SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ નામના પુત્ર સાથે સંસારની ફરજ બજાવતા કિરવણવેગનું મન સંસારથી વિરકત થવા લાગ્યું. પરંતુ કર્મના પરિણામે તે સમય પસાર કરવા લાગ્યો. એક વખત સુરગુરૂ નામના મુનિમહારાજ ત્યાં સમોસર્યા. આ વાતની રાજા કિરણવેગને ખબર પડી એટલે તે ત્યાં વંદન કરવા ગયો. સંસારની અસારતા સાંભળીને તે રાજયની જવાબદારી કિરણતેજને સોંપી કિરણવેગે દિક્ષા લીધી. એકલવિહારી થઈને પોતાની આકાશગમન શકિતથી પુષ્કરદ્વીપમાં શાશ્વત અહંતોને નમસ્કાર કરી વૈતાઢયગિરિ પાસે કાઉસગ્ગમાં સ્થિર થયા. કમઠનો જીવ જે પાંચમી નરકમાં ઉત્પન્ન થયો હતો તે ચોથા ભવે તે જ ગિરિ પર મોટા સર્પ તરીકે ઉત્પન્ન થયો હતો. તે ચોથા ભવે તે જ ગિરિ ૫૨ મોટા સર્પ તરીકે ઉત્પન્ન થયો પાપાનુબંધી પાપકર્મથી તે આ ભવે પણ વેરની આગમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા કિરણવેગ મુનિમહારાજ જે સ્થળે સ્થિર ઉભા હતા, ત્યાં આવી પહોંચ્યો. તેને જોતા જ પૂર્વ જન્મના વૈરભાવથી તેનો ક્રોધ જાગૃત થયો. જેમ વેલ વૃક્ષને વળગી પડે એમ તે સર્પએ મુનિરાજના શરીરે ભરડો લીધો. તેના ઝેરી ડંશથી મુનિના શરીરે ઝેર વ્યાપી રહ્યું છતા પણ તે ધ્યાનમાં જ મગ્ન રહ્યા. પોતાના કર્મો ક્ષય થતા હોય તો ઉચ્ચ આત્મા ગમે તે કષ્ટને સહન કરી, અનશનવ્રતને ધારણ કરી, ત્યાં જ કાળધર્મ પામ્યા અને કમઠનો જીવ એટલે કે પેલો સર્પ તે વનમાં લાગેલા દાવાનળથી મરણને શરણ થયો અને તમઃ પ્રભા નરકમાં ઉત્પન્ન થયો. ભણ પાંચમો આપણે ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવો જોઈએ છીએ પ્રથમ ભવે મરુભૂમિ તેના ભાઈ કમઠથી જ હણાયો. એ જીવ બીજા ભવે હાથી, ત્રીજા ભવે સ્વર્ગમાં દેવતા અને ચોથા ભવે મુનિરાજ તરીકે કાળ ધર્મ પામ્યા. સમાધિમરણનાં પરિણામે તે પાંચમાં ભવે બારમાં દેવલોકમાં જંબુદ્રુમાવર્ત નામના વિમાનને વિષે બાવીસ સાગરોપમ આયુષ્ય ધરાવનાર દેવતા થયા. ત્યાં દેવલોકની સુખસાહ્યબી ભોગવી કાળાંતરે તેનું આયુષ્ય પૂર્ણ કર્યું. કમઠનો જીવ ચોથા ભવે હેમગિરિના શિખરમાં સર્પ તરીકે મૃત્યુ પામી બાવીસ સાગરોપમની સ્થિતવાળા તમઃ- પ્રભા નરકમાં દુઃખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યો. ભવ છઠ્ઠો પશ્ચિમ દિશાના વિદેહક્ષેત્રમાં બાહુ અને સુબાહુ નામના તીર્થંકર ભગવંતો કાયમ બિરાજે છે અને હજારો કેવળી ભગવંતો અને લાખો મુનિવરો જયાં સદાય વિચરે છે તેમજ જૈન ધર્મનો સદાય જયજયકાર વર્તે છે એવા 147 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy