________________
અનુક્રમે ધારિણીએ ચક્રવર્તીપણાંની જે સમૃદ્ધિ દર્શાવી હતી, તે અનુસાર એવાં લક્ષણોવાળા પુત્રને જન્મ ( આપ્યો. પુત્રના જન્મને ઉજવવામાં સામાન્ય રીતે માતાપિતા કાંઈ કમી રાખતા નથી, ત્યારે રાજાના ઘેર ચક્રવર્તી બનનાર પુત્રના આગમનનો ઉત્સવ કેવો ઉલ્લાસમય બને ! પુત્રના આગમનને વધાવવા સૌ પ્રજાજનો પણ ધનંજય રાજા સાથે જોડાયા. પુત્રનું નામ પ્રિય મિત્ર રાખવામાં આવ્યું. દીન-દુઃખીઓને દાન, જિનાલયોમાં પ્રભુભકિત, ગુન્હેગારોને બંધનમુકિત, સુપાત્રદાન વગેરે સુકાર્યો દ્વારા પુત્રરત્નની પ્રાપ્તિના પ્રસંગને મંગળમય બનાવવામાં આવ્યો.
પ્રિય મિત્ર કુમારાવસ્થા પસાર કરી યુવાનવયે પહોંચ્યો, ત્યારે વિવિધ વિદ્યામાં પારંગત થયો. રાજાએ તેને ગાદીની જવાબદારી સોંપી. આ રીતે પોતાનું કર્તવ્ય પૂર્ણ થયેલું સમજીને પોતાના આત્માના કલ્યાણ માટે રાજા અને રાણીએ ચારિત્ર ગ્રહણ કર્યું.
પૂર્વભવે સંયમની વિશુદ્ધ આરાધનાના પ્રતાપે, પ્રિયમિત્રે સમૃદ્ધિ હોવા છતાં તેમાં આસકિતનો ભાવ રાખ્યા વગર ઉદાસીન ભાવે સંસારની ફરજો બજાવી. ધર્મના પાલન સાથે છ ખંડ વિજય મેળવવા પ્રયાણ કર્યું. પ્રથમ માગધ તીર્થમાં આવ્યા. ત્યાં અઠ્ઠમ તપ કરી, રથ પર આરુઢ થઈ. ચતુરંગ સેનાની સાથે પ્રયાણ શરૂ કર્યું. બાર યોજન દૂરથી પ્રિય મિત્રે માગધના સાનાની સામે વજ, જેવું બાણ ફેંકયું, ત્યારે ઘડીભર રાજા કોપથી ભય પામ્યો, પરંતુ ત્યારે તે બાણ પર ચક્રવર્તીનાં નામના અક્ષર જોયા ત્યારે તે શાંત થઈ ગયો. ચક્રવર્તીને આપવાની ભેટ-સામગ્રી લઈ તે પ્રિય મિત્ર પાસે ગયો. તેમની આજ્ઞાનો સ્વીકાર કરી યોગ્ય વિધિ અનુસાર ક્રિયાકર્મ પૂર્ણ કરી તે રાજમહેલમાં પાછો આવ્યો. પ્રિયમિત્રે અઠ્ઠમ તપનું પારણું કર્યું અને માગધની પ્રાપ્તિ અર્થે ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ રચ્યો. આ રીતે પ્રિય મિત્રે વરદામ, પ્રભાસપતિ, વૈતાઢયાદ્રીકુમાર, કૃતમાળ વગેરેને સાધી છ ખંડ પર વિજય મેળવ્યો. પરિણામે તેમને છ ખંડનુ આધિપત્ય, ભોગવિલાસ, ચૌદ રત્નો, નવ નિધાન અને બત્રીસ હજાર રાજાઓનું સ્વામીત્વ પ્રાપ્ત થયું. તે જયારે મૂકા નગરીમાં પાછા આવ્યા, ત્યારે તેમનો ચક્રવર્તી તરીકે દેવતાઓ તેમજ રાજાઓ દ્વારા અભિષેક થયો.
પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરનાર સાંસારિક સુખો મળવા છતાં તેના ભોકતા બનીને તે ભોગવતા નથી. તેથી પ્રિય મિત્ર પ્રજાપાલક બની પૃથ્વીના પાલક તરીકે રહ્યા. એક વખત મૂકાનગરીમાં પૌદિલ નામના આચાર્ય દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કરોડ વરસનું વિશુદ્ધ ચારિત્ર પાળીને પ્રિય મિત્ર મુનિવરે આયુષ્ય પૂર્ણ કર્યુ. સતત ગુરુસેવા, સંયમ અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કર્યુ.
ભય ચોર્યાસમ, પચ્ચીસમાં
અને છથૌસમો
પ્રિય મિત્ર મુનિવરે પુણ્યકર્મનાં પરિણામે મહાશુક્ર નામના દેવલોકમાં દેવતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. આ રીતે પ્રથમ નયસારના ભવમાંથી પાપકર્મ અને પુણ્યકર્મનાં વિવિધ પરિણામો દ્વારા સંસારચક્રની વિવિધ ગતિમાં નરક, તિર્યચ, દેવ અને મનુષ્યગતિમાં સ્થાન પ્રાપ્ત કરી ચોવીસમાં ભવમાં તેઓ દેવલોકમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના જ્ઞાતા બન્યા. જે આત્મા પૂર્વભવમાં રત્નત્રયીની આરાધના કરી દેવલોકમાં સ્થાન પામે તે ત્યાંના ભોગ વિલાસમાં રાચવાને બદલે નિર્મળ ભાવે રહે છે. ચોવીસમાં ભવે સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી પ્રિય મિત્ર મુનિવરનો જીવ પચીસમાં ભવે ઉચ્ચગતિમાં સ્થાન પામ્યો.
u
( 169 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org