SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાને કહ્યું, ‘‘અહીં કોઇ હોય તો બોલજો. અમે બીજાં સ્થળે જઇએ.'' ગોશાળાએ આ સાંભળ્યું, છતાં તે કાંઇ બોલ્યો નહીં. ઘણા સમય પછી જ્યારે સિંહ તે ગૃહમાંથી બહાર નીકળ્યો ત્યારે ગોશાળાની વિકૃત લાલસા તેના મન પર સવાર થઇ ગઇ. તે તરત જ અંદર ગયો અને વિદ્યુત્પતિના હાથને સ્પર્શ કરવા ગયો ત્યાં તો તેણે ચીસ પાડી. આ સાંભળી સિંહ ત્યાં પાછો દોડી આવ્યો. ગોશાળાને સિંહે સખત માર માર્યો. આ રીતે આ રીતે બીજી જગ્યાએ પણ આવાં જ કારણે ગોશાળાને માર સહન કરવો પડ્યો. જેની પાસે શીલના સંસ્કાર નથી એનાં નસીબમાં આવાં કષ્ટો આવ્યા વગર રહે નહીં. પ્રભુ વિહાર કરતા કરતા કુમાર નામના પ્રદેશમાં આવ્યા. ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં રહ્યા. તે ગામમાં કુપન નામે એક કુંભાર રહેતો હતો. તે મદિરાપાન કરી પોતાની સમૃદ્ધિમાં રાચતો હતો. આ સમયે એની શાળામાં શ્રીપાર્શ્વનાથ પ્રભુનાબહુશ્રુત શિષ્ય મુનિચંદ્રાચાર્ય તેમના શિષ્ય પરિવાર સાથે રહેતા હતા. તે પોતાના વર્ઝન નામના શિષ્યને ગચ્છાધિપતિ તરીકે સ્થાપીને અતિદુષ્કર જિનકલ્પ નામની ક્રિયા કરવા સમાધિપૂર્વક સ્થિર થયા હતા. બપોરનો સમય હતો એટલે ગોશાળો ભિક્ષા લેવા ગામમાં ગયો. ત્યાં તેણે શ્રીપાર્શ્વનાથ પ્રભુના શિષ્યોને ચિત્રવિચિત્રવેશમાં જોયા. તે જોઇને ગોશાળાએ પૂછ્યું, ‘“તમે કોણ છો ?’’ શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘“અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિગ્રંથ શિષ્યો છીએ.'' આ સાંભળી ગોશાળો હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘“તમે તો વસ્ત્રો ધારણ કર્યાં છે. ખરેખર તો નીગ્રંથ મારા ધર્માચાર્ય છે.'' આ સાંભળીને તે શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું, ‘“જેવો તું એવા તારા ધર્માચાર્ય.'' આ સાંભળતા જ ગોશાળો ગુસ્સે થયો અને કહ્યું, ‘“મારા ધર્માચાર્યનું જો તપ તેજ હોય તો આ સાધુઓનો ઉપાશ્રયબળી જાઓ.’'તે શિષ્યોએ આ વાત સાંભળીનહીં. ગોશાળો પાછો આવ્યો અને પ્રભુ પાસે હાથ જોડી કહેવા લાગ્યો. આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, ‘“તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ છે. તેઓ સાચા સાધુઓ છે. તેઓનો ઉપાશ્રય બળશે નહી.’' રાત્રિ થતાં જ મુનિચંદ્રસૂરિ જિનકલ્પની તુલના કરતા બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ વખતે પેલો કુપન નામનો કુંભારમદિરાપાન કરીને આવ્યો અને ભાન ભૂલીને તેણે તે મુનિને ચોર માની લીધા. થોડી વારમાં તો તેણે તેમનું ગળું પણ દબાવી દીધું. મુનિ તો સમાધિભાવથી મૃત્યુ પામ્યા. દેવોએ તેમની પર પુષ્પો વરસાવ્યા. દેવોની હારમાળા આકાશમાં એક વીજળીની જેમ ચમકી ઊઠી. એ જોઇ ગોશાળાએ કહ્યું ‘‘પેલા પાર્શ્વનાથના સાધુઓ જે ઉપાશ્રયમાં રહેતા હતા, તેમનો ઉપાશ્રય બળી ગયો.’’ આ સાંભળી સિદ્ધાર્થે કહ્યું, ‘‘તે મુનિ અવધિજ્ઞાન પામી, શુભ સ્થિતિ પામી દેવલોકમાં ગયા છે એટલે તેજોમય દેવતાઓનો એ પ્રકાશ હતો.'' આ સાંભળી ગોશાળો સાચી વાત સમજી ગયો. તે તરત જ અન્ય સાધુઓની પાસે આ સમાચાર આપવા પહોંચી ગયો અને તેમને ઠપકો આપતા મુનિચંદ્રસૂરિ કાળધર્મ પામ્યાના સમાચાર આપ્યા. આબનાવપછીપ્રભુ ગોશાળા સહિત ચોરાક ગામે આવ્યા. અહીંગામનાઆરક્ષકપુરુષોએ તેમને પરગામના ચોર માની લીધા કારણકે પ્રભુ મૌનપણામાં હતા અને તે આરક્ષકોના પ્રશ્નનો ઉત્તર આપ્યો ન હતો. તેઓએ ગોશાળાને અને પ્રભુને પકડી લીધા અને બાંધીને કૂવામાં નાખી પીડા આપવા લાગ્યા. આ સમયે ઉત્પલ નામના નિમિત્તિઆની સોમા અને જયંતિ નામનીબન્ને બહેનોકેજેઓ પાર્શ્વનાથપ્રભુની શિષ્યાઓ હતી તેઓ ત્યાંથી પસાર Jain Education International 185 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy