SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન ક૨શે. જેમ ચંદ્રને જોઈ મનને શાતા વળે, એ રીતે આપના પુત્રના દર્શનથી લોકો પ્રસન્નતા અનુભવશે એ બાબત આપે ચંદ્રનું દર્શન કર્યું તેનું ફળ સૂચવે છે.’’ જેમ જેમ માતા સ્વપ્નનાં પરિણામો વિષેની વાતો ઈન્દ્રો પાસેથી સાંભળતા ગયા તેમ તેમ હૃદયમાં આનંદના ઉદધિ ઉછળવા લાગ્યા. ઈન્દ્રોએ સ્વપ્નો વિષે સમજાવતા આગળ કહ્યું : “હે માતા! આપે સ્વપ્નમાં કરેલા સૂર્યના દર્શનનો અર્થ એ છે કે આપનો પુત્ર મોહરૂપી અંધકા૨ને દૂ૨ ક૨ના૨ થશે. જે રીતે ધ્વજથી મંદિરની શોભા વધે છે એ રીતે ધર્મરૂપી મહેલના શણગાર બનનાર આપના પુત્ર માટે આપે ધ્વજનાં દર્શન સ્વપ્નમાં કર્યા. આપે જોયેલો પૂર્ણકળશ દર્શાવે છે કે તે ત્રણે જગતને કલ્યાણથી પૂર્ણ બનાવશે. પદ્મ સરોવર એ સૂચવે છે આપના પુત્રને જોઈ સૌ પોતાના દુઃખ ભૂલી જશે. ક્ષી૨સમુદ્ર જેમ સ્વચ્છ અને નિર્મળ જળનો હોય એમ આપનો પુત્ર સદ્ગુણરૂપી રત્નોથી ભરેલા સમુદ્ર જેવો થશે.” સ્વપ્નમાં જોયેલા દેવવિમાનનું ફળ સમજાવતા ઈન્દ્રોએ કહ્યું : “વૈમાનિક દેવો આપના પુત્રની ૨ક્ષા ક૨શે. આપે સ્વપ્નમાં જોયેલ રત્નરાશિ એ સૂચવે છે કે જેમ રત્નોનું મૂલ્ય છે એમ આપનો પુત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નો જેવો મહિમાવંત થશે. નિર્ધમ અગ્નિ સૂચવે છે કે દેવો કરતા પણ તેજસ્વી એવો આપનો પુત્ર અશુભ કર્મોનો નાશ કરી શુભ અને પવિત્ર તેજ ફેલાવશે. આ રીતે આ ચૌદ સ્વપ્નો સૂચવે છે કે આપનો પુત્ર કોઈ સામાન્ય પુરુષ નહીં પણ આ ભરતક્ષેત્રનો સ્વામી બનશે.’’ મરુદેવામાતાને આ પ્રમાણે સ્વપ્નોનું ફળ સમજાવી ઈન્દ્રો પોતપોતાના સ્થાને ગયા. મરુદેવા માતા રોમાંચ-આનંદથી પુલકિત થઈ ગયા. જેમ મેઘના આગમનથી ધરતીનું રોમેરોમ નાચી ઊઠે, સૂર્યના આગમનથી કમળની પાંદડીઓમાં નવજીવન પ્રગટે અને વસંતઋ તુના આગમનથી સમગ્ર ઉપવન જાણે સોળે શણગાર સજી રહે એ રીતે પોતાની કુક્ષીએથી એક મહાન વિભૂતિનો જન્મ થનાર છે એ જાણીને માતા ભાવવિભોર બની ગયા. તેના ચહેરા પર ગજબ લાવણ્ય પ્રગટી ઊઠ્યું. મહાન પુરુષો પોતાના કા૨ણે કોઈ આત્માને જરા પણ દુઃખ ન પહોંચે એટલા સજાગ રહે છે. મરુદેવામાતાના ગર્ભમાં રહેલ આ મહાન વિભૂતિ પણ પોતાનાથી માતાને કાંઈ દુ:ખ ન પહોંચે એવી રીતે ગર્ભમાં હલનચલન કરતા રહ્યા. એ સમયે એમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. આ પ્રમાણે નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા પછી જ્યારે ચંદ્રનો યોગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો, તેમજ બધા ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે ચૈત્ર વદિ આઠમના દિવસે અર્ધરાત્રિએ સુવર્ણ જેવી લાવણ્ય આભા ધરાવતા, વૃષભના લાંછનવાળા અને તે સમય મુજબ યુગલિક ધર્મવાળા પુત્રને મરુદેવા માતાએ જન્મ આપ્યો. આ રીતે પ્રથમભવમાં ધન સાર્થવાહના ભવમાં ઉપાર્જિત કરેલ પુણ્યરાશિમાં વૃદ્ધિ થતા તે૨માં ભવે તીર્થંકર સ્વરૂપે ઋષભદેવનો જન્મ થયો. જૈન શાસ્ત્રો અનુસાર તીર્થંકર પરમાત્મા રૂધિર અને મળ જેવી અશૂચિઓથી રહિત હોય છે. એ મુજબ મરુદેવા માતાના આ પુત્રરત્ન આવી અશુચિથી પર હતા. જે રીતે વાદળોની છાયા વચ્ચેથી સૂર્ય બહાર આવે અને ચોતરફ પ્રકાશના પુંજ પ્રગટે એ રીતે પરમાત્માના આગમનથી સમગ્ર સૃષ્ટિમાં જાણે પ્રકાશપુંજ પથરાયા. તિર્યંચના જીવો પણ સ્વર્ગલોકનાં સુખનો અનુભવ કરવા લાગ્યા. દેવદુભિના નાદથી આખું આકાશ ગુંજી ઊઠ્યું. દિકુમારીઓના આસન કંપવા લાગ્યાં. તેઓએ પણ અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ થયો છે. સર્વ દિકુમારીઓ હર્ષાવેશમાં આવી ગઈ અને ભગવાનનો જન્મમહોત્સવ ઊજવવાની તૈયારી કરવા લાગી. Jain Education International ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy