________________
૫૨ આવ્યા ત્યાં પાંચસો છત્રીસ મુનિઓ સાથે પાદોપગમન અનશન શરૂ કર્યું. અષાઢ સુદ આઠમના સાંજે પ્રભુ નિર્વાણ પામ્યા. એ સમયે પરંપરા મુજબ શક્ર ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા રચી, શક્ર ઈન્દ્ર પ્રભુની અંગપૂજા કરી, દેવતાઓએ ચંદનના કાષ્ટ ગોઠવ્યા અને ઈન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ ચિત્તામાં અગ્નિ ઉત્પન્ન કર્યો. વાયુકુમારોએ તેને પ્રજ્જવલિત કર્યો. સંસ્કાર પૂર્ણ થતા ક્ષીરસાગરના જળથી દેવોએ અગ્નિ શાંત કર્યો આ પછી ઈન્દ્રોએ પ્રભુની દાઢો લીધી. રાજાઓએ વસ્ત્રો લીધા. લોકોએ ભસ્મ લીધી. તે સ્થળ પર ઈન્દ્રોએ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ સહિત એક ચૈત્ય તૈયાર કરાવ્યું. આ ક્રિયાઓ પછી સૌ સ્વસ્થાને ગયા.
શ્રી નેમિનાથ પ્રભુએ કૌમારપણામાં ત્રણસો વર્ષ, છદ્મસ્થ અને કેવળીપણામાં સાતસો વર્ષ એમ કુલ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુ એકવીસમાં તીર્થંકર શ્રી નમિનાથ પછી પાંચ લાખ વર્ષ પછી
થયા.
આ રીતે પ્રખર તેજવાળા બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં નવમાં વાસુદેવ, બળદેવ, અને પ્રતિવાસુદેવ થયા. જેના ચરિત્ર ' શ્રી ત્રિષષ્ઠી શલાકાપુરૂષ'' પુસ્તકમાં વર્ણવાયા છે.
પરમ ઉપકારી પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનના આ ચરિત્રલેખનમાં યથામતિ આલેખન કરવામાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમાયાચના.
Jain Education International
--14....
For Private & Personal Use Only
www.jainelibrary.org