SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વિધિપૂર્વક તૈયારી થયા પછી જયારે પ્રભુ સિંહાસન પર બેઠા ત્યારે બારે પર્ષદાએ પણ સમવસરણમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ના સમયે અશ્વસેન રાજા પણ પરિવાર સહિત પ્રભુની દેશના સાંભળવા આવી પહોંચ્યા રાજા અશ્વસેને અને શકરેન્દ્ર પોતાનું સ્થાન લીધું એ પછી પ્રભુને દેશના આપવા માટે વિનંતી કરી. પ્રભુએ પોતાની મધુરવાણીમાં બધાને ઉપયોગી એવી ક્રિયાઓ અને તેનાથી લાગતા અતિચારો વિષે પંદર કર્માદાન વિષે તેમજ સાધુ માટે સર્વવિરતિ ધર્મનું સ્વરૂપ અને શ્રાવકો માટે દેશવિરતિ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળ્યા પછી ઘણાએ દીક્ષા લીધી. કેટલાકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ દેશના સાંભળી અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીએ પણ દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યદત્ત વગેરે દસ ગણધરો થયા. પ્રથમ પૌરુપીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. એ પૂર્ણ થતા બારે પર્ષદામાં રહેલા સૌ પોતાના સ્થાનકે ગયા. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં શ્યામવર્ણ, ચાર ભુજાવાળો, કાચબાના વાહનવાળી સુવર્ણ જેવા વર્ણવાળી ચાર ભુજા રાણી પદ્માવતી નામે પક્ષણી શાસનદેવ થઈ. બન્નેની સેવા ધારણ કરનાર શ્રી પાર્વપ્રભુ કેવળજ્ઞાન પછી પૃથ્વી તલ પર વિહાર કરવા લાગ્યા. એક વખત તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે ગુણવાન વણિકપુત્ર હતો. તે પૂર્વ ભવના કોઈ પ્રસંગથી | આ મને સ્ત્રીઓ પ્રત્યે નફરતની લાગણી અનુભવતો હતો. પરંતુ જેણે તેને પૂર્વભવમાં જીવાયો હતો તે ગોકુલી નામની સ્ત્રી આ ભવે વણિક કુટુંબમાં જન્મી. યૌવનવય પામતા તે રૂપવાન અને ગુણવાન સ્ત્રીએ જયારે સાગ દત્તની વાત જાણી ત્યારે પોતાની બુદ્ધિ અને પૂર્વભવના ઋણાનુંબંધથી સાગરદત્તનું હૃદય જીતી લીધું. તેની સાથે લગ્ન થયા પછી સાગરદત્ત મોટો વેપારી થયો. એક વખત રત્નોથી ભરેલા વહાણને જોઈ પોતાના જ ખલાસીઓએ તેને સાગરમાં ફેંકી દીધો. છેવટે કોઈ લાકડાના ટૂકડાના પ્રભાવે તે બચી ગયો. અંતે તે વહાણના ખલાસીઓએ તેની માફી માગી આ રીતે છેતરાયા પછી અને એક વખત શ્રી પાર્શ્વપ્રભુ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યા પછી સાગરદત્તે દીક્ષા લીધી. આમ શ્રી પાર્શ્વપ્રભુએ વિહાર કરતા કરતા સાગરદત્ત ઉપરાંત બંધુદત્ત અને બીજા અનેક લોકોને ઉત્તમ માર્ગે વાળ્યા. પ્રભુના પરિવારમાં સોળ હજાર સાધુઓ, સાડત્રીસ હજાર અને ચારસો અવધિજ્ઞાની, સાડા સાતસો મનઃ પર્યવ જ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની અગિયારસો વૈક્રિય લબ્ધિવાળા છસો વાદલબ્ધિવાળા, એક લાખ ચોસઠ હજા- શ્રાવકો અને ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી સમેતશિખરે પધાર્યા. હવે તેમને મોક્ષમાં જવ ને એક માસ બાકી હતો. તે સમયે તેઓની સાથે તેત્રીસ મુનિઓ હતા. પ્રભુ સાથે તેઓ પણ અનશન શરૂ કરી ત્યાં જ સમાધિપૂર્વક રહ્યા. શ્રાવણ સુદ આઠમના શુભ સમયે પ્રભુએ શરીરને છોડી ઉર્ધ્વગમનનો માર્ગ ગ્રહણ કયો. સંસાર દશાને છોડી તેઓ સિદ્ધદશાને પામ્યા સાથેના બીજા ત્રીસ મુનીઓ પણ મોક્ષ પદને પામ્યા. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને દીક્ષા પર્યાય (વ્રત પાળવામાં) સીત્તેર વર્ષ 'પસાર કર્યા. આ રીતે કુલ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુ પછી ત્રાસી હજાર સાતસો પચાસ ૮૩૭૫૦) વર્ષ પછી પાર્શ્વપ્રભુ નિર્વાણ પામી મોક્ષપદ પામ્યા. આ સમયે ઈન્દ્રાસન કંપિત થયું, તેથી અવધિજ્ઞાન મુજબ ઈન્દ્રાદિક દેવોએ પ્રભુના નિર્વાણને જાણ્યું. તેઓ (156 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy