SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શું બાકી રહે? યમરાજની જેમ આ સિંહ મુનિ તરફ ધસી આવ્યો. કાન અને કેશવાળી ઉંચી કરી અને ગર્જના કરી છે તેણે મુનિરાજ પર જોરથી છલાંગ મારી. મુનિરાજ તો એ સમયે પણ સર્વજીવોને બચાવીને શરીર પરનો મોહ દૂર | કરીને કાર્યોત્સર્ગ કરી રહ્યાં હતા. તરત જ તેમણે સર્વ આહારના ત્યાગના પચ્ચખાણ કર્યા અને સિંહ પર જરા પણ ગુસ્સે થયા વગર ધર્મધ્યાનમાં સ્થિર થયા. અંતે તેમના ભૌતિક એટલે કે સ્થૂળ શરીરનો ત્યાં વિલય થયો. કાળાંતરે પેલો સિંહ પણ મૃત્યુ પામ્યો. આ રીતે મરુભૂતિએ આઠમાં ભવે મુનિપણામાં રહી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કર્યું અને તેના જ ભાઈ કમઠે આઠમાં ભવે પાપ કર્મ આચરીને સિંહ તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. ( ભય નવમો . "કર્મ તણી ગતિ ન્યારી" આ વિધાન અનુસાર મરુભૂતિનો જીવ આઠમા ભવે સાધુપણામાં આયુષ્ય પૂર્ણ કરી, પુણ્યકર્મના પ્રભાવે દસમાં દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતા તરીકે ઉત્પન્ન થયો. ત્યાં અનેક દેવતાઓ તેમની સેવામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ અનુભવતા હતા. દેવપણામાં ભોગ ભોગવતા પણ તેમણે દેવોની સભામાં ઉત્તમ ધર્મના ઉપદેશ આપી સમ્યક્તની આરાધના કરી. આ બાજુ સિંહનો ભવ પૂર્ણ કરી કમઠનો જીવ પૂર્વ કર્મ પ્રમાણે અનેક પ્રકારની વેદનાયુકત પરિસ્થિતિ જેમાં જોવા મળે છે તેવી ચોથી નરકમાં ઉત્પન્ન થઈ, વેદના ભોગવવા લાગ્યો. I ! ભવ દસમો નો આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરીમાં ઇશ્વાકુ વંશનો અશ્વસેન નામે રાજા થયા. ચંદ્રની ચાંદનીમાં રૂપાની જેવા શોભતા કિલ્લાના કાંગરા, સુગંધી દ્રવ્યોથી આચ્છાદિત ચૈત્યો અને સુંદર ધ્વજાઓથી શોભતા શિખરો આ નગરની શોભા હતા. અશ્વસેન રાજાની વામદેવી નામે પટરાણી સર્વસ્ત્રીઓમાં શિરોમણિ સમાન શોભતા હતા. બન્ને સુખદ દામ્પત્યજીવન ભોગવતા પ્રજાના પ્રિય થઈને જીવન વ્યતીત કરતા હતા. બો બાજુ પ્રાણાત કલ્પમાં દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવી સુવર્ણબાહુ રાજાના જીવે દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને તેનો જીવ વામાદેવી રાણીની કુક્ષિમાં ચૈત્ર વદ ચોથના દિવસે જયારે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે અવતર્યો. આ સમયે ઈન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે સુવર્ણબાહુનો જીવ એ જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ છે અને વામાદેવીની ઉદરમાં તેમનું ચ્યવન થયું છે, તેથી તેઓએ વિધિપૂર્વક પ્રભુનું ચ્યવન કલ્યાણક ઉજવ્યું. આ સમયે વામાદેવીએ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. સવારે રાજા અશ્વસેનને તેમણે વાત કરી ત્યારે તેમણે સુપન પાઠકોને બોલાવ્યા. તેમના ભાવિકથનથી ખબર પડી કે વામાદેવી એક તીર્થકર | (151) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy