SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યો. તરત જ તેણે બાણથી પ્રહાર કર્યો. આમ પૂર્વભવનો ભાઈ ધીમે ધીમે પછીના ભવે વેરથી આગથી દુશ્મન બની બદલો લેવા તત્પર થયો છે ત્યારે વજ્રનાભ મુનિ તે ભાઈના હાથે થયેલા પ્રહાર તરફ ક્ષમાભાવ સાથે આત્મસ્વભાવ પ્રમાણે નિશ્ચલ રહે છે. એમના મનમાં કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી, કોઈ મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. જીવન અને મરણ બન્નેને સમભાવથી જોવાની દિવ્યદૃષ્ટિ તેમનામાં હતી. તેથી તેમણે એકાગ્રતાપૂર્વક અશનશ ધારણ કર્યુ. છેવટે સર્વ જીવોને ક્ષમા આપી, ક્ષમાની ભાવનાથી સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. કુરંગક ભીલ આ જોઈને ખૂબ જ ખૂશ થયો. કારણ કે માત્ર એક જ પ્રહારથી તેણે મુનિરાજને મારી નાખ્યા હતા. જન્મથી જ જીવોનો શિકાર કરી જુજારો કરનાર આ ભીલ અંતે ત્યાંથી મૃત્યુ પામ્યો. આ રીતે મરુભૂતિ છઠ્ઠા ભવે મુનિપણામાં અને તેનો સગો ભાઈ કમઠ દુરાચારી ભીલના રૂપે આયુષ્ય પૂર્ણ કરી પોતપોતાના કર્મ અનુસાર સાતમાં ભવમાં કઈ રીતે ભેગા થાય છે એ જોઈએ. નભથ સાતમો જૈન દર્શન મુજબ જીવનું પરિભ્રમણ એક ગતિમાંથી બીજી ગતિમાં કર્મના પ્રભાવથી થાય છે. વજ્રનાભ મુનિરાજ પોતાના દર્શન જ્ઞાન અને ચારિત્રમાં ઉન્નત સ્થાને પહોંચી કુરંગક ભીલના પ્રહારથી સમાધિપૂર્વક કાળ ધર્મ પામી મધ્ય ચૈવેયક દેવલોકમાં લલિતાંગ નામે દેવતા થયા. દેવલોકના સુખ સાહ્યબીમાં લલિતાંગ દેવતા દિવસો પસાર કરવા લાગ્યા તે અન્ય દેવતાઓ વચ્ચે રૂપ-સૌન્દર્યથી અલગ તરી આવતા હતા. પૂર્વભવના પૂણ્યયોગે મળેલું સુખ ભોગવતા સત્યાવીસ સાગરોપમ જેટલું દીર્ઘ આયુષ્ય તેમણે પુરું કર્યું. કમઠનો જીવ સાતમા ભવે કુરંગક ભીલ થયો અને તે પાપકર્મ ઉદયથી આઠમાં ભવે સાતમી નરક શૈરવ નામે નરકાવાસમાં ઉત્પન્ન થયો. અહીં પણ અપરંપાર વેદના ભોગવતા કેટલાયે જોજન ઉ૫૨થી નીચે પટકાયો. જેમ એક વસ્તુ વારંવાર ઉપરનીચે ઉછાળવાથી ધીમે ધીમે નાશ પામે, એ રીતે અનેક જોજન ઉપરથી નીચે અને નીચેથી ઉપર પટકાતા કમઠનો જીવ સત્યાવીસ સાગરોપમનું આયુષ્ય વેદનાપૂર્વક પૂર્ણ કર્યું. પાપ કર્મથી મલિન થયેલો આત્મા નરકની પીડા સહન કરતા ગમે તેટલા પોકાર કરે, તો પણ એ સહન કરવું કરવું પડે છે. મૃત્યુ પામતા પહેલા જો વિલાપ કરેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત થાય તો તે જીવની સદગતિ થાય છે. આ રીતે કમઠે સાતમી નરકમાં અને વજનાભ મુનિએ ગ્રેવેયકના આશ્ચર્યકારી સુખમાત્ર આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ આઠમો આ જંબુદ્વિપમાં પૂર્વ વિદેહમાત્ર પુરાણપુર નામના નગરમાં કુલિશબાહુ નામે રાજા હતો. તેને સુદર્શનના Jain Education International ... 149 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy