________________
દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુના પગલાં જે સ્થળે પડયાં તે સ્થળે પીઠિકા તૈયાર થઈ.
આ પછી ફરતા ફરતા પ્રભુ એક નગર પાસે આવેલા તપાસના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. સૂર્યાસ્તનો સમય થવાથી પ્રભુ તે જ સ્થળે કાર્યોત્સર્ગમાં સ્થિર થયા.
આ સમયે કમઠ યોગીનો જીવ પ્રભુ સાથે પ્રથમથી જ જે વેરભાવથી જોડાયેલો હતો હાલ મેઘમાળી દેવતા થયો હતો, તેણે ધારદાર દાઢોવાળા વજ્ર જેવા નખવાળા અને ભયંકર નેત્રોવાળા ક્રુર સિંહો વિકર્યા. પરંતુ પ્રભુતો પોતાના ધ્યાનમાં સ્થિર હતા. મેઘમાળી આથી વધુ ગુસ્સે થયો તેણે ભયંકર હાથી વિકર્ષ્યા તો પણ શાંત અને સમાધિભાવથી યુકત પ્રભુના ધ્યાનમાં કાંઈ ફેરફાર થયો નહીં. આ પછી રીંછ, ચિત્તા, વીંછી, દષ્ટિવિષ સર્પો, વેલા અને ઝાડ પર લટકતા સર્પો વગેરેનો ઉપદ્રવ શરૂ કર્યો. મેધમાળી આમ એક પછી એક ઉપદ્રવ કરતો રહ્યો છતાં પણ પ્રભુ પોતાની ધ્યાનાવસ્થામાંથી ચલિત થયા નહી.
અંતિમ ઉપદ્રવ તરીકે છેવટે મેઘમાળીએ આકાશમાં કાળ જેવી વિજળી સાથે મેઘનું તાંડવ શરૂ કર્યું. અણીદાર બાણ જેવી વરસાદની ધારથી આજુબાજુના પ્રાણી પક્ષીઓ પણ જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા. પાર્શ્વપ્રભુ અત્યારે પણ ધ્યાનમાં સ્થિર હતા. તેમના ઘૂંટણ સુધી પાણી પહોંચ્યું. ક્ષણવારમાં તો પ્રભુના કંઠ સુધી પાણી પહોંચ્યું, છતાં પણ તેઓ જરા ચલિત થયાં નહીં. આ સમયે ધરણેન્દ્રનું આસન કંપિત થયું. તેણે અવધિજ્ઞાન થી જોયુંતો ખબર પડી કે પૂર્વે જે કમઠ તાપસ હતો તે મેધમાળી દેવ થઈને પ્રભુ પ૨ ઉપસર્ગો કરી રહ્યો છે અને પ્રભુએ જ પોતાના જીવની એ સમયે અગ્નિના કૂંડમાંથી રક્ષા કરી હતી. તરતજ ધરણેન્દ્ર પ્રભુની પાસે આવી પહોંચ્યો. તેણે પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુના ચરણની નીચે એક લાંબા નાળવાળું સુવર્ણકમળ વિકુર્વ્ય. પોતાની કાયા પ્રભુની પીઠ અને પડખાને સાત ગ્ણાથી ઢાંકી દઈ માથા પર છત્ર જેમ ફણાંને ફેલાવી દીધી. આ રીતે ઉંચા કમળનાં આસન પર સ્થિર પ્રભુ જાણે આકાશમાં દેવવિમાનમાં બેઠા હોય એમ શોભી રહ્યાં હતાં.
-
આ જોઈ મેઘમાળી સ્થિર થઈ ગયો. પછી ધરણેન્દ્ર તેને સમજાવ્યો, ''તારા પર ઉપકાર કરી તને પાપમાંથી બચાવ્યો તે તારા જ ભાઈ પર તું આ શું કરે છે તેનું તને ભાન છે ?''
આ સમયે મેધનાળીને સાચુ ભાન થયું. તે પોતે મનથી પોતાની જાતને દોષિત ગણી પસ્તાવો કરવા લાગ્યો. છેવટે પોતે ઉભા કરેલાં મેધમંડળને સંહરી લઈ તે પ્રભુના શરણમાં આવ્યો અને માફી માગવા લાગ્યો. આ રીતે ક્ષમા યાચના કરતો જોઈ પ્રભુએ મેઘમાળીને માફી આપી હવે પ્રભુ ઉપસર્ગરહિત છે તે જાણી ધરણેન્દ્ર પણ પોતાના સ્થાને પાછા ગયા.
શ્રી પાર્શ્વપ્રભુ અનુક્રમે વિહાર કરતા વારાણસી નગરી પાસે આશ્રમપદ ઉધાનમાં આવી ધાતકી વૃક્ષ નીચે કાર્યોત્સર્ગમાં સ્થિર થયા. પ્રભુની દીક્ષા પછીના ચોરાસી દિવસો પછી તેમના તમામ ધાતી કર્મો તૂટી ગયા. ચૈત્ર વદ ચોથે ચંદ્રનું જયારે વિશાખા નક્ષત્રમાં સ્થાન હતું, ત્યારે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. તેમણે અવધિજ્ઞાન વડે પ્રભુના કેવળજ્ઞાન વિષે જાણ્યું. તેથી દુંદુભિનાદથી અન્ય ઈન્દ્રાદિ દેવતાઅલ પણ પ્રભુનાં કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા.
પહેલા તો પ્રભુ માટે તેઓએ વિધિપૂર્વક સમવસરણની રચના કરી. સુન્દર સમવસરણમાં વચ્ચે સત્તાવીસ ધનુષ્ય ઉંચુ ચૈત્યવૃક્ષ વચ્ચે રત્નજડિત સિંહાસન તૈયાર કર્યું. પ્રભુએ સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો. ''તીશ્ચયનમઃ'' કહીને તેઓ સિંહાસન પર પૂર્વસન્મુખ થઈને બીરાજયા. વ્યંતર દેવતાઓએ પ્રભુના જેવા જ બીજા
ત્રણ બિંબોને અન્ય ત્રણ દિશાઓમાં સ્થાપિત કર્યા.
Jain Education International
155 ➖➖➖➖➖
For Private & Personal Use Only
www.jainelibrary.org