SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ છે સમ્મસ્વરૂપ સમજાવ્યું. જગતમાં સાચું દર્શન જ આત્માને મોક્ષનાં પગથિયે પહોંચાડે છે. આ સાંભળીને હાથી તે હાથીને પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજાયું અને આ રીતે શુભ ભાવના પામ્યા પછી તે હાથી ગુરુની આજ્ઞામાં રહી સુખ-દુ:ખમાં સમાન ભાવે જ રહેવા લાગ્યો. આ સમયે બીજા જીવો પણ સાચું દર્શન પામ્યા. ચારે બાજુ ધર્મનો જયજયકાર થયો. યાત્રાસંઘ ત્યાંથી સમેતશિખરજી તરફ આગળ વધ્યો. હાથી હવે નિર્દોષ જીવન જીવીને પોતાના આત્માને મોક્ષમાર્ગ તરફ લઈ જવાના પ્રયત્નો કરે છે. જીવહિંસા કર્યા વગર શુદ્ધ આહાર જ લેવા લાગ્યો. પોતાના મોટા શરીરથી અન્ય જીવને દુઃખ ન થાય એવી રીતે જયણાપૂર્વક રહેવા માંડયો. પૂર્વ ભવમાં કમઠની પત્ની વરેણા હાથિણી થઈ હતી. તે પણ ત્યાં જંગલમાં રહેતી હતી. ગજેન્દ્ર હાથીની સાથે તેણે પણ અરવિંદ મુનિનું કથન સાંભળ્યું તેથી તેને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પણ સ્વધર્મ પ્રમાણે રહેવા લાગી. અહીં મરુભૂતિને માર્યા પછી કાળક્રમે મૃત્યુ પામેલો કમઠ આર્તધ્યાનના પરિણામે કુફ્ફટ જાતિનો સર્પ થયો. તે પણ આ જ વનમાં રહેતો હતો. પૂર્વ જન્મના પાપથી આ જન્મે વૈરવૃત્તિ વધુ પ્રબળ બની. અનેક જીવ-જંતુઓને મારી તે નવા પાપ આચરતો ગયો. એક તરફ મરુભૂતિનો જીવ ગજેન્દ્ર હાથીના રૂપમાં જીવ બચાવી જયણાપૂર્વક શ્રાવક ધર્મ અંગીકાર કરી જીવન પસાર કરે છે અને બીજી બાજુ કમઠનો જીવ સર્પરૂપે નવાં પાપ સંચરતો જાય છે. એક વખત ગજેન્દ્રને તરસ લાગી એટલે પાણી પીવા તે સરોવર પાસે ગયો. તરસ છીપાવવા તે પાણીમાં થોડે દૂર સુધી ગયો, ત્યાં અચાનક કાદવમાં તેના પગ ફસાઈ ગયા. ઘણી મહેનત કરવા છતાં, તે વધુને વધુ ખૂંચતો ગયો. હવે તેને લાગ્યું કે આમાંથી બહાર નીકળી શકાય એમ નથી, તેથી મરણ નિશ્ચિત છે. પોતે સમાધિમરણની તૈયારી રૂપે પંચ પરમેષ્ઠિને યાદ કરવા લાગ્યો. આત્માનું ચિંતતન અને વૈરાગ્ય ભાવે પોતાનો આ ભવ અને પરભવ સુધારી લેવા માટેનો અવસર ફરી નહીં મળે એમ માની તે ઉચ્ચ ભાવના ભાવવા લાગ્યો. આજુબાજુના વૃક્ષો પરના વાંદરાઓએ આ દશ્ય જોયું પરંતુ તેઓ તેને બચાવી શકે એમ હતાં નહી, તેથી તેઓ કિકિયારી કરવા લાગ્યા. અ સમયે કમઠનો જીવ જે સર્પ થયો હતો, તે ફૂંફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો. હાથીને જોતા જ તેને પોતાને પૂર્વભવ યાદ આવ્યો. આગળના વૈરભાવથી પ્રેરાઈને દુશ્મન સાથે બદલો લેવાનો આ બરાબર અવસર છે એમ માની તેણે તે હાથીના કુંભસ્થળ પર ડંશ માર્યો. વેર સાથે ઝેર ભળ્યું એટલે ઝેર વધુ તીવ્ર બન્યું. તરત જ હાથીને ઝેર ચડયું અને થોડા જ સમયમાં આખા શરીરમાં તે વ્યાપી ગયું. આ વખતે પોતાનો મરણકાળ નજીક આવ્યો છે એમ જાણી, આર્તધ્યાન કરવાની બદલે તરત જ સમાધિપૂર્વક અનશનનો અંગીકાર કરી, નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું. આ રીતે પહેલા ભવમાં મરુભૂતિએ ઉચ્ચ પુણ્યબળથી બીજા ભવે હાથીનો ભવ પણ સુધારી લીધો. મરીને સર્પ બનેલો કમઠ પાપકર્મો વધારતો કાળક્રમે મૃત્યુ પામ્યો, પરંતુ આર્તધ્યાન, વેર અને ક્રોધથી જે મુકત હોય તે જ ઉચ્ચ ગતિ પામી શકે. આ સાપ તો વેર-ઝેર રૂપી આગમાં બળતો હતો એટલે તેની માટે સમાધિમરણ તો ક્યાંથી સંભવે? આ રીતે બે સગાભાઈ, પોતાના પુણ્ય અને પાપ કર્મના કારણે કેવી વિચિત્ર ગતિ પામે છે! (145) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy