SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ » પુત્રની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. આ શુભ સંકેત જાણી વામાદેવી અને અશ્વસેન રાજા ખૂબ જ ખુશ છે થયા. ધીમે ધીમે વામાદેવીના ચહેરા પર પરમ ભાગ્યનું તેજ પ્રગટતું રહ્યું. સમયાંતરે રાણીએ સર્પનાં લાંછનવાળ | નીલવર્ણના એક પુત્રને જન્મ આપ્યો. એ મહાન દિવસ એટલે પોસ મહિનાની વદ દસમ. આ દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જન્મ કલ્યાણકની ઉજવણી કરવા દેવાતઓ તથા ઈન્દ્રો વગેરેની પરંપરા મુજબ તેઓએ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ વિશે જાણ્યું. છપ્પન દિકુમારીકાઓ વિવિધ સામગ્રી સાથે ત્યાં ઉલ્લાસ સાથે આવી પહોંચી અને માતાનું સૂતિકા કર્મ કર્યું. શકેન્દ્ર માતાને અવસ્વાપિની નિદ્રા આપીને, પ્રભુનું પ્રતિબિંબ ત્યાં સ્થાપીને પોતાના પાંચ રૂપ પ્રગટ કર્યા. એક રૂપે પ્રભુને ખોળામાં લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા અને એક રૂપ વજ ઉછાળતા અને બીજા એક રૂપે છત્ર ધરતા શકેન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર સ્નાત્ર મહોત્સવ કરવા અતિપાંડુકબલા નામની શિલા પર આવી પહોંચ્યા. પ્રભુને ખોળામાં લઈ શકેન્દ્ર સિંહાસન પર બેઠા, એ સમયે અય્યત વગેરે ત્રેસઠ ઈન્દ્રોએ આવીને વિધિ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. સ્નાન, ચંદનનો લેપ અને અલંકારોથી આભુષિત કરવાની ક્રિયા પૂરી થતા ઈન્દ્ર પ્રભુના ગુણોને વર્ણવતી સ્તુતિ કરી. સૌ પાછા રાજમહેલમાં આવ્યા. વામાદેવીના પડખામાં પ્રભુને સ્થાપિત કર્યા, અગાઉ મૂકેલું પ્રતિબિંબ હરી લઈ સૌ પોતાને સ્થાનકે ગયા. આ રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ પૂર્ણ કર્યો. સવારે અશ્વસેન રાજાએ ખૂબ જ ધામધુમથી બાળકજન્મની ખુશાલીમાં મહોત્સવ ઉજવ્યો. જયારે પ્રભુ વામા- માતાના ગર્ભમાં હતા, ત્યારે વામમાતાએ પોતાની પડખે એક સાપને પસાર થતો જોયો હતો તેથી કુમારનું નામ પાર્શ્વ પાડવામાં આવ્યું અનુક્રમે વૃદ્ધિ પામતા પાર્શ્વકુમા નવ હાથ ઉંચી કાયાનું પ્રમાણ ધરાવતા થયા. પાર્શ્વકુમારની કાયા નિલમણિ રત્નની જેમ શોભવા લાગી. યૌવનવય અને આવું સુમધુર રૂપ-લાવણ્ય જોઈ સૌ તેમના પર મોહિત થઈઈ ધન્યતા અનુભવવા લાગ્યા. એક વખત અશ્વસેન રાજા દરબારમાં ધર્મચર્ચામાં મગ્ન હતા, ત્યારે પ્રતિહાર આવીને ખબર આપ્યા કે એક દૂત ત્યાં મળવા આવવા ઈચ્છે છે. રાજાએ તે દૂતને અંદર આવવાની આજ્ઞા કરી. તે દૂતે જણાવ્યું, કે "કુશસ્થળ નામે નગરના નરવર્મા રાજા ખૂબજ પરાક્રમી હતા. તેણે લાંબા સમય સુધી રાજયની વફાદારી પૂર્વક ફરજ નિભાવી પછી સુખ-સાહ્યબીને છોડી દીક્ષા લીધી. આ સાંભળી અશ્વસેન રાજા ખૂબ ખુશ થયા અને તે દૂતને આગળની વાત કહી સંભળાવવા કહ્યું. તે દૂતે જણાવ્યું કે નરવર્મા પછી તેના બહાદુર અને તેજસ્વી પુત્ર પ્રસેનજિત અત્યારે રાજયના સુકાની બનીને પ્રજાનું પાલન કરે છે. તેને પ્રભાવતી નામે રૂપવાન કન્યા છે. આ કન્યા એટલે જાણે પૃથ્વીતલ પર ઉતરી આવેલી દેવકન્યા ! ચંદ્ર જેવું મુખ, કમળ જેવા નેત્ર, સુવર્ણરજ જેવું સુશોભિત સૌન્દર્ય અને સપ્રમાણ અંગમરોડથી પ્રભાવતીનું રૂપ અતિશય નજાકત પામ્યું છે. રાજા પ્રસેનજિત આવી સુંદર કન્યાના વિવાહની ચિંતામાં છે." અશ્વસેન રાજા પ્રભાવતીના વખાણ સાંભળતા હર્ષ અનુભવવા લાગ્યા પછી દૂતે આગળ જણાવ્યું, "એક વખત પ્રભાવતી તેની પ્રિય સખીઓ સાથે ઉધાનમાં ફરતી હતી, ત્યારે તેના કાનપર કિન્નરોની સ્ત્રીઓના કેટલાક શબ્દો પડયા. તેમાં શ્રી પાર્શ્વકુમારની અનહદ પ્રશંસા કરવામાં આવી હતી. આ સાંભળી પ્રભાવતી પાર્શ્વકુમારને જ પામવા માટે બેચેન છે. દિવસ-રાત તેનું ચિત્ત પાર્શ્વકુમારને ઝંખે છે. તેની સખી પાસેથી પ્રસેનજિત રાજાને ખબર પડી ત્યારે તે પણ આ સાંભળીને ખુશ થયા. આ ખબર કલિંગ દેશના મહારાજા યવને જાણ્યા ત્યારે તે પ્રભાવતીને પામવા માટે સૈન્ય લઈને ચડી આવ્યા છે. આથી પ્રસેનજિત રાજાએ મને આપની પાસે દૂત તરીકે મોકલ્યો છે. હું તેનો મિત્ર પુરુષોત્તમ છું." (052 ) ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy