SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ P નામે પટરાણી હતી. તે તેના નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. રાજા અને રાણી પરસ્પર પ્રેમથી સમય પસાર છે કરતા હતા. વજનાભનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી સુદર્શના રાણીના ઉદરમાં ઉત્પન્ન થયો. એ સમયે રાણીએ | | ચક્રવતીના જન્મને સૂચવનારા ઉત્તમ સ્વપ્નો જોયાં યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. અતિશય ધામધુમપૂર્વક તેનો જન્મોત્સવ ઉજવાયો. તે પુત્રનું નામ સુવર્ણબાહુ પાડવામાં આવ્યું. સમયનો પ્રવાહ તો નિરંતર વહ્યા કરે છે. સુવર્ણબાહુ બાલ્યાવસ્થા પસાર કરી યુવાનવયે પહોંચ્યો. રાજયનો કારભાર વહન કરવાની ક્ષમતા તેનામાં જોઈ સુવર્ણબાહુએ દીક્ષા લીધી. સુવર્ણબાહુ રાજવૈભવના સુખ ભોગવતો સમય પસાર કરવા લાગ્યો. એક વખત એક ઉત્તમ અશ્વની ઉપર આરૂઢ થઈ સુવર્ણબાહુ ક્રિડા કરવા નીકળ્યો રસ્તામાં વિવિધ પ્રકારના વૃક્ષોની હારમાળા જોઈ રાજાનું મન પ્રફુલ્લિત થયું. એ વનમાં તેણે એક અતિ સ્વરૂપવાન મુનિકન્યાને ફુલો ચુંટતી જોઈ તેની સાથે તેની સખીઓ હતી. રાજાએ જોયું કે આવું રૂપ તેણે કયારેય જોયું નથી. તેનો અશ્વ તેને અહિં સુધી ખેંચી લાવ્યો હતો. આ વખતે તે સ્ત્રીની આસપાસ એક ભમરો ભમવા લાગ્યો. તે પરેશાન થવા લાગી એટલે તેણે 'બચાવો, બચાવો' એવી ચીસ પાડી. આ સાંભળી તેની સાથે રહેલી તેની એક સખીએ કહ્યું, 'આ માટે સુવર્ણબાહુ વગર તારી રક્ષા કરવા કોણ સમર્થ છે, માટે તું રાજાને અનુસર." સુવર્ણબાહુએ આ શબ્દો સાંભળ્યા. તે ત્યાં જ પ્રગટ થયો. તેણે બધી વાત કહી સંભળાવી તે સ્ત્રી રતનપુરના ખેચર રાજાની પદ્માવતી નામે કન્યા હતી. છેવટે સુવર્ણબાહુને રતનપુર લઈ જવામાં આવ્યો અને ત્યાં તેના લગ્ન પદ્માવતી સાથે થયા. આ ઉપરાંત બીજી પણ કન્યાઓને પરણ્યા પછી સુવર્ણબાહુ ચક્રવર્તીએ ચક્રના પ્રભાવથી છ ખંડ પર વિજય મેળવ્યો. - એક વખત તેણે રાજમહેલમાંથી દેવતાઓના એક વૃંદને ઉતરતા જોયું. તે વખતે તેને ખબર પડી કે જગન્નાથ | તીર્થકર ત્યાં સમોસર્યા છે. તે સાંભળતા જ સુવર્ણબાહુ પણ તેમને વંદન કરવા ગયો. જગન્નાથ પ્રભુની અમૃતમય | દેશના સાંભળીને મહેલમાં પાછા આવ્યા પછી મનમાં ચિંતન કરતા સુવર્ણબાહુને લાગ્યું કે પોતે મોક્ષમાર્ગને ભૂલી ગયો છે. તે મેળવવા માટે દીક્ષા લેવી એ જ ઉત્તમ માર્ગ છે. આમ વિચારી તેણે પોતાના રાજયની જવાબદારી | પુત્રને સોંપી અને તરતજ જગન્નાથ પ્રભુ પાસે દીક્ષા લેવી એ જ ઉત્તમ માર્ગ છે. આમ વિચારી તેણે પોતાના રાજયની જવાબદારી પુત્રને સોંપી અને તરત જ જગન્નાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્ચર્યા કરી ઉત્તમ સ્થાનકોને આરાધી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. રાજવૈભવને છોડીને મોક્ષનો વૈભવ પામવા માટે આવા મહાન આત્મા ક્ષણનો પણ વિલંબ કરતા નથી. એક વખત ભૌતિક સુખની પ્રાપ્તિ પછી તે છોડવાની બદલે તે વધુ મેળવવાની ઝંખના થાય છે. જયારે ઉત્તમ આત્મા તે પળવારમાં છોડી દઈ શકે છે એમાં જ તેમની મહાનતા છે. સુવર્ણબાહુ મુનિ મોક્ષમાર્ગની સાધના માટે પૃથ્વી પર વિચરતા આત્માની ઉન્નતિ સાધી રહયા હતા. એક વખત હિંસક પ્રાણીઓના નિવાસ વાળા એક ક્ષીરવણા નામના જંગલમાં તે સુવર્ણબાહુ મુનિ આવી ! ચડયા ત્યાં તેઓ સૂર્યની સન્મુખ દષ્ટિ રાખી કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિર થયા. પૂર્વભવમાં ભીલ તરીકે ઉત્પન્ન થયેલો કમઠનો જીવ નરકમાંથી આયુષ્ય પૂર્ણ કરી આઠમા ભવે આ જ જંગલમાં સિંહ તરીકે જન્મ પામી ત્યાં ફરતો હતો. નસીબજોગે અને પૂર્વભવની વેરવૃત્તિના કારણે જયારે તેણે સુવર્ણબાહુ મુનિને જોયા ત્યારે તે વેરથી મોં ફાડતો, પૂંછડી હલાવતો ત્યાં આવી પહોંચ્યો. આગળના દિવસે કોઈ | શિકાર ન મળવાથી તે ભુખ્યો હતો. ભૂખ્યો સિંહ શું ન કરે? એમાં પણ ભૂખ સાથે વેરની વૃત્તિ ઉમેરાણી પછી તો ! (150 ) , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy