________________
છે દિકકુમારીઓ વિવિધ સ્થાનેથી જન્મોત્સવ માટેની વિવિધ સામગ્રીઓ લાવે છે એવું શાસ્ત્રોમાં થયેલ છે વિધાન અનુસાર અધોલોકમાંથી ભોગકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધરા, વિચિત્ર, પુષ્પમાળા અને અનંદિતા નામની આઠ દિકુકમારીઓ મરુદેવા માતાના સૂતિકાગૃહમાં આવી, માતાને ત્રણ પ્રદિક્ષણા કરી, વંદન કરી કહેવા લાગી :
હે માતા ! આપે ત્રણ જગતના આભુષણરૂપ શ્રી તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો છે માટે આપની સદાય જય થાઓ. તેમનો પ્રકાશ લોકાલોકને પ્રકાશિત કરશે. અમે આઠ દિકકુમારીઓ અધોલોકમાંથી પરમ પ્રભાવી પરમાત્માના જન્મની ઉપાસના કરવા માટે આવ્યા છીએ.” આમ કહ્યા પછી તેઓએ ઈશાન ખૂણામાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને હજાર થાંભલાયુક્ત સૂતિકાગૃહ બનાવ્યું. વાયુ વડે કચરારૂપી પુદ્ગલો દૂર કર્યો. અને ભગવાનને પ્રણામ કરી, તેમના ગુણોની સ્તુતિ કરવા લાગી.
આ પછી ઊર્ધ્વલોકમાંથી મેરુપર્વત પર વસનારી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધરા, વિચિત્રા, વારિષણા અને બલાહિકા નામની આઠ દિકુમારિકાઓ ત્યાં આવી અને એક યોજન સુધી સુગંધીજળની વૃષ્ટિ કરી. આથી પૃથ્વી પરના રજોગુણ અને વિવિધ તાપ શાંત થઈ ગયા. તેઓએ પોતાના ઢીંચણ સુધીના પચરંગી પુષ્પોથી ધરતીને આચ્છાદિત કરી તેઓ પણ પછીથી શ્રી તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવા માટે પોતાના સ્થાને બિરાજમાન થઈ.
ત્યારબાદ નંદોતરા, નંદા, આનંદા, આનંદવર્ધના, વિજ્યા, વૈજયન્તી, જયંતિ અને અપરાજિતા નામની પૂર્વરૂચક પર્વત પર રહેનારી આઠ દિકુમારીકાઓ વિમાન દ્વારા ઝડપથી આવી પહોંચી. પ્રભુને નમસ્કાર કરી, હાથમાં દર્પણ રાખી, પ્રભુના ગુણગાન કરવા લાગી.
જે રીતે કોઈ મૂલ્યવાન ચીજ મેળવવા માટે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સ્પર્ધા થાય, એ રીતે આ દિકકુમારીઓ પણ જાણે પ્રભુના ગુણગાન ગાવા માટેની સ્પર્ધા કરતી હોય એવું જણાતું હતું. તેઓ જુદી જુદી દિશાઓમાંથી ભગવાનનો જન્મોત્સવ ઉજવવા આવવા લાગી.
દક્ષિણ રૂચક પર્વત પરથી સમાહરા, સુપ્રદતા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા નામની દિકુમારિકાઓ પણ પોતાના જમણા હાથમાં કળશ ધારણ કરીને શ્રી જિનેશ્વર ભગવાનને તથા માતાને પ્રણામ કરીને જમણી બાજુએ ઊભી રહી.
પશ્ચિમ રૂકપર્વત ઉપરથી સમાહરા, સુખદત્તા, સુપ્રબુદ્ધા,યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા નામની દિકુમારિકાઓ પ્રભુની ભક્તિ કરવા હાથમાં પંખા લઈને આવી. તેઓએ પ્રભુને અને માતાને ભાવપૂર્વક વંદન કર્યા અને પશ્ચિમ દિશામાં ઊભી રહી.
આ રીતે જુદી જુદી દિશાઓમાંથી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા માટે દિકકુમારિકાઓ આવતી રહી અને મરુદેવામાતાનું ભવન શોભાયમાન બનતું ગયું. નિર્મળ સ્ફટિકમય જળમાં કમળના પુષ્પો શોભે તેમ આ ભવનમાં દિકકુમારિકાઓ શોભી રહી હતી.
એ દરમિયાન ઉત્તર રૂચકપર્વત પર વસનારી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સ્વયંપ્રભા, હીં અને શ્રી નામની દિકકુમારિકાઓ પણ એકબીજા સાથે સ્પર્ધા કરતી આવી પહોંચી. તેઓ માતા અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં ચામર ધરીને ઊભી રહી અને પ્રભુના ગુણગાન સાથે ભક્તિ કરવા લાગી.
ઈશાન દિશામાંથી ચિત્રા, ચિત્રકનકા, સતેજા અને સૌદામિની નામની દિકુમારિકાઓ હાથમાં દીપક | લઈને આવી અને રૂચક દ્વીપ ઉપરથી રૂપા, રૂપાંશુકા, રૂપયા અને રૂપકાવતી આવી. તેણે ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org