________________
ભવાજો
કર્મના પરિણામો હંમેશા જીવની ગતિને નિર્મિત કરે છે. પહેલા ભવે મરુભૂતિ અને બીજા ભવે હાથી તરીકે સમાધિમરણ પામેલો જીવ ઉચ્ચગતિ પામી સહસ્ત્રાર નામના દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. તેનું નામ હતું શશિપ્રભદેવ. અવધિજ્ઞાનથી જયારે તેણે પોતાનો પૂર્વ ભવ જાણ્યો અને સમજાયું કે માત્ર ધર્મનાં પરિણામે જ આ ભવે તે ઉત્તમ દેવલોકમાં જન્મ પામ્યો છે, ત્યારે ધર્મ પ્રત્યે વધુ ઉન્નત ભાવ જાગ્યો. પૂર્વભવમાં મુનિરાજનો ઉપકાર યાદ કરી, તે સ્વર્ગમાં બિરાજમાન શાશ્વત જિનબિંબોની ભાવથી પૂજા કરવા લાગ્યો. તેની ભકિતમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો. તેણે અનેકવાર નંદીશ્વર દ્વીપનાં શાશ્વત જિનમંદિરોના પણ દર્શન કર્યા. સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે ધર્મચર્ચાઓ કરતો શશિપ્રભદેવ સ્વર્ગમાં સર્વને પ્રિય થઈ ગયો.
કમઠની પત્ની વરૂણા જે હાથિણી થઈ હતી તે પણ પુણ્યકર્મના કારણે બીજા કલ્પમાં દેવી થઈ હતી. તેનું સુદર રૂપ જોઈ દેવલોકના સર્વ દેવતાઓ તેની પ્રત્યે આકર્ષાયા હતાં, પરંતુ પૂર્વ જન્મમાં બંધાયેલો સ્નેહ અતિ બળવાન હોય છે એટલે તેનું મન શશિપ્રભદેવ માટે ઝંખતુ હતું. અવધિજ્ઞાનથી શશિપ્રભદેવે આ વાત જાણી અને તે પેલી દેવીને પોતાની સાથે લઈ આવ્યો. તેની સાથે સ્વર્ગીય સુખ ભોગવી સમય પસાર કરવા લાગ્યો. અંતે શશિપ્રભદેવે દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું.
કમઠનો જીવ ત્રીજા ભવે જે ઝેરી સર્પ બન્યો હતો, તે પણ કેટલોક સમય પસાર કર્યા પછી મૃત્યુ પામ્યો પછી પોતાના પૂર્વ ભંવનાં પાપકર્મોના ઉદયથી અને સર્પના ભવમાં પાપકર્મના આચરણથી તે સત્તર સાગરોપમના આયુષ્યવાળી પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ ઈર્ષા અને વેરની આગમાં એના જીવે કયારેય આરામનો અનુભવ ન કર્યો.
ભયચોથો
પ્રાગ નામના વિદેહમાં સુકચ્છ નામે વિજય હતું. તેમાં વૈતાઢયગિરિ પર તિલકા નામે એક અતિ ધનાઢય નગરી અતી. ધન અને સંપત્તિનું મૂલ્ય ત્યારે જ ગણાય જયારે એનો માલિક ઉદાર વલણ ધરાવતો હોય. એ માલિક હતા ખેચરપતિ રાજા વિધુતગતિ. તેને કનકતિલકા નામે પટરાણી હતી. સમય પસાર થતા આઠમાં દેવલોકમાંથી શશિપ્રભદેવનો જીવનું તેની કુશિમાં અવન થયું.
સમય જતા રાણી કનકતિલકાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કિરણવેગ પાડવામાં આવ્યું. સમય પસાર થતો ગયો. કિરણવેગે પણ કિશોરાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. વિધુતગતિ રાજાને લાગ્યું કે હવે કિરણગ રાજકારભાર સંભાળવાને યોગ્ય છે, ત્યારે તેણે કિરણવેગને રાજય સોપ્યું અને પોતે દીક્ષા લીધી.
કિરણગંનિર્લેપભાવે રાજયની જવાબદારી વહન કરવા લાગ્યો. પદ્માવતી સાથે લગ્ન થયા પછી કિરણતેજ
(146)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org