SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નાભીનાળને ચાર આંગળ જેટલું પ્રમાણ રાખી છેદન કર્યું. એક ખાડો કરી તેમાં તેનું સ્થાપન કરી, હિ૨ા, માણેક જેવા કિંમતી પદાર્થો વડે ખાડો પૂરી તેના પર ધરો પાથરી પીઠિકા તૈયા૨ કરી. સૂતિકાગૃહની પૂર્વ, દક્ષિણ અને ઉત્તરદિશાથી કેળનું એક એક ગૃહ તૈયા૨ કરી, તેમાં ઈન્દ્રાસન કરતાય વધુ અલંકૃત એવા સિંહાસનનું સ્થાપન કર્યું. માતા અને પ્રભુને સિંહાસન પર બેસાડયા. ચારેય દિક્કુમારિકાઓએ લક્ષપાક તેલ અને સુગંધી દ્રવ્યોનું મર્દન કરી બન્નેને નિર્મળજળથી સ્નાન કરાવ્યું. પ્રભુનું શરીર તો નિર્મળ અને પવિત્ર હોય છે તેથી તેમની માટે સ્નાનનું મહત્ત્વ નથી, પરંતુ આ સ્નાન કરાવવા પાછળનો હેતુ પોતાના આત્માને શુદ્ધ ક૨વાનો છે. આ રીતે દિક્કુમારિકાઓ પોતાના આત્માની મલિનતા શુદ્ધ કર્યાનો આનંદ અનુભવવા લાગી. ત્યાર પછી માતા અને પ્રભુના શરીર પર ગોશીર્ષચંદનનું વિલેપન કર્યું. સંસારરૂપી દાવાનળમાંથી પ્રગટેલ સંતાપનો અગ્નિ શાંત થતાં પરમ શાંતિનો અનુભવ થાય એ માટે વિલેપન કરવામાં આવે છે. આ રીતે મળતી દિવ્યતાનો અનુભવ રોમાંચક હોય છે. પ્રભુને સ્નાન કરાવ્યા બાદ દિવ્ય વસ્ત્રો અને આભુષણોથી અલંકૃત કરતી દિકુમારિકાઓ પોતાના આત્માને દિવ્યગુણોથી શોભાયમાન બનાવવાનો હર્ષ અનુભવવા લાગી. ઉત્તર દિશાના ચોકમાં ઉત્તમ રત્નોનાં સિંહાસન પર શ્રી જિનેશ્વર પરમાત્માને તથા શ્રી જિનમાતા મરુદેવાને બેસાર્યા. પુનમની રાત્રે શીતળ ચાંદનીમાં માતાની ગોદ મળી ગઈ હોય ત્યારે બાળક જે શીતળતા અનુભવે એવું દૃશ્ય રચાયું. અરણીના બે લાકડાથી અગ્નિ ઉત્પન્ન કરી ગોશીર્ષચંદનના લાકડાનો હોમ કરી તેની ભસ્મમાંથી તૈયાર થયેલી રક્ષામાંથી રક્ષાપોટલી બાંધી. આ રીતે દિકુમારીઓએ તીર્થંકર ૫૨માત્માને બાંધેલી રક્ષાપોટલી તેઓની ભક્તિનું સૂચન કરે છે. કારણ કે ભગવાનની રક્ષા ક૨વાનું સામર્થ્ય વળી કોનામાં હોય ? આ રીતે એક પછી એક વ્યાવહારિક ધર્મને બજાવતી દિકુમારિકાઓ પ્રભુ ત૨ફની ભક્તિ ક૨વા લાગી. પછી પથ્થ૨ના બે ગોળા અથડાવીને પ્રભુના કાનમાં કહ્યું, “હે સ્વામિન્ ! આપ પર્વત જેવા આયુષ્યવાળા થાઓ!’’ આ રીતે શુભેચ્છાનો વ્યવહાર ચિંતવી પ્રભુને અને માતાને શય્યા ૫૨ સુવાડયા અને માંગલિક ગીતો ગાવા લાગી. - જ્યારે પણ તીર્થંક૨ ૫૨માત્માનો જન્મ થાય ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થાય છે. અત્યારે પણ સૌધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. પ્રથમ તો ઇન્દ્ર ોધાવેશમાં આવી ગયા પરંતુ પાછળથી તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે ૫૨માત્માનો જન્મ થયો છે. તરત જ તે સિંહાસન પરથી ઊઠ્યા. સાત પગલાં પ્રભુ સમક્ષ ચાલી પંચાંગ પ્રણામ કરી, સ્તુતિ કરી. બધા જ દેવતાઓને ભગવાનનો જન્મ મહોત્સવ માટે બોલાવવાની આજ્ઞા નૈગમિષી નામના અધિપતિને કરી. તેણે એક યોજન વિસ્તારવાળો સુધોષા ઘંટ ત્રણ વખત વગાડયો. તેનો અવાજ સાંભળતા બત્રીસ લાખ વિમાનોના દેવતાઓ આવી પહોંચ્યા. ઈન્દ્રની આજ્ઞા અનુસાર સેનાધિપતિએ સૌને કહ્યું : ‘હે દેવતાઓ ! આપ સૌ પરિવાર સહિત જંબુદ્વીપની દક્ષિણે ભરતની મધ્યમાં નાભિરાજાના કુળમાં શ્રી પ્રથમ તીર્થંકર પરમાત્માનો જન્મ કલ્યાણકનો મહોત્સવ કરવા પધારો.’’ ઈન્દ્રની આજ્ઞા અનુસાર ઈન્દ્રપાલક દેવે આભિયોગિક દેવને એક અનુપમ વિમાન રચવા માટે આદેશ આપ્યો. આજ્ઞા અનુસા૨ તરત જ ઈચ્છાનુરૂપ ગતિવાળું પાંચસો યોજન ઊંચું અને લાખ યોજનના વિસ્તારવાળું Jain Education International ૨૩)---- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy