કન્યાને શ્રી પાર્શ્વકુંવર માટે સ્વીકાર કરો."
આ વિનંતીથી અશ્વસેન રાજાએ પાર્શ્વકુમારને પ્રભાવતી સાથે લગ્ન કરવા આગ્રહ કર્યો. પાર્શ્વકુમારે ઘણી આનાકાની કરી પરંતુ પિતાની ઇચ્છા ખાતર તેમણે પ્રભાવતીનો સ્વીકાર કર્યો. આજ્ઞાપાલક પુત્ર પોતાની ઈચ્છાને | વડીલોની ઈચ્છા પાસે ગૌણ ગણે છે. પોતાના કર્મના પ્રભાવથી ભોગાવલિ કર્મો ભોગવવા પડે, એ વાત પોતે
(153 Online
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org