________________
એક વખત ગામમાં મોટો ઉત્સવ હતો. ગૌશાળાને એમ હતું કે આ વખતે બધાનાં ઘરમાં ઉત્તમ અન્ન બન્યું હશે એટલે તેણે પ્રભુને પૂછ્યું, ‘‘આજે ભિક્ષામાં શું મળશે ?’' પ્રભુ ઉત્તર આપે એ પહેલા તો સિદ્ધાર્થે પ્રભુનાં શરીરમાં પ્રવેશ કર્યો અને બોલ્યો, ‘“આજે તો ભોજનમાં વાસી કોદરા અને દક્ષિણામાં ખોટો રૂપિયો જમળશે.'' ગૌશાળો તે દિવસે ઘેર ઘેર ફર્યો. અંતે તેને કોઇએ વાસી કોદરા જ ભિક્ષામાં મળ્યા. આમ આ રીતે ગૌશાળાને કાંઇ ન મળ્યું, તેથી તેણી નિયતીવાદ ગણ્યો એટલે કે ‘“જે ભવિષ્યમાં હોય તે થાય.''
દીક્ષા પછીના બીજા ચોમાસે પ્રભુકોલ્લાકનામના પ્રદેશમાં આવ્યા. ત્યાંતેમણે માસક્ષમણતપનું પારણું બહુલ નામના બ્રાહ્મણનાં ઘેર કર્યું. પ્રભુના પ્રભાવથી ત્યાં પણ દેવોએ પંચદિવ્યો પ્રગટ કર્યાં.
આ બાજુ ગોશાળો ગામમાંથી માત્ર કોદરા મળતા શરમ અનુભવતો જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે પ્રભુને જોયા નહીંએટલે તે તેમની શોધમાં ચારે બાજુ ફરવા લાગ્યો. હવે પોતે એકલો થઇ ગયો,એમ માનીને તેણેચારિત્રવેષ ધારણકર્યો. ફરતા ફરતા તે કોલ્લાકગામમાં આવ્યો. ત્યાં લોકો કહેતા હતા કે બહુલબ્રાહ્મણે મુનિનેદાનકર્યું પરિણામે તેને ત્યાંરત્નોની વૃષ્ટિથઇ. ગોશાળાને આ ખબરપડીએટલે તેણેમાન્યું કે પ્રભુ ચોક્કસ આ વિસ્તારમાં હોવા જોઇએ. તે પ્રભુની શોધમાં આમતેમ ફરવા લાગ્યો. છેવટે તેણે એક સ્થાને પ્રભુને કાર્યોત્સર્ગે રહેલા જોયા. તે પ્રણામ કરીને કહેવા લાગ્યો, ‘“પ્રભુ, પહેલા હું દીક્ષા લેવા યોગ્ય ન હતો. હવે તમે મને દીક્ષા આપો. તમારા શિષ્ય તરીકે મને સ્વીકારો. હું તમારા વગર રહી શકતો નથી.’
આ વાત સાંભળીને પ્રભુનું કરુણાભર્યું હૃદય દ્રવી ગયું. તેમને ગોશાળાને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. આ પછી ગોશાળા સાથે પ્રભુ સુવર્ણખલ નામનાં પ્રદેશમાં આવ્યા. રસ્તામાં ગોવાળો ખીર બનાવતા હતા તે જોઇને ગોશાળાને ખીર ખાઇને આગળજવા માટેપ્રભુને વિનંતી કરી. પ્રભુકાંઇઉત્તર આપે એ પહેલા જ સિદ્ધાર્થે પ્રભુનાં શરીરમાં પ્રવેશ કર્યો અને કહ્યું ‘“આ ખીર રંધાશે જ નહીં.'' આ સાંભળી ગોશાળો તે ગોવાળો પાસે ગયો અને આ ખીર રુંધાશે નહીં”’ એવી ચેતવણી આપી. ગોવાળો સાવચેત બની ખીર બનાવવા લાગ્યા છતાં પણ ખીર રાંધવાની હાંડલી ફૂટી ગઇ. ગોવાળો તો હાંડલીના ટૂંકડામાં અહીં પણ ગોશાળાએ નિયતિવાદ કર્યો.
..
સુવર્ણખલ પ્રદેશમાંથી પ્રભુ વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામ પ્રદેશમાં આવ્યા. આ ગામના બે વિભાગો હતા. તેના માલિક તરીકે નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓ હતા. બન્ને ભાઇઓ જુદા રહેતા હતા. પ્રભુ છઠ્ઠનું પારણું કરવા નંદના ઘેર ગયા. નંદેદહી નાંખેલ વાનગી-કરંબો વહોરાવ્યો. ગોશાળાએ માન્યું કે ઉપનંદનું ઘર મોટું છે તેથી તે તેના ઘરમાં દાખલ થયો, પરંતુ ઉપનંદની આજ્ઞાથી તેની દાસીએ કોદરા (વાસી ચોખા) વહોરાવ્યા. ગોશાળાને આ ન ગમ્યું એટલે તેણે દાસીનો તિરસ્કાર કર્યો. ઉપનંદ આ જોઇ ગુસ્સે થયો એણે દાસીને આજ્ઞા કરી અને કોદરા ગોશાળાનાં માથા પર નાખ્યા. ગોશાળો ખિન્ન થઇને બોલ્યો, ‘‘મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તોઆનું ઘર બળી જાઓ.'' આરીતે ગોશાળાએ પ્રભુનાં નામે શાપ આપ્યો. દેવો તો પ્રભુના નામે આપેલા શાપને નિષ્ફળ જવા દેતા નથી. આ જાણી વ્યંતર દેવોએ ઉપનંદનું ઘર બાળી નાખ્યું.
બ્રાહ્મણગ્રામથી વિહાર કરી પ્રભુ ત્રીજા ચોમાસામાં ચંપાનગરીમાં આવ્યા. ત્યાં બે માસક્ષમણ પૂર્ણ કરી ગોશાળા સાથે ગામની બહાર કૌલ્લાક પ્રદેશમાં આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં જઇ કાયોત્સર્ગમાં રહ્યા.
આ ગામના રાજાને સિંહ નામે યુવાન પુત્ર હતો. તે તેની દાસી વિદ્યુત્પતિ સાથે રતિક્રિડા કરવા પ્રભુ જે શૂન્યગૃહમાં હતા ત્યાં આવ્યા. રાત્રિનો સમય હતો, તેથી પ્રભુ ત્યાં હતા તેની ખબર ન હતી. છતાં સિંહ નામના આ
184
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org