SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપના પશ્ચિમે શુભંકરા નામે નગરીમાં વજવીર્ય નામનો રાજા હતો. તેને લક્ષ્મીવતી નામે સુંદર રાણી હતી. જ સમય જતાં મરુભૂતિનો જીવનું પાંચમાં ભવે દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી છ8ા ભવે રાણીએ આ સમયે ઉત્કૃષ્ઠ | પાંચ સ્વપ્નનાં ફળ સ્વરૂપે જણાવ્યું કે એ પૂત્ર ભવિષ્યમાં ચક્રવર્તી થશે. આ સાંભળી રાણી ખૂબ જ ખૂશ થઈ અને | પંચ પરમેષ્ઠીનું ભાવથી સ્મરણ કરવા જન્મ આપ્યો. પુત્રનું નામ વજનાભ રખાયું. - વજનાભનો ધાત્રીઓ વડે ઉછેર કરવામાં આવ્યો અનુક્રમે યુવાનવય પામતા તેમના પિતાએ તેમનો વિવિધ કાર્યક્રમો સાથે વિધિ અનુસાર રાજયાભિષેક કર્યો. ધીમે ધીમે વજનાભ પોતાના પર આવેલી જવાબદારીઓ વહન કરવા લાગ્યો. તેનામાં અનેક ગુણો હોવાથી તરત વજનાભ લોકપ્રિય રાજા તરીકે પ્રસિદ્ધ થયો. ભાગ્યનું ચક્ર ફરતું રહે છે. એમાં જયારે ચડતીનો સમય હોય ત્યારે મહાપુરુષોનું પોતાનું જીવન માત્ર નહીં, પરંતુ સમગ્ર પ્રજાને તેનું સુખ વહેંચી આપે છે. વજનાભ રાજા પ્રજાપાલક હતા કેટલોક સમય પસાર થયા પછી વજનાભને પોતાના જેવો જ પુત્ર પ્રાપ્ત થયો. આ પુત્ર જન્મથી જ પરાક્રમી હતો અને ભવિષ્યમાં તે પોતાની બહાદુરીથી આ રાજયને શોભાવશે એમ જાણી તેનુ નામ ચક્રાયુધ પાડયું. અનુક્રમે તે યુવાન થયો, ત્યારે વજનાભને સંસાર છોડી તેને રાજયની જવાબદારી સોંપવી હતી તેથી એક વખત તેમણે ચક્રાયુધને જણાવ્યું, 'હે કુમાર ! મને રાજયની જવાબદારીમાંથી મુકત થઈ દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે, માટે હવે તમે મારા બદલે આ રાજયની જવાબદારી વહન કરો." આ સાંભળી ગુણવાન પુત્રએ તેમની આજ્ઞાનું સહર્ષ પાલન કર્યું જો મનની ઈચ્છા બળવાન હોયતો પરિસ્થિતિ આપોઆપ પોતાની ઈચ્છા મુજબ બની જતી હોય છે. એક દિવસ તેમના રાજયમાં ક્ષેમંકર નામના મુનિરાજ પધાર્યા. અદ્ભુત વિતરાગી એવા આ મુનિ અવધિજ્ઞાનના ધારક હતા. વજનાભ ચક્રવર્તી તેમના દર્શન કરવા ગયા. તેમને જોતા જ વજનાભ વિચારવા લાગ્યા, 'આ રત્નત્રયીને ધારણ કરનાર પાસે મારૂ ચક્રવર્તીપણું તો તદન તુચ્છ ગણાય. તેથી મારે આ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ ગ્રહણ કરવા યોગ્ય ગણાય.’ મુનિરાજે સંસારના દુઃખથી છૂટવા માટે સંયમમાર્ગ અપનાવવા વિષે પ્રતિબોધ આપતા કહ્યું, "રાગ આત્માનો સ્વભાવ નથી. રાગ તો દુઃખનું કારણ છે. તેથી રાગથી પર એવા વીતરાગ થઈ જવા માટે જે જીવ આ સંસારને છોડે છે તે ભવસાગર તરે છે. મુનિરાજનો આવો ઉપદેશ સાંભળી વજનાભ રાજાએ દીક્ષા અંગીકાર કરી. આ પછી મૃતનો અભ્યાસ તીવ્ર તપસ્યા કરતા કરતા તે વિચરવા લાગ્યા. અનેક લબ્ધિને મેળવતા આ વજનાભ મુનિ એક વખત ચક્રવર્તીપણામાં ઉંચા સ્થાને બેસનાર રત્નજડિત સિંહાસને શોભતા હતા. ચક્રવર્તીપણાના ચૌદ રત્નો છોડીને આજે તે એકાંકી બની આત્મસાધનાના પંથે જતા હતા. એક વખત પોતાની લબ્ધિના બળે તેઓ આકાશમાર્ગે ગમન કરી સુકચ્છ નામના વિજયમાં આવ્યા ત્યાં એક જંગલમાં તેઓ સિદ્ધપદને પામવા ધ્યાનમાં મગ્ન હતા. એ સમયે અચાનક સનસનાટી કરતું એક તીર તેમના તરફ આવ્યું. એ ફેંકનાર હતો કુરંગક નામે ભીલ. પૂર્વભવમાં સર્પ તરીકે જન્મેલો કમઠનો જીવ આ ભવે સુકચ્છ વિજયમાં જંગલમાં ભીલ તરીકે ઉત્પન્ન થયો હતો. તે પોતાની આજીવિકા માટે અનેક પ્રાણીઓનો શિકાર કરી ગુફામાં પોતાનું જીવન પસાર કરતો. હતો. આ સમયે તે ધનુષ્ય લઈને શિકાર કરવા નીકળ્યો ત્યારે આ વજનાભ મુનિને આવતા જોયા તેથી તેને લાગ્યું કે તેને અપશુકન થયા. પાપી આત્મા શુકન અને અપશુકનમાં સાચી દષ્ટિનો વિનય ખોઈ બેસે છે. પૂર્વ જન્મના વેરના કારણે તે મુનિરાજને જોતા જ બદલો લેવાની ભાવનાથી ક્રોધાંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy