SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ લીધું. એક વખત એકાંત સ્થળે જ્યારે રાજીમતિ એકલી હતી ત્યારે થનેમિએ કામવાસનાથી પ્રેરાઈને રાજીમતિ પાસે લગ્નની માગણી કરી. જેણે વાસનાની મદિરા પીધી હોય એ શું સમજે ? રાજીમતિ આ વાત જાણી ગઈ, તેને ઘણો બોધ આપ્યો, પરંતુ તે માન્યો નહિં. પછી રાજીમતિએ દૂધનો ગ્લાસ ભરી પીધો અને એક થાળીમાં તે પીધેલુ દૂધ વમન કરી પાછું કાઢયું એ દૂધ રથનેમિને પીવાનું કહ્યું આ સાંભળી રથનેમિએ કહ્યું : 'હું કોઈ શ્વાન નથી કે આ દૂધનુ પાન કરૂં ? '' રાજીમતિએ તરત કહ્યું કે મારી જાતને નેમિનાથે વમન કરેલી છે, તો શા માટે તું એ સ્વીકારવા તૈયાર થયો છે ? આ સાંભળી રથનેમિ શરમ અનુભવવા લાગ્યો. તેને સાચું કર્તવ્ય સમજાયું અને ત્યાંથી ચાલ્યો ગયો. નેમિનાથની ગેરહાજરીમાં રાજમતિ દિવસો પસાર કરવા લાગી. દીક્ષા લીધા પછી ચોપન દિવસે વિહાર કરતા નેમિનાથ પ્રભુ ફરીથી સહસ્રામ્રવનમાં પાછા આવ્યા ત્યાં વેતસ નામના વૃક્ષની નીચે અઠ્ઠમ તપ સાથે કાઉસગ્ગમાં સ્થિર થયા. ધાતિકર્મોના બંધન તૂટતા ગયા. આસો વદ અમાસની રાત્રે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કર્મ અનુસાર દરેક દેવ – ઈન્દ્રો વિગેરેએ પ્રભુ માટે સમવસરણની રચના કરી. એકસો વીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની નીચે રચેલા સિંહાસન પર પ્રભુ "તિર્થાયનમઃ કહી આરૂઢ થયા. અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. સમવસરણના ત્રણ ગઢમાં સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. ચતુર્વિધ સંઘ અને તિર્યંચના જીવો પણ આ દેશના સાંભળવા આવ્યા હતાં. શ્રીકૃષ્ણ ઈન્દ્રની પાછળ બેઠા. આ સમયે પ્રભુએ લક્ષ્મી અને સાંસારિક સુખની ક્ષણભંગુરતા સમજાવી. સાધુએ સર્વવિરતી અને શ્રાવકે દેશવિરતી ધર્મનું પાલન કઈ રીતે કરવું તે સમજાવ્યું. આ દેશના સાંભળી વરદત્ત દીક્ષા લેવા તૈયાર થયો. શ્રીકૃષ્ણે રાજીમતિના રાગનું કારણ ભગવાનને પૂછ્યું ત્યારે તેમણે નવ ભવમાં શું સંબંધ હતો તે કહી સંભળાવ્યો. આ સમયે વરદત્ત અને અન્ય ઘણાએ દીક્ષા લીધી. કેટલાકે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. નેમિનાથ પ્રભુએ વરદત્ત સહિત અગિયાર ગણધરોને સ્થાપન કર્યા. રોહિણી, દેવકી વગેરેએ શ્રાવિકાધર્મનો સ્વીકાર કર્યો. પ્રથમ પૌરુષી પૂરી થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી. એ વખતે વરદત્ત ગણધરે દેશના આપી અને તે પુરી થતાં સૌ પોતપોતાના સ્થાને ગયા. પ્રભુએ ચતુર્વિધસંઘની સ્થાપના કરી. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, શ્યામવર્ણવાળો, મનુષ્યના વાહનવાળો, છ હાથવાળો ગોમેધ નામનો યક્ષ શાસનદેવ થયો અને સુવર્ણસમાન વર્ણવાળી, સિંહના વાહનવાળી, ચાર હાથવાળી અંબિકા નામે શાસનદેવી થઈ. આ પછી નેમિનાથ પ્રભુ વિહાર કરી પૃથ્વીપટ પર વિહાર કરવા લાગ્યા. તેમના આ કાળ દરમિયાન બનેલા વિવિધ પ્રસંગોમાં એક વખત નારદમુનિએ દ્રોપદીનું હરણ કર્યુ અને શ્રીકૃષ્ણ તેને પાછી લઈ આવ્યા તે મહત્વની ઘટના બની. આ ઉપરાંત ગજસુકુમારની દીક્ષા, તેમને સહન કરવા પડયા હોય એવા ઉપસર્ગો અને છેવટે તેમનું કાળધર્મ પામી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ, વગેરે પ્રસંગો પણ બન્યા. આ સમયે નેમિનાથ પ્રભુના અન્ય ભાઈઓ અને રાજીમતીએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. વિવિધ પ્રદેશોમાં વિહાર કરતા શ્રી નેમિનાથ પ્રભુને (કેવળજ્ઞાનથી માંડીને) અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાલીસ હજાર બુદ્ધિમાન સાધ્વીઓ, ચારસો ચૌદ પૂર્વધારીઓ, પંદરસો અવધિજ્ઞાનીઓ અને પંદરસો વૈક્રિયલબ્ધિવાળા, એટલા જ કેવળજ્ઞાનીઓ, એક હજાર મનઃપર્યવજ્ઞાનીઓ, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રાવક અને ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. અનુક્રમે પ્રભુ વિહાર કરતા કરતા પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી રૈવતગિરિ (ગિરનાર) Jain Education International 140 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy